________________
ઇણ અવસર રાય-તણો તિહાં, તિણે ચોર્યો ચંદનહાર રે; નૃપ પાછો માંગે હાર તે, તવ સયલ કરે સુવિચાર રે. જી. ૮ ઇંગિત આકારે જાણિયો, તે હારનો ધૂરત ચોર રે; નૃપ પૂછે પણ નવિ માનીયો, કરે ચોર બહુ તિહાં સોર રે.જી. ૯ તિણે નગરી સાચી દેવતા, તેહનું છે ચૈત્ય વિખ્યાત રે; નર તેહિ જ સાચો જાણીએ, તિણે ચિત્ય જે રહે રાત રે. જી. ૧૦ કહે રાય જો હાર લીયો નહિ, તો સાચી દેવી અવદાત રે; નૃપ વચન સુણી તસ દેહરે, રહ્યો રાત ગઇ મધરાત રે. જુ. ૧૧ ઈણિ અવસર ખગહી કરી, કહે પ્રગટ થઈ તે દેવ રે; પાપી તે હાર ગ્રહયો સહી, એ ચોર્યાની શી ટેવ રે. . ૧૨ સુણી ચોર કહે તું પાપિણી, તેં ધૂત્યા સધવા લોક રે; વિણ લીધે ચોર મુઝને કહે, સત્ય નામ ધરાવે કોકરે. જી. ૧૩ કહે દેવી હું સહુ લોકમાં, શું સત્ય સુગુણની ગેહ રે; કહે ધૂર્ત જો સાચી તું અછે, તો ટાલ મુઝ સંદેહ રે. . ૧૪ એક જનક પુત્ર પરદેશથી, આવે છે ઉજેણી પંથ રે; છે નામ મહીધર બાપનું, સુત નામ અછે પલિમંથરે. જી. ૧૫ જબ પંથ વિશાલે આવીયા, તવ નારી મલી તિહા રોય રે, તસ ગંગા કમલા નામ છે, પણ માત સુતા તે હોય રે. . ૧૬ વિષયાકલ ચાર જણાં મલ્યાં, એક એકને નયણ મલતરે; અણજાણ્યા નરશું પ્રીતડી, તે પહેલાં નયન કરંત રે. જા. ૧૭ ગંધર્વ વિવાહે પરણીયો, મહીધર ડગલાને ત્યાંહી રે; ગંગા સાથે પલિમંથજી, પરણ્યા નિજ નિજ ઉચ્છાંહી રે. ૧૮ માતાને પરણ્યો દીકરો, દીકરીને પરણ્યો બાપ રે; કહો દેવી પરસ્પર શ્યાં થયાં, સસ્પણ નહિ તો તાજો છાપરે. જી. ૧૯ સુરીએ સગપણ વિચારતાં રવિઉદય થયો પર.ત રે; નૃપ સંસદિ જઇ પ્રણમી કરી, થયો સાચ ધૂરત વિખ્યાત રે. . ૨૦
મહાસતી શ્રી સુરસુંદરીનો રસ)
રરર