SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ આરતી અવગણતો, અંકને ભણતો, - વિ. નીતિ શાસ્ત્ર વિચારે, લિપી અઢારે શિખતો - મ હસ્વાદિક વણે, વૈયાકરણે - વિ. ભણે ધાતુ અધાતો, શબ્દ સધાતો, સાધતો - મ ૧૦ ન્યાય તર્ક વખાણે, પિંગલ જાણે. વિ. કલા કાવ્યની ભરિયો, આપે દરિયો, શાસ્ત્રનો - મ થયો વૈદક શાસ્ત્રી, તે ગુણ પાત્રી - વિ. નવો ધવંતરિયો, જાણે ઉતરિયો સ્વર્ગથી -મ ૧૧ તિહાં અમરકુંવરજી, આળસ વરજી - વિ. દિન થોડા માંહિ, શાસ્ત્ર ઉછાંહિ, શિખીયો - મ પંડિત મન ભાવે, બાળ ભણાવે - વિ. વડો નામ ધરાવે, પઢત હરાવે, અવરને - મ ૧ ૨ શુભ રંગ રસાલે, ત્રીજી ઢાળે. વિ. સુરસુંદરી રાસે, વીર પ્રકાશે, રંગશું. - મ સાંભળજો શ્રોતા પુન્ય પનોતા - વિ. શુભ ધ્યાને સુણજો, શાસ્ત્રાને ભણજો ઉદ્યમે - મ ૧૩ ૧-પૃથ્વી, ર છીપ, ૩-ઈન્દ્ર, ૪-ઘરમાં, પ-હૃદય રુપી બગીચામાં, ૬-હાથી, ૭-સરવાર, ૮-દષ્ટિ; ચક્ષુ ભાવાર્થ : અમરકુમાર આ જ ચંપાનગરીમાં જૈન ધર્મમાં રકત, સમકિતના રંગથી વાસિત, પંચપરમેષ્ઠિમાં મગ્ન, પરમ શ્રાવક ધનાવહ નામના શ્રેષ્ઠી વસતા હતા. સજજનોથી પરિવરેલ, પરિવારયુકત શ્રેષ્ઠી દરિયાવ દિલના હતા. દેવ ગુરુની હરહંમેશ ભક્તિ કરતા. શ્રેષ્ઠી ઉદાર, ગંભીર, દયાવાન આદિ ગુણોથી શોભતા હતા. શ્રેષ્ઠીનો વ્યવસાય ઘણો હતો. દેશ વિદેશમાં શરાફી પેઢીઓ ચાલતી હતી. નિષ્ઠાવાન શેઠને ગુણવતી, પ્રેમાળ સરલ સ્વભાવવાળી અપ્સરાને હરાવે તેવી રૂપવાન, નામના અર્થને સાર્થક કરનારી વનવતી નામે નારી હતી. સ્વામીના પરિવારમાં એકમેક થઇને રહેનારી, તેની સ્વામી ભકિત અજોડ હતી. ભોજનવેળાએ માતા બાળકને પ્રેમથી જમાડે તેવી જ રીતે ધનવતી પોતાના પરિવારના દરેક સભ્યને જમાડતી. પાસે બેસી પ્રેમપૂર્વક પીરસતી. પંખો સાથે રાખતી. ભોજનથાળમાં આવતી માખીઓને ઉડાડતી. રસભર વાર્તા કરતી. તેણીનું (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy