________________
સમસ્યા ઇમ કહી ઘણી રે, બિહું જાણે સભા સમક્ષ; લોક સવે ચિત્ત ચમકિયા રે, દેખી ઉભય મતિ દક્ષ રે. નૃપ. ૧૯ રાસ રચ્યો રળિયામણો રે સુરસુંદરીનો રસાલ;
વીર કહે શ્રોતા સુણો રે, તેહની છઠ્ઠી ઠાળ રે. નૃપ. ૨૦ ભાવાર્થસભા ઠઠ જામી છે. અપૂર્વ નીરવ શાંતિ છવાઇ છે. જેમ જેમ રાજા પ્રશ્ન પુછે તેમ તેમ બંને વિદ્યાર્થી વારાફરતી તરતજ જવાબ આપે છે. હવે રાજા કુમારને કહે છે તમે સમસ્યાને કરો. તેનો જવાબ કુંવરી આપે. વિવેકી કુમાર રાજાને હાથ જોડી તેમની આજ્ઞા માથે ચડાવી, રજા માંગીને કુંવરીને સમસ્યા કહે છે.
(
Aks +
રાજસભામાં સવાલ પૂછાય, સાંભળી જવાબ સૌ હરખાય. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)