________________
પરીક્ષા
(દોહરો) મધુર ગિરા ગુરુણી તણી, નિસુણી ધરિય વિવેક; સુરસુંદરી નૃપનંદિની, વંદના કરતી છે ક. ૧, વંદન નમન કરી તિહાં, અભિગ્રહ લીધો સાર; મેં ગુણવા નિત ભાવશું, અડદિયસય નવકાર. ૨ યથાશક્તિ વળી માહરે, નવકારસી પચ્ચકખાણ; પાલું મનશુદ્ધ કરી, દેહ ધરે જગ પ્રાણ. ૩ એ કદિન પંડિત પરવરી, સુંદરી અમરકુમાર; રાજસભામાં આવીયા, નિજ નિજ ધરી શણગાર. ૪ મજાક કરી કંઠે હવે, હાર પચીર ધરી અંગ; ને ત્રાંજનકુંડલ યુગલ, નાશા મોતિક ચંગ. ૫ તિલક વલય કંચુક મણિ, પાય નૂપુર ઝંકાર; કર કંકણ તાંબુલ સરસ, કુસુમ સુગંધી હાર. ૬
દ્રાવલિ જસ પંટિકા, ચંદન ચતુ૨ ઉદાર; સુરસુન્દરીએ ઇણિપ, સોલ સજ્યા શણગાર. ૭ શિર મુંડિત મજ્જન તિલક, વસ્ત્ર ધરે બહુ મૂલ; ગાગ વિલેપન મુદ્રિકા, કુંડલ મુકુટ અમૂલ. ૮ ખડગ કરે પગ મોજડી, હા૨ કરી પટ બંધ; તાંબુલ, કરકરણ ચતુર, શ્રુત સુવિચાર અબંધ, ૯, શેઠ-સુતે પણ એહવા, સોલ ધર્યા શણગાર; રાજત “સદસિમાં યથા, શચી-મધવા અવતાર. ૧૦ ઈભ્ય ધનાવહ તતખિણે, બેઠો ભૂપતિ પાસ; તે દેખી હરખિત હુઈ, વિદ્યા વિનય વિલાસ. ૧૧ અરથ અગોચર ગ્રુતતણાં, પૂછે ધરીય વિવેક;
બુદ્ધિબળે એક એ કનો, આપે ઉત્તર છે ક. ૧૨ ૧-વાણી, ર-વિધિપૂર્વક, ૩-એકસો આઠ, ૪-સ્નાન, પ-વસ્ત્ર, ૬-સભામાં મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)