________________
મારી તાકાત તો એટલી છે કે તમે અત્યારે મારી પણ નાંખી શકું છું. પણ હું તેમ કરવા ઇચ્છતો નથી. ચોરે છૂટવા ઘણા પ્રયત્ન કર્યો પણ છૂટ્યો નહિ. કુમારી તો અવાક બનીને આ બધું જોઈ રહી હતી. વિમલયશ ચોરને સખત હાર ખવડાવી. ભોંયરામાં રહેલા દોરડાથી બાંધ્યો. બંધનમાં નાખેલા ચોરને અને રાજકુમારીને લઇ વિમલયશ ભોંયરામાંથી બહાર આવ્યા.
જયારે આ બાજુ નગરમાં અંતિમ પ્રહર પૂરો થતાં રાજાને ત્યાં સમાચાર આવ્યા. હે મહારાજા! દરિયાકાંઠે મહેલમાં વિમલયશ નથી. અને તેમના મહેલના ભંડારો માંથી ઘણી મોટી ચોરી થઈ છે. વહેલી સવારે આ સમાચાર વાયુવેગે નગરમાં પ્રસરી ગયા. રાજ દોડતો વિમલયશના મહેલે આવ્યો. વિમલયશને ન જોતાં રાજા ચિંતામાં પડયો. અરે! હા! આ પાપી ચોરે ગુણવંત વિમલયશનો પણ ઘાત કરી નાંખ્યો લાગે છે. હવે મારે પણ જીવી ને શું કરવાનું? મારા પ્રયતો બધાં નિષ્ફળ નીવડયા. હું સાવ નિર્બળ નીવડયો, અન્ય રાજયોમાં મારી પ્રતિષ્ઠાનું પતન થશે. તો હવે મારે મૃત્યુ ને ભટવું પડશે. જીવવા માટે મારે હવે કોઇ ઓવારો નથી.રાજાએ નિશ્ચય કરીને આ આજ્ઞા આપી કે નગરની બહાર અત્યારે એક ચિતા તૈયાર કરાવો. મારે બળી મરવું છે. સૂર્યોદય થતાં તો આ વાત નગરમાં પ્રસરી ગઇ. જનમેદની ગામ બહાર ઉભરાવવા લાગી. રાજા નગરજનો-કર્મચારીઓ પ્રધાન વગેરેને કહેવા લાગ્યા. હું હવે તમારો રાજા થવાને લાયક નથી. તેથી અગ્નિ પ્રવેશ સિવાય મારો કોઈ રસ્તો નથી. આ સાંભળીને સહુના હૈયાં કંપી ઉઠ્યાં. સહુની આંખોમાં આંસુ ઉભરાવવા લાગ્યા. સહુ એકી સાથે બોલી ઉઠયા હે મહારાજ! આવું ન કરો. ન કરો. તમે તો અમારા દેવતુલ્ય છો. તમારો પ્રજા પ્રત્યેનો પ્રેમ અગાધ છે. હે મહારાજા! અમને રઝળતા ન કરો.
તસ્કરને અભયદાન આ અવસરે દૂરથી ઘોડા ઉપર આવતો વિમલયશ દેખાયો. એકાએક આનંદ ધ્વનિ ગૂંજી ઉઠયો. રાજકુમારીને લઈને, ચોરને પકડીને વિમલયશ આવતો હતો. સહુની નજર એ તરફ ગઇ. મહારાજા પણ હર્ષ પામ્યા. સર્વના આનંદનો પાર ન રહયો. વિમલયશ ચોરને રાજાની આગળ હાજર કર્યો. રાજાને સોંપ્યો. રાજકુમારી તો પિતાને વળગી પડી. વિમલયશે કહ્યું હું! આપના આશીર્વાદથી બધું કામ પાર પાડીને આવી ગયો છું.
સહુને સારા નરસાનું ફળ મળતું જ હોય છે. પ્રાણી છે કે ન ઇચ્છે પરંતુ કર્મ તો તેની પાછળ આવતાં હોય છે. ચોરનો પાપનો ઘડો ફૂટયો છે. રાજા વિમલયશને કહે- આ સળગતી ચિતામાં ચોરને નાંખી ઘો. તેનો અંત લાવી ધો. માંડવીયો વિમલયશ કહે- હે મહારાજા! આપની આજ્ઞા પાછી ખેંચી લ્યો, આ ચોરને મોતની સજા ન હોય. આ ચોર એક સમર્થ વિદ્યાવંત છે. તેણે પોતાની વિદ્યાનો અવળો ઉપયોગ કર્યો છે. તેથી દયાને પાત્ર છે. તે તમારા શરણે આવ્યો છે. જે શરણે આવે છે તેને ક્યારેય ગુણવાન મારતા નથી. આપ ગુણવાન છો. ચોરને અભયદાન આપો. ચોરને તેની વિદ્યાનું સ્વરૂપ સમજવાની તક આપો. વિમલયશની વાત રાજા એ માન્ય રાખી. ચોર બચી ગયો ઉત્તમ પુરુષોના લક્ષણો આવા પ્રકારના હોય છે.
ત્યારબાદ વિમલયશ તેને સાચી સમજ આપી. રાજા આગળ હાથ જોડીને ચોરે ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી. વિમલશે રાજાનો સેવક તરીકે રાખવાની વાત કરી. ચોર શાહુકાર બન્યો. અને રાજાનો સેવક પણ બની ગયો. ત્યારપછી રાજકુમારીની ક્ષમા માંગી. પ્રજાના હૃદયમાં આનંદ છવાઇ ગયો. ચોરની સાથે રાજના માણસો ગુપ્ત સ્થાનમાં સાથે ગયા. જેનું જેનું ચોર્યું હતું તેનું તેને આપી ઘો.
નગરમાં વિમલયશના યશોગાન ગવાઇ રહયા છે. રાજા વિમલયશની વીરતા ઉપર ખુશ થયા. વિમલયશની પીઠ (૨૫૮
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)