SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ કરી. કંઈક વાતો તે મને કરી. વાત કરી હૈયાં ખાલી કરતાં હતા. તેવી વાતો હવે કોને કરીશ? આ તારા ભાઈનો એક આધાર તું હતી. તે આધાર ચાલ્યો જતાં હું કેવો બનીશ? વિશ્વાસુ બની! તને વધારે શું કહું? તને છોડીને જવાનું ગમતું નથી. ગયા વિના છૂટકો નથી. પણ..પણ.. આ પામર દુઃખી વીરાને ભૂલતી નહિ. રોજ નહિ. મહિનનહિ, વરસે દહાડે પણ આ ગરીબ ભાઈને પણ સુગુણ માણસ સાથે કુશળતાના સમાચાર મોકલજે. જે માણસ આવે આ તરફ તેની સાથે મને સમાચાર મોકલવાનું ભૂલીશ નહિ. ભાઇના વિલાપ સાથેની વાતો સાંભળી સુરસુંદરી પણ રડતી હતી. એક તરફ પોતાના પ્રિયતમને મેળવવાની તમન્ના. બીજી તરફ ભાઇનો પ્રેમ. કોને છોડું? અને કોને ભજું? સુરસુંદરી વિચારી રહી છે. ને ભાઈને કહેવા લાગી છે વીરા! તું મારા મનમાં ભાતૃપ્રેમના નાતે વસ્યો છે. હું તને કયારેય વિસરીશ નહિ. ભાભીઓને પણ નહિ ભૂલું. તારો ઉપકાર મારી ઉપર ઘણો જ છે. મને સુખસાતા -સમતા તમે ઘણી આપી છે. તું મારા મનમાં વસ્યો છે. જેમ કે ચક્રવીને મન સૂર્ય ઘણો વહાલો હોય છે. સૂર્યની હાજરીમાં ચકવાનો વિરહ ન હોય. વળી આ દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી હું તને નહિ ભૂલું. હે ભાઈ! તું મને ઘણો જ વહાલો છે. જેમકે જગતમાં સૌને પૈસો વહાલો છે. તે કરતાં પણ તું વધારે વહાલો છે. દિનરાતના આઠ પ્રહર- ૨૪ કલાકમાં હું તને કયારેય વિસરીશ નહિ. તારું નામ નહિ ભૂલું. બેનાતટના ઉદ્યાનમાં ભાઈબેન એકબીજાના ગુણો સંભારતા મહામહેનતે છૂટા પડ્યા. બેનને રડતી મૂકી અને પોતે રડતો રતજી પોતાના વિમાન પાસે પહોંચ્યો. ને વિમાનને ગતિમાન કર્યું. પાછું વળીને બેનને જોતાં જોતાં ક્ષણવારમાં આકાશમાર્ગે નજરની બહાર નીકળી ગયું. બેન એકલી રહી. આ પ્રમાણે ત્રીજા ખંડની બારમી ઢાળ- ઉત્તમ ગુણોનું કીર્તન કરતાં પૂ. વીર વિજયજી મહારાજ કહે છે હે ભવ્યજીવો! તમે સૌ આવા પ્રકારના ઉત્તમ ગુણો પ્રત્યે હંમેશા અનુરાગ પ્રીતિને કરો, જે ગુણો તમારામાં પ્રવેશે. તૃતીય ખંડે બારમી ઢાળ સમાપ્ત (દોહરા) હવે સતી સુરસુંદરી, વિદ્યા- ચાર પ્રણસિદ્ધ; નારી રુપ જ પરિહરી, નિરુપમ નરરુપ કીધ. ૧ નયરમાંહી આવીયો, આરામિક ઘર તેહ; નામ વિમલજસ આપણું, કહીને રહયો તસ ગેહ. ૨ આપ્યું ધન બહુ તેહને, માલણ હરખી તામ; કરી આદર નિજ મંદિરે, તેડે કરીય પ્રણામ. ૩ તસ માતા કરીને થાપીને, રહ્યો વિમલજસ તત્ર, મુ કલ હસ્તે જગ , જના, ઢાળે ચામર છટા. ૪ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy