SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ વળી તમારી પત્નીના પછી કયાંયથી ભાળ કે સમાચાર મળ્યા હતા કે નહિં? અમર કહે- ના! ભાઇ! મેં એને એવા સ્થળે છોડી છે કે ત્યાંથી તેના સમાચાર આ જન્મમાં મળી શકે નહિં. કદાચ તેના જીવનનો અંત આવ્યો હશે વિમલયશ કહે- મિત્ર! તમારી નારી કેવી હતી? તે તો કહ્યું નહિં. સ્ત્રી હ્રદયતો ઘણું કોમળ હોય છે ચૂછતાં તો પૂછી પૂછી નાંખ્યું. પછી આગળ ન બોલી શકયો. પોતાની પત્ની તરફની સહાનૂભૂતિ દાખવતો ને પોતાના જીવનના ઝખ્મો ને રુઝવતો પ્રશ્ન સાંભળી અમરકુમારે કહ્યું:- રે ભાઇ! તેની શી વાત કરું! મેં તો ઘોર અન્યાય કર્યો છે. તના ગુણ-રુપરંગની શી વાત કરું? જગતમાં શુભ ગુણો જેટલા રહ્યા છે તે બધાં જ ગુણો વિધાતાએ તેનામાં મૂકી દીધ હતા. રુપ તો અપ્સરા પણ હારી જાય તેવું હતું. હે સજજન! મારી સ્ત્રીના વખાણ મારે મુખે ક૨વા ઉચિત નથી. વખાણ કરવાની રીત પાંચ પ્રકારની છે. તે પાંચ પ્રકાર તેનામાં હતા. પળવાર માટે હું તેને ભૂલી શકતો નથી. ખરેખર! તેના વખાણ તો કરવા ન જોઇએ. વ્યવહારમાં કહેવાય છે કે સ્તુતિ વખાણ કયાં ક૨વા? તો કહે છે કે ગુરુની સ્તુતિ ગુરુની સન્મુખ કરવી જોઇએ. સેવક નોકરના વખાણ સોંપેલું કાર્ય કર્યા પછી ક૨વા જોઇએ. પુત્રના વખાણ પુત્રના મૃત્યુ પછી ક૨વા જોઇએ. જયા૨ે સ્ત્રીના વખાણ તેના મરી ગયા પછી પણ ન કરવા જોઇએ. આશ્ચર્યની ઘટમાળ મહારાજ! પણ શું કરું? હું લાચાર છું. અમારી પ્રીતિ વજ્રબંધ જેવી હતી. જે કયારે તૂટી શકે નહિં. તેવી અભેધ હતી. વળી મહાન પુણ્યશાળી પણ હતી. વિમલયશે કહ્યું- “કદાચ કોઇ સમાચાર આપે તમારી સ્ત્રી જીવિત છે. તો... અમર કહેઃ- રે મિત્ર! એ સ્થાન એવું હતું કે જયાં મનુષ્ય એક રાત પણ રહી શકતો નથી. ત્યાં રહેનારનું મૃત્યુ નિશ્ચિત છે. બિચારા અમરને શું ખબર કે મારી પત્નીજ મને આ બધું પૂછી રહી છે. હૈયામાં જે હતું તે બધું જ કહેવા લાગ્યો. વિમલઃ- બરાબર છે. પરંતુ આયુષ્યના બળે કદાચ બચી ગઇ હોય તો શું કરો? વિમલે અમરની આંખ સામે જોઇને કહ્યું. અમરકુમારઃ- એવી આશા મારા મનમાં નથી. પણ કદાચ બચી ગઇ હોય તો હું એને યોગ્ય નથી. એનું પવિત્ર વદન જોવાનું બળ મારામાં છે જ નહિ. વિમલરે મિત્ર! બચી ગઇ હોય ને તને મળે તો તારા હૈયામાં હર્ષ થાય. જો થાય તો કેવો થાય? વિમલે અમર સામે જોયું. અમર કહે- અરે શેઠ! મારી તે સ્ત્રી મારા પુણ્ય વિના તે મને મળે નહિ. મારા તો પાપ અત્યારે પ્રગટ થયા છે. પુણ્ય પરવારી ગયું છે. આ વાત સંભવે તેમ નથી. વિમલયશ કહે- હે શેઠ! તમારી વાત ઉપરથી લાગે છે કે તમારી સ્ત્રી મળે તો પણ તમારું મન જરા પણ પીગળે તેમ નથી. સ્ત્રીની ભાળ મળી જાય તો પણ તમે તેને અપનાવવા તૈયાર નથી. તે ઉપર તમને એક વાર્તા કહું ત સાંભળો. કોઇ એક નગરમાં હિરદત્ત નામે ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. પત્ની પુત્રાદિ પરિવાર ઘણો હતો. આજીવિકા માટે નાનું શું ખેતર હતું. તે ખેતરમાં ખેતી વાવેતર ચોમાસામાં ઘણી મહેનતથી કરતો હતો.પુણ્યથી પાતળો, રસનાજ આદિ વાવતો અને લણતો. પણ તે વાવેતરથી કુટુંબનું ભરણપોષણ થતું ન હતું. હરિદત્ત એકદા ગ્રીષ્મઋતુમાં પોતાના ખેતરમાં રહેલા વૃક્ષ નીચે બેઠો છે. ઉનાળો-વૈશાખનો ધોમધખત તડકો. તરું છાયે બેસી બ્રાહ્મણ વિચાર કરતો હતો. રે અભાગિયા! આટલી મહેનત કરવા છતાં ખેતરમાંથી મને ફળની પ્રપ્તિ ઓછી કેમ થાય છે? શું કરું? કુંટુબનું ભરણપોષણ પણ કરી શકતો નથી. મનમાં દુઃખને ધારણ કરતો બેઠો છે. તે અવસરે વૃક્ષ નીચે રહેલા બીમાં એક સર્પને જોયો. વિચારમાં બેઠેલો હિરદત્ત વળી વિચારે છે કે આ નાગરાજ મારા ખેતરના (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૨૭૨
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy