________________
દ્વાદશ ભેદે તપ કહ્યો, પ્ર. કર્મો ધન શિખી જાણ; જી. કર્મ તપાવન તપ કહ્યો, પ્ર. તપથી કેવલ નાણ, જી. ૪૭ ભાવ વિના દાનાદિકા, પ્ર. જાણે અલૂણો ધાન; જી. પાડોશણ વૃષ્ટિ લહી, પ્ર. દેતી મુનિને દાન, જી. ૪૮ વૃષ્ટિ ન થઈ કંચન તણી, પ્ર. ભાવ વિના સવિ કષ્ટ; જી. ભરતાદિક કેવલ લહે, પ્ર. ભાવથી કર્મ વિનષ્ટ, જી. ૪૯ ભાવો બારહ ભાવના, પ્ર. અનિત્યપણું સંસાર; જી. કુશ-શિરસિ જલબિંદુઓ પ્ર. ૧૯વજીચાપ અનુહાર, જી. ૫૦ એ વન ધન સંપદા પ્ર. સંધ્યારાગ વિલાસ; જી. આયુ તનુ સવિ અથિર છે, પ્ર. પામો ભવ ભવ ત્રાસ, જી. ૫૧ શેષ છ માસ જીવિત રહે, પ્ર. ઉપજે સુરને ભાવ; જી. દખે સુરદ્ર પ્રકંપતા, પ્ર. માલ્ય તે ગ્લાનિ લહાવ, જી. ૫૨ શ્રી હી નાસ નિદ્રા લહે, પ્ર. વસ્ત્ર તણો ઉપરાગ; જી. કામ રાગ અંગ ભગ્નતા પ્ર. દૃષ્ટિભ્રાંત દીનવાગ, જી. પ૩ માતપિતા સુત કામિની, પ્ર. ધર્મ વિના નવિ શર્ણ; જી. ગિરિકંદર જઈને વસે, પ્ર. પણ નવિ મૂકે મર્ણ, જી. પ૪ ઇણે સંસારે જીવડો, પ્ર. ભમતો નવ નવ વેશ; જી. દેવ નિરય ધની નિર્ધની પ્ર. કીટ પતંગ નરેશ, જી. પપ
૫ કુરુપ સોભાગિયો, પ્ર. વિપ્ર હુએ ચંડાલ; જી. ૨વામી દાસ પૂજનિક થયો, પ્ર. જિમ અરહટ્ટની માલ, જી. પ૬ નાટકીયા પરે જીવડે, પ્ર. કીધા નવ નવ વેશ; જી. કર્મ વિવશ એ બાપડો પ્ર. વિણ જિન શ્રત ઉપદેશ, જી. ૫૭ એકપણું ભવી ભાવીએ, પ્ર. તું એકાકી જીવ; જી. આવ્યો તિમ જાઇશ વલી, પ્ર. મૂક તું મમતા ટેવ, જી. ૫૮ ધન ઘર સ્ત્રી વિશ્રામતા, પ્ર. પેતવને સુત લોક; જી. ચય તનુ આખર એકલો, પ્ર. જીવ ચલે પરલોક, જી. ૫૯ અન્યપણું ભવી ભાવજો, પ્ર. સ્વાર થિયો પરિવાર; જી.
પંથ શિરે પંથી મલે, પ્ર. પ્રેમ કરે કિણિ લાર? જી. ૬૦ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)