________________
એકલડો પુરોહિત ઘર જાત, નારીને કહે સાંભળ વાત સા. મિત્ર મુઝ તુમ જે ભરતાર, પકડયા નૃપે કરી કોપ અપાર, સા. ૪ તુમ ઘર લૂંટણ કારણ એહ, સંપ્રતિ રૃપ ભટ આવશે તેહ; સા.
તિણ કારણ મુઝને કહ્યું એમ, સાર સાર સવિ કાઢજયો તેમ; સા. ૫ મુદ્રા રત નામાંકિત એહ, અહિનાણે મુઝ આપી તેહ; સા. સાચું જેણી નારી નિરાસ, સાર વસ્તુ સવિ આપી તાસ. સા. ૬ લેઇ ચાર ગયો નિજ ધામ, પુરોહિત નિજ ઘર આવ્યા તામ; સા. માંગે પાણી કહે તવ નારી, નથી કલશીયો પીવા વારિ.સા. ૭ શ્યો થયો દંડ તુમારો સ્વામ, મેં ઘર આપ્યું તુમચે નામ; સા. સાંભળી પુરોહિત કહે શું કીધ, હા! હા! ચોરે લૂંટયા પ્રસિદ્ધ. સા. ૮ કહે નૃપને હું આવ્યો આમ, તવ તસ્કરે મુઝ લૂંટયું ધામ; સા. ધનસાર શેઠને નાપિત એક, બે જણ મળી છબે બીડું છેક. સા. ૯ ઇભ્ય-રુપ કરી વાત સુણેહ, ચોર ગયો નાપિતને ગેહ; સા. શિર ભૂંડણ બેઠો તસ ધામ, નાપિતે કર્યું તેહનું કામ. સા. ૧૦ વળતું માંગે પરક્યો દામ, બોલ્યો તસ્કર તામ હરામ; સા. મોકલ તુઝ સુત માહરે સાથ, પરઠયો આપું તાહરો અત્યં; સા. ૧૧ નાપિત-સુત ગ્રહી તામ કિરાટ, ધનસાર શેઠને ગયો હાટ; સા. વસ્ત્ર અમુલક કાઢો શેઠ, લક્ષ મૂલ દેખાડ્યાં જેઠ, સા. ૧૨ વસ્ત્ર ગ્રહયાં તવ માંગે દામ, બોલ્યો તસ્કર તામ હરામ; સા. બેઠો છે મુઝ નંદન એહ, લાવું વિત્ત જઇ હું ગેહ, સા. ૧૩ નાપિત-પુત્ર બેસારી ત્યાંહી, ચોર ગયો નિજ ગેહ ઉચ્છાંહી સા, રાત પડી પણ નાવ્યો કોઇ, પુત્ર ગવેષે નાપિત સોઇ. સા. ૧૪ રોતો દેખી નંદન ત્યાંહી, નાપિત દેખી ઝાલે બાંહી સા., ધનસાર શેઠ કહે રે મંદ, લેઇ જાય છે કેહનો નંદ. સા. ૧૫
નિજ નિજ વાત કરી તિણે જામ, જાણ્યું તવ તસ્કરનું કામ; સા. નૃપ આગળ જઇ ભાખે સોય, મહારાય! લૂંટાણા દોય. સા. ૧૬
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
(૨૨)