________________
(
૬૨
ઇણિપરે સઘલા સાંભર્યા, પ્રાગવિભાષિત બોલ રે, ક્રોધાનલ તનુ-ગૃહ ભર્યો, નિષ્ઠુર થયો નિટોલ રે, ચિત્ત ફરતો ચડોલ રે, દેઉં કોડી સમોલ રે, કિમ લેશે રાજ્ય બોલ રે. ડેંસ. ૨
ઇણિ પરે ચિત્તે ચિંતવી, કરી બુદ્ધ કુબુદ્ધ રે, સૂતી મેહલી એકલી, અબળાનેહ વિલુદ્ધ રે, સાથે તેડી સક્રોધ રે, કામ કર્યો મતિ ઊંઘરે, ન કરે કામ જે લોધ રે, થયો દેખતો અંધ રે. ૐસ. ૯ ચાલ્યો પાપી એકલો, સૂતી મેહલી સાજ રે, કોડી સાત બાંધી કરી, તસ ચીરે તજી લાજ રે, લખીઆ અક્ષર તાજ રે ઇણિ કોડીએ ગ્રહે રાજ રે, ઇણિપરે કીધ અકાજ રે, ક્રોધી જે કરે કાજ રે, તસ ન રહે જગલાજ રે, જનપદમાં અપભ્રાજ રે, ક્રોધ મ કરશો રે પ્રાણીયા... એ આં. ૪ ક્રોધ તણે વશ પ્રાણીયો, શું શું ન ન કરે અન્નાણરે, પરદુ:ખ ચિત્તમાં ન લેખવે, દ્વેષતણે રસ જાણ રે, નાશે સકલ વિન્નાણરે, પુણ્યતણી કરે હાણ રે, પૂરે પાપની ખાણ રે, શિવગૃહ અર્ગલા જાણ રે, નરક વિના નહિ ઠાણ રે... ક્રોધ. ૫ પૂરવ કોડ ચરણ ગુણે, વાસિત આતમા જેણ રે, ક્રોધ વિવશ હુંતા દોઘડી, પામે ફલતણી હાણ રે, ઇમ સિદ્ધાંત પ્રમાણ રે, દંડકરાય પ્રધાન રે, પાલક નામે અન્નાણ રે, પાચસે મુનિવર જાણ રે, ક્રોધે પીલતો ઘાણ રે, પામ્યા કેવલનાણ રે. પોહતાં શિવસુખ ઠાણરે, ઉપદેશમાલ વખાણ રે.
પાલક નરક નિશાણ રે... ક્રોધ. ૬
(મહાસતી થ્રી સુરસુંદરીનો રાસ