SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ઇમ સકલ કથા કહી ધૂર્તની, કહે ચોર સુણો તમા માત રે; મુઝ પકડે એહવો નરપતિ, જગમાં નહિ કોઇ વિખ્યાત રે. બ્રુ. ૨૧ ઇણિ અવસર રતસાર ઘરે, જાગ્યા સવિ સયણ વિભાત રે; કહે રત્નસાર જઇ રાયને, મહારાય સુણો મુઝ વાત રે. ા. ૨૨. એહ ચોરે ઘર લૂંટયું સવે, નહિ પહેરણ પોતિયું ખાસ રે; ઇણે લોક સકલ હલોલીયો, વિ પકડે કોઇ તાસ રે. જા. ૨૩ સુરસુંદરી રાસ રસાલનો, ખંડ ચોથો બીજી ઢાળ રે; કહે વીર વિવેકી સાંભળો, ગતિ તસ્કરની અસરાલ રે. બ્રુ. ૨૪ ૧-કજિયાનું ઘ૨-ધૂર્ત. ભાવાર્થ : ધૂર્ત પાંચ પાંચ ઘર ફરી આવ્યો. રાત તો તેની તેમાં જ પૂરી થઇ ગઇ. સવારે ઘાંચીને ત્યાંથી નીકળી ભરવાડણો, ડોશીમા, કંદોઇ અને ઘાંચણ આદિને લઇને સમય થતાં રાજદરબારે પહોંચી ગયાં. આ અવસરે મંત્રીશ્વર- સેનાપતિકોટવાલ-રાજ પુરોહિત અને નગરશેઠ પણ પોતપોતાના આવાસમાંથી વધામણી આપવા રાજદરબારે પહોંચી ગયા છે. હે શ્રોતાઓ! જુઓ તો ખરા! આ ધૂતારાની ઠગવાની કળા. આવા ધૂતારા થી સાવધ રહેજો. પાંચેય ભેગાથઇ ને રાજદરબારમાં રાજા પાસે આવ્યા. રાજસભા પણ ભરાઇ ગઇ છે. રાજા પણ સભામાં આવી ગયા છે. ભલભલાને ભરમાવ્યા ધૂર્તે. કોઇ તેની કળાને પીછાની શકયું નથી. સભામાં કામ ચાલુ થયું. ધૂર્તે રાજાને નમસ્કાર કરીને પોતાની વાત શરુ કરી. હે રાજન! ન્યાય માટે આવ્યો છું. માટે મારી વાત સાંભળો. વાત ચાલુ કરી ત્યાં તો મહિયારણો પોતાની ફરિયાદ કરવા લાગી. આ ધૂતારા એ અમારી માટલીઓ ફોડી નાંખી. બપોરે જે બન્યું હતું તે કહેવા લાગી. ત્યારબાદ ડોશીમાએ પણ પોતાની વાત કરી. કંદોઇ, ઘાંચી આદિ સૌએ પોતપોતાની વાત કરી. આ એક માણસે અમને બધાને મોટામાં મોટું નુકસાન પહોંચાડયું છે. રાજા આ બધાની વાત સાંભળી કોપાયામાન થયો. આ ધૂર્તની વાતો આ બધાની પાસેથી સાંભળતાં મંત્રી આદિ પાંચે ય વિચાર કરી રહ્યા છે. સૈા મનમાં સમજી ગયા છે. આજ માણસ મારે ત્યાં આવ્યો હતો. વધામણી આપવાની વેળા-તક મળી નથી. સૈા પોતાના સ્થાને રહ્યા. ધૂર્તના કામોને સાંભળી રહ્યા છે. રાજાએ ગુસ્સે થઇ સેવકોને હુકમ કર્યો કે આ ધૂતારાને સવાસો ખાસડા મા૨વાનો દંડ કરું છું. તો તમે તેને સવાસો ખાસડા મારવા લઇ જાવો. ત્યાં તો ધૂતારો રાજાને કહેવા લાગ્યો. હે રાજન સબૂર! સબૂર! સાંભળો! ધૂતારો હસતો હસતો કહેવા લાગ્યો. આપના તરફથી મને જે બક્ષિસ મળે તેમાં મારે પાંચ ભાગિયા છે. તે ભાગીદારોને આપ્યા વિના મારે એકલાને બક્ષિસ ન લેવાય. લાંચ એકલા ન લેવાય. ભાગીદારોને ભાગ આપવો જોઇએ. તમારી સભામાં બેઠેલા મંત્રી આદિ પાંચ ભાગીદાર છે. તેઓને પાંચમો ભાગ-પચ્ચીસ ખાસડાનો દંડ વહેંચી આપો. બાકી રહે તે ભાગ મારે લેવાનો એટલે ખાસડા મારવાના બાકી રહે તે મારે માથે મારજો. ધૂર્તની વાત સાંભળી સભા હસવા લાગી. સૈા બોલવા લાગ્યા. જો આ ધૂર્તે રાજાને ઠગ્યા. તો આ બીજાની શી વાત? બધાને છેતરે તેમાં નવાઇની શી વાત! આવા ધૂતા૨ાને રાજા પણ શું કરે! અવહેલના -અપમાન કરીને રાજાએ સભામાંથી કાઢી મૂકયો. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૨૨૩
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy