________________
વચને જિમ મૈત્રી, ખેમા ધરિત્રી,- વિ. કાર્યો જિમ દાસી, ધર્મે વાસી, શ્રાવિકા, મ. ભોગવે નરનારી, સુખ સંસારી- વિ. શુક્તિ જિમ મોતી, પુન્ય પનોતી કામિની, મ. ૩ તસ ઉયર સરોવર, હંસ બરોબર, વિ. કુળ કીરત કરિયો, સુર અવતરિયો ગર્ભમાં - મ. શુભ સ્વપ્ર દિખાવે, દોહદ પાવે, વિ માસ પૂરણ જાયો, કુલવધૂ ગાયો, મોદશું મ. ૪ નાતિ સજજન પોષી, તેડી જોષી- વિ. અભિધાને અભૂત, અમરકુમાર સુત થાપિયો – મ. આઠ વરસની સુંદર રુપે પુરંદર- વિ. લોકલક્ષણ દેખી, સુગુણ ગવેખી, મોહતા- મ. ૫ દેખી મતિ તાજી, માત પિતાજી, વિ. બે સી નિજ ધામે, “હદયરામે, ચિંતવે- મ. થયો પુત્ર વિચક્ષણ, પણ વિદ્યાવિણ - વિ. કાંઇ શોભે નહિ તિમ, જીવ વિના જિમ, દેહડી- મ. ૬ જિમ નારી વિના નર, પુરા વિના ઘર, વિ. નૃપ ન્યાય ન દાખે, જિમ મદ પાખે કુંજર -મા. ભકિત વિણ નારી, નવિ હોય પ્યારી - વિ. જિમ નીર વિના સર, શસ્ત્ર વિના શૂર, શું કરે - મ. ૭ ભ્રાતા ગત સ્નેહા, વિણ દૃગ નેહા, વિ. સુત વિદ્યા પાખે, ભાર ન રાખે, ગેહનો, - મ ઈમ બોલ્યા વાણી, શેઠ શેઠાણી, - વિ. જયોતિષીને આગે, મુહૂરત માંગે અડું - મ ૮ શુભ મુહુરત લીધું, જોષીએ દીધું - વિ. જિહાં વિદ્યા સારી, રાજકુમારી, શિખતી - મ તિહાં આવી ઉલ્લાસે, પંડિત પાસે, - વિ. મૂકી શ્રીફળ શીખે, પોતા સરીખે, છાત્રાશું - મ ૯
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)