________________
(૨૯૪)
સુરપતિ સરિખા ચિંતવે પ્ર. સુરના સુલભ ભોગ; જી. પામીએ પણ જગ દુલ્લહો પ્ર. સામાયિકનો યોગ, જી. ૩૩ મુનિવર સંયમ આચરે, પ્ર. મોક્ષ તણું મંડાણ; જી. દોય ધરમ એ દાખિયો, પ્ર. યોગ્ય ભવિજન જાણ, જી. ૩૪ યોગ્ય વિના શી દેશના, પ્ર. જિમ વાઘણનું દૂધ; જી. કંસાદિક નવિ સાંસહે પ્ર. સોવન ભાજન શુદ્ધ, જી. ૩૫ સાધુ સંગતિ આદરો, પ્ર. પાળો શ્રી જિન આણ; જી. જે નર જિન આણે રહે, પ્ર. કીજે તાસ વખાણ, જી. ૩૬ સુખ શીલ સ્વચ્છંદ ચારિયા, પ્ર. વિરાધે જિન આણ; જી. તે પાપી નર જાણીએ, પ્ર. શિવપથ વૈરી સમાન, જી. ૩૭ એક સાહુ વર સાહુણી પ્ર. સાવય સાવિયા વિખ્યાત; જી. સંઘ આણ જુત્ત ભાખિયો પ્ર. શેષ અષ્ટિ સંઘાત, જી. ૩૮ રત્નત્રયી-જુત્ત ભાખિયો પ્ર. સંઘ સકલ ગુણવંત; જી. તે સંઘ દુર્લભ પામવો, પ્ર. માને જસ અરિહંત, જી. ૩૯ આણાએ તપ સંયમ કહ્યો, પ્ર. પૂજા કરે ત્રણ ટંક; જી. આણા વિણ નિષ્ફલ સવે, પ્ર. શૂન્ય પથા વિણ અંક, જી. ૪૦ થોડી પણ આણા વહે પ્ર. રવિ તમ પરે ટલે પાવ; જી. આણા સહિત સમાચારો, પ્ર. દાન શીયલ તપ ભાવ, જી. ૪૧ દાન સુપાત્રે દીજીયે, પ્ર. મુનિવર લહી ગુણવંત; જી. ભાવ દાન પ્રાણી લહે પ્ર. ફલ શિવસાખ્ય અનંત, જી. ૪૨ ૧૭ગુજઝ-ખલે, તેલહ જલે, પ્ર. પ્રજ્ઞાવંતને શાસ્ત્ર; જી. અલ્પ યથા તિમ વિસ્તરે પ્ર. પામી ઉત્તમ પાત્ર, જી. ૪૩ અનાદર વિલંબતા, પ્ર. પરાઙમુખ કુંવાંચ; જી પશ્ચાતાપ સંતાપતા, પ્ર. દાન દૂષણ એ પાંચ, જી. ૪૪ આનંદ અશ્રુ રોમાંચતા પ્ર. બહુમાનને પ્રિય વાચ; જી. અનુમોદન દીધા પછે, પ્ર. દાનનાં ભુષણ પાંચ, જી. ૪૫ શીયલે સુખ સંપદ લહે, પ્ર. શીયલ વડો સંસાર; જી. શીયલને બત્રીસ ઉપમા, પ્ર. દશમે અંગે વિચાર, જી. ૪૬ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)