________________
ઢાળ - પહેલી
(ક્રીડા કરી ઘરે આવીયો.. એ દેશી) વ્યાપારનો રસ ચિત્ત વસ્યો, અમરકુમાર ગુણવંત રે; વિનયે જનકની આગળ, ઈમ ભાસે વિરતંત રે,
વ્યાપારનો રસ ચિત્ત વસ્યો. ૧ કુમાર કહે સુણો તાતજી, ચાલીશ હું પરદેશો રે; લખમી ઉપાર્જન કારણે, જોશું દેશ વિદેશો રે. વ્યા. ૨ મુજ મન ઉલટ ઉપનો, મંડુક કૂપનો જેહ રે; જાણે શું જલધિ તણી, વાત તે સકલ અછત રે. વ્યા. ૩ તેણિ પરે હું નવિ થઈ રહું, વલિ જનપદ ઇમ ભાસે રે; મધ્યમ બાપ ગુણે સુણ્યા, ઉત્તમ આપ પ્રકાશે રે. વ્યા. ૪ બાલપણે મન વિસ્તરે, તેહનું કાજ સરે શે રે; લખમી મેલે તુમ છતે, તિણે જાઇશ પરદેશ રે. વ્યા. ૫ સુણી અપૂરવ વત્સતણાં, વયણ ઘણું દુઃખ થાત રે; જલબૃત નેત્રે જનક કહે, રુડી કહી તમો વાત રે. વ્યા. ૬ સાંભળો નંદન આપણે, લચ્છીનો નહિ પારો રે; તે વિલસો વસતિ વસી, જેહુ ભર્યા ભંડારો રે. વ્યા. ૭ પર દેશે કિમ મોકલું, પ્રાણ થકી તું વાહલો રે; ઘડીય ન ધીરુ એકલો, પુણ્યને પંથે ચાલો રે. વ્યા. ૮ કુમાર કહે ધન તાતનો, જે વિલસે દિનરાતો રે; ધિમ્ ધિમ્ જીવિત તેહનું, નિજ પુણ્ય સુખ સાતો રે. વ્યા. ૯ વિવિધ ચરિત્તને દેખીએ, પુણ્ય પ્રમાણ કલીજે રે; સજન દુર્જન જાણીએ, તિણે પરદેશ ચલીજે રે. વ્યા. ૧૦ જો જાવા પરદેશમાં, નહિ આપો મુજ આણો રે;
મૂકીશ ભોજન પરિહરી, આજથી નિશ્ચય જાણો રે. વ્યા. ૧૧ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)