SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ સેવકે પરિચારિકાને બોલાવી ને કહ્યું પરદેશી શેઠને કહો કે શેઠ બોલાવે છે. પરિચારિકાએ અમરકુમારને સમાચાર આપ્યા. સાહેબ આવી ગયા છે. આપને મળવું હોય તો બોલાવે છે. આપની રાહ જોઇ રહયા છે. અમર ઉઠ્યો. સ્વસ્થતા પ્રાપ્ત કરવા હાથપગ ધોઇને મોં પણ બરાબર ધોઇને તરત વિમલયશ પાસે આવ્યો. આ પ્રમાણે સુરસુંદરીના રાસની આ ચોથા ખંડને વિષે વિશાળ એવી આ દસમી ઢાળમાં શેઠ સકંજામાં સપડાયા છે. બંધનમાં રહેતા શેઠને હવે કેવી રીતે વિમલયશ છોડશે. તે અધિકાર હવે પછીની આગળ ઢાળમાં કહેવાશે. ચતુર્થ ખંડે દસમી ઢાળ સમાપ્ત ⭑ ⭑ (દોહરા) લઘુપણાથી શીખીયો, હજીય ન ગઇ તુઝ ટેવ, જીવિશ કિમ હવે ઇમ સુણિ, લહી મૂર્છા તતખેવ. ૧ શીતલ વાયુ પ્રચારથી, સ્વસ્થ કરી તિણિવાર, વિમલજસા પૂછે તદા, પૂર્વ-તણો અધિકાર. ર વિમલ અમરની મીઠી મુંઝવણ ♦ માંડવી વિમલયશના આવાસમાં પરદેશી વેપારી અમરકુમાર માનસિક પીડાને વેઠી રહયો છે. વિમલયશે પોતાના ખંડમાં આવવા માટે સેવકને આજ્ઞા કરી. અમરકુમાર ભારે હૈયે પગ ઘસડતો વિમલયશ પાસે આવ્યો. અમરના મ્લાન વદન સામે જોતાં કહ્યું- પ્રવાસી શું નિદ્રા નથી આવતી? અત્યારે મળવા માટે ખાસ મેં બોલાવ્યા છે. અમર નીચી નજરે વાત સાંભળી રહ્યો છે. જવાબ શું આપે? શબ્દો જડતાં નથી. ઘી પી જવાનો ગુનો કરતાં પોતે હવે કોઇપણ ભોગે છૂટી શકે તેમ નથી. વિમલયશ ક :- શેઠ દેખાવમાં ભલા લાગો છો પણ આ ચોરી નું વ્યસન બાલપણાથી શીખ્યા હોય તેવું લાગે છે. જો આ ટેવ સુધાી હોતતો અત્યારે આ દશા નહોત. વિમલના વચનો સહન ન થયા. મુંઝાએલો અમર વિચાર માં છે હવે જીવાશે કેવી રીતે! આ છોડશે નહિ, મારે રહેવું નથી. ને આ વિચાર આવતાં અમર બેહોશ થઇને ઢળી પડયો. વિમલયશનું હૈયું હાથમાં ન રહયું. પોતે અને સેવકો થઇ ને તત્કાળ હોંશમાં લાવવાના પ્રયત્નો કર્યા. શીતળ પવનને ઉપચારોથી અમરકુમાર ભાનમાં આવ્યો. થોડીવારે સ્વસ્થ થયો. વિમલયશે પોતાની પાસે બેસાડયો. મિત્ર! શા માટે મુંઝાવો છો તમને હેરાન નહિ કરું. દુઃખી પણ નહિ કરું. તમારા માલની તપાસ કર્યા પછી તમને રજા આપીશ. અમરકુમાર હેઃ- મહાશય! દેખાવમાં દેવ જેવા લાગો છો. પરંતુ મને શા માટે પજવો છો. મારી આ સ્થિતિ મૃત્યુ સમી લાગે છે. કૃપા કરીને મને મુકત કરો. વિમલયશે મંદ હાસ્ય સાથે કહ્યું. આપ તો ઘણા કુશળ છો. આવા રમણીય સ્થાનમાં મૃત્યુની સંભાવના કેવી? તમારી સેવામાં મેં જરાયે કચાશ રાખી નથી. છતાં આવો ભયંકર આક્ષેપ કરો એ શી રીતે માની શકાય! દયાજનક સ્થિતિ જોઇને વળી વિમલયશે પૂછ્યું. મિત્ર! માનસિક દર્દ થી પીડાવ છો. હું તમારો સાહેબ નથી. અત્યારે એમ સમજો. એક મિત્ર તરીકે મને માની લ્યો. તમારા હૈયામાં ઘોળાતી વાતને ખુલ્લા દિલથી મારી આગળ કહો. જવાની શા માટે ઉતાવળ છે? (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૨૬૭)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy