________________
થઈ છે. કરીને પર્ષદાનો ભંગ કરે. ૨૯. પર્ષદાને ચતુરાઈથી ઉઠાડે ૩૦. ગુરુના સંથારાને પગ લગાડે. ૩૧. ગુરુથી ઊંચા આસને બેસે. ૩૨. સરખા આસને બેસે ૩૩. ગુરુ કરતાં પોતે મૂલ્યવાન વસ્ત્ર રાખે.
આ રીતે ગુરુની તેત્રીસ આશાતનાને ટાળે છે. ગુરુનો વિનય કયારેય ચૂકતા નથી. આવા મુનિભગવંતોના ચરણે મારૂં શીશ નમે છે. ગુરુકુલવાસમાં વસતાં, બાર ભાવનાને શુદ્ધ પરિણામે ભાવતાં અને ગુરુની હિત શિક્ષાને ગ્રહણ કરતાં સંયમ માર્ગે શુદ્ધતાપૂર્વક વિહરે છે. વળી શંકાકુશંકાનો ત્યાગ કરે છે. ચંચળતા દૂર કરી છે. ચાર હાથ દુર દષ્ટિ રાખીને માર્મને જોતાં નવકલ્પિત મુનિભગવંતની સાથે વિહાર કરે છે. શાસ્ત્રમાં શીલવ્રતના અઢાર હજાર ભેદ કહ્યા છે. તે ભેદને વિચારીને વ્રતને પાળે છે. સંયમજીવનને નિર્મળ બનાવતાં જ્ઞાન-ધ્યાનમાં પ્રતિદિન આગળ વધતાં ભણતર સાથે ગણતર રૂપ અનુભવ જ્ઞાનને પણ પ્રાપ્ત કરે છે. અઢાર હજાર ભાગાને કહે છે. પૃથ્વી-અપ-તેલ-વાઉ- વનસ્પતિ- બે-તે- ચઉપંચિ- પૃથ્વી આદિ ૯ અને ૧ અજીવ = કુલ ૧૦ને ૧૦ યતિધર્મને ગુણતા ૧૦૦ થાય. વળી ૧૦૦ ભેદને ૫ ઇન્દ્રિય સાથે ગુણતા ૫૦૦ ભેદ થાય. ૪ સંજ્ઞા વડે ગુણતાં ૨૦૦૦ ભેદ થાય. મન-વચન-કાય-રૂપ ૩ યોગ સાથે ગુણતાં ૬૦૦૦ ભેદ થાય. કરવું, કરાવવું અનુમોદવું આ ત્રણ વડે ગુણતાં ૧૮૦૦૦ ભેદ થાય. આ ભેદમાંથી કોઇપણ ભેદે અતિચાર વિનાના શુદ્ધ સંયમનું વહન કરે છે.
વળી પરમાત્માના શાસનમાં બાર પ્રકારે તપ કહ્યો છે. બાહય તપ છ પ્રકારે - ૧ અનશન ૨ ઉણોદરી ૩ વૃત્તિ સંક્ષેપ ૪ રસત્યાગ ૫ કાયકલેશ ૬ સંલીનતા. અત્યંતર તપ છ પ્રકારે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, કાર્યોત્સર્ગ.
આ તપમાંથી યથાશક્તિ તપ કરતાં, ઉણોદરી તપને કરતાં, રસાસ્વાદ આદિ ગોચરી ને લાગતા જ ૪૨ દોષને વર્જીને ગોચરી ગવેષણા કરે છે. સંયમનું પોષણ કરે છે. નિયમિત સૂત્ર અર્થને ભણે છે. હંમેશા પહલે પ્રહરે પહેલી પોરસીએ સૂત્રનો અભ્યાસ કરે. બીજા પ્રહરે બીજી પોરસીએ અર્થનો અભ્યાસ કરે. ત્રીજા પ્રહરે ત્રીજી પોરિસી - આહાર-નિહેર કરે. વળી સૂર્યાસ્ત પછી પ્રથમ પ્રહરે પહેલી પોરિસીએ સ્વાધ્યાય કરે. બીજા પ્રહરે બીજી પોરિસીએ અર્થની આવૃત્તિ કરે. ત્રીજા પ્રહરે નિદ્રા લે. વળી વહેલી સવારે ચોથા પ્રહરે ચોથી પોરિસીએ સુત્રનો સ્વાધયાયે કરે છે. આ પ્રમાણે અમરમુનિ સુરસુંદરી આર્યા સંયમજીવન પાળતાં ઉત્કૃષ્ટ પણે તપ આદિને કરતાં પૂર્વ સંચિત કઠિન કર્મોને બાળી રહયા છે. ઉગ્ર તપને કારણે શરીરમાં રહેલા લોહી માંસ સૂકાઈ ગયા છે. અષ્ટ કર્મને ખપાવવા માટે ઉત્કૃષ્ટ આરાધના કરી રહયા છે. તેથી શરીર પ્રત્યેની મમતા છૂટી ગઈ છે. વળી મત્સર આદિ દુર્ગુણો તો મહાત્મા સામે આવી શકતા નથી. વિષય અને કષાયને જડમૂળથી નાબૂદ કર્યા છે. તેથી તેનો અંશ પણ હવે રહયો નથી. સંસાર પ્રત્યે રાગ નથી. અને દ્વેષ પણ ચાલ્યો ગયો છે. પરિગ્રહથી મૂકાઈ ગયેલી આ મહાત્માઓના દેહ ક્ષમા આદિ ગુણોથી ભરાયેલા છે. ચંદ્રમાં જેવા શીતળતાને ધરતા સાચા ગુરુપણાને ધારણ કરે છે સાધુ બનવું કદાચ સહેલ છે. પણ સાધુતા ટકાવવી અતિ દુષ્કર છે.
ગુનિશ્રામાં રહેતા અમરઋષિ અને શ્રમણી વૃંદમાં આરાધના કરી રહેલા સુરસુંદરી આર્યા પોતાના કર્મોને ખપાવી રહ્યા છે.
આ પ્રમાણે સુરસુંદરીના રાસની ચોથા ખંડે સોળમી ઢાળ સંયમજીવનની તાલિમ લેતાં સોનાની પરે જીવનને ઝગમગાવતાં ગુણોને ગ્રહણ કરતી મહાત્માઓના ગુણોનું કીર્તન કરતાં વીરવિજય મહારાજે સમાપ્ત કરી છે.
ચતુર્થ ખડે સોળમી ઢાળ સમાપ્ત
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)