SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ - ભાઈ-બહેન છૂટાં પડયાં દુઃખી હૈયે બંધુ વિમાન થકી પોતાને સ્થાને ચાલ્યો. વિમાન દેખાયું ત્યાં સુધી બેનડી આકાશ તરફ મીટ માંડીને જોઇ રહી. નજર બહાર વિમાન જતાં સતીના આખે અનરાધર આંસુ અહીં કોણ આશ્વાસન આપવાનું હતું. હૈયું ખાલી થયું ત્યાં સુધી રડી. વનના વૃક્ષ નીચે ફસડાઈ પડી. સતીની આંખ આગળ ચિત્રપટ ની જેમ ભૂતકાળ આવવા લાગ્યો, એક પછી એક જીવંત પ્રસંગો યાદ આવવા લાગ્યા. છેલ્લે શુભકર્મના ઉદયે નંદીશ્વર દ્વીપની યાત્રાએ મન પ્રસન્ન બન્યું. હવે સજાગ બની. ભૂતકાળમાં વિહરતી સતી વર્તમાનમાં આવી. ધર્મ બંધુએ આપેલી ચાર વિદ્યાઓ યાદ આવી. સતી વિચારે છે કે હું એક સ્ત્રી છું તો મારું રુપ જ મને અનર્થ કરનારું બની રહ્યું છે. તેથી આ સ્ત્રીપણાનો ત્યાગ કરીને મેળવેલી રુપપરાવર્તન” વિદ્યા વડે રુપ બદલી પુરુષ રુપ ધારણ કરું. તેથી નિર્ભયપણે મારાથી બધે જઇ શકાય. વિદ્યાનો પ્રયોગ શ્રી નવકાર મહામંત્રના સ્મરણ સાથે કર્યો. અને તરતજ રુપ પરાવર્તન થઈ જતાં પુરુષ બની ગઇ. નવયુવાન સ્વરુપવાન પષ થયો. હવે સતી સ્ત્રીપણાથી આવતાં સંકટોથી બચશે. ઉપવનમાં થી નીકળીને બેનાતટ નગર તરફ ચાલવા લાગી. નગરમાં રહેતાં માળીને ત્યાં ઉદ્યાનમાં ગઇ. ત્યાં માલણને દ્રવ્ય આપીને તેના ઘરે રહેવા માટે વ્યવસ્થા કરાવી. માલણે નામ પૂછ્યું. સતી પોતાનું નામ “વિમલયશ” કહે છે. “દામ કરે કામ” દ્રવ્ય મળતાં માલણ ઘણી ખુશ થઇ. નવયુવાનની બધી જ સગવડ સાચવવા લાગી. પોતાના માટે જે મંદિર હતું તે મંદિરે લઈ ગઈ. વિમલયશ પણ માલણને માતાના સંબોધનથી બોલાવે છે. રાજીના મહેલેથી નીકળી ત્યારે ચાર ભાભીઓએ ઘણી ભેટો આપી હતી. રાજટીએ રત હાર આપ્યો હતો. આ બધા આભૂષણો અહીં ઘણા કામ આવ્યા. માલણને એક અલંકાર આપી દિલ જીતી લીધું. માલણે કુમારને રહેવા સુંદર ઓરડો કાઢી આપ્યો. પાણીની વ્યવસ્થા કરી ગઇ. અહિંયા સ્થાયી અમરકુમારનો ભેટો થશે એ શ્રદ્ધાએ આ નગરે ચાલી આવી છે. વિમલયશ પોતાના ઉજજવલ નામને સાર્થક કરવા તેનું પૂણ્ય વહારે આવ્યું. માળીએ આવી આસન પાઠવું. નવપદ રુપ શ્રી નવકાર મહામંત્રનું ધ્યાન ધરે છે. તેવામાં માલણ જમવા માટે પૂછવા આવી. હું કંદમૂળ આદિ જમતો નથી. તે સિવાય બધું ચાલશે. માલણ ચાલી ગઈ. વિમલ વિચારે ચડયો. છૂટા હાથે દ્રવ્યને આપતાં જગતના જીવો ખમ્મા ખમ્મા કરે છે. છત્રને પણ ધરે. ચામર પણ ધરે, દ્રવ્યની કેવી છે બોલબાલા! માણસની પાસે સંપત્તિ હોય ત્યાં સુધી સંસારના સગપણ સારી રીતે નભે છે. સંસારની આ મહાન વિચિત્રતા. સૈો કાકા-મામા શબ્દો વડે આવકારે છે. પોતે સૌને બેન-બેન મામા કહીને બોલાવે છે. ધનના માન છે. ધનિકોને સૌ નમે છે. પ્રણામ કરે છે. કહેવાય છે કે મેરુપર્વત સોનાનો છે. તેથી સૂર્ય ચંદ્ર આદિ જયોતિષચક્ર મેરુપર્વતને ફરતા દરરોજ આટા માર્યા કરે છે. તે જ રીતે કાણો-કાળો કુબડો માણસ પણ જો ધનવાન હોય તો લોકોને સોહમણો સુંદર લાગે છે. ધનની બોલબાલાએ સૌ તેનો હાથ પકડે છે. તેની નિશ્રામાં રહેવાનું પસંદ કરે છે. હે લક્ષ્મી દેવી! તમારો પ્રભાવ અચિંત્ય છે. તમારા નામની બલિહારી છે. તમારા નામના તો ઓવારણાં લેવા જોઇએ. એકવાર સામે મળતાં પણ બોલાવતાં નથી. તે લોકો ધન આપતાં સામે ચડી બોલાવવા આવે છે. હાથ જોડી પગે પણ લાગે.પૈસાનો પ્રભાવ તો કેવો? મંત્ર- તંત્ર- જડી-બુટી-ઔષધી આદિ આ અર્થ(ધન) માં સમાઈ જાય છે. ધન એક વશીકરણ રુપ છે. આ વશીકરણથી બધાં જ કામની સિદ્ધિ થાય છે. ધનવાન રંગે કાળો હોય તો સહુ તેને કેવી રીતે બોલાવે! અહાહા! કૃષ્ણનો અવતાર છે. જાણે સાક્ષાત કૃષ્ણ નહોય તેવા દીસો છો. આવી ઉપમાઓ આપી સ્વાર્થી જીવો પોતાનું કામ કઢાવી લે છે. બુદ્ધિશાળી જો આળસુ હોય તો આવા ધનિક પાસેથી પોતાનું કામ સાધી લે છે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રસ) ૨૦૩)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy