________________
સવાર પડતાં સતી તો પરમાત્માના ધ્યાનમાં લીન છે. દાસી આવીને જોઈ ગઈ. ધ્યાન પુરું થતાં વેશ્યા આવી. રે બહના! મારી વાત વિચારી લીધીને! હવે આ મારો રસ્તો અપનાવ્યે જ છૂટકો.. મારા મૂલ આપેલા વસુલ કરવા જ પડશે ને? વાત સાંભળી સુરસુંદરી કહેવા લાગી- હે અકકા! મારી આગળ તમારી વાત જે કરવી હોય તે વાત ત્રણ દિન પછી કહેજો. સતી મનથી મજબૂત થઇને બોલી રહી છે. ઉપાય સુજતાં વળી વાત કરે છે. જો ત્રણ દિન અંદર આવી વાત કરશો, મારી પાસે કોઈ કામ માંગશો તો સાંભળી લ્યો. હું મારા પ્રાણ ત્યજી દઇશ. અણધાર્યું આવી પડેલું મારું આ દુઃખ જયાં સુધી વિસરી ન જાવું ત્યાં સુધી કંઈ જ કહેશો નહિ. દુઃખ વિસરે પછી તમે જે કહેશો તે કરીશ.
સ્ત્રીના ખુમારીભર્યા શબ્દો સાંભળી વેશ્યા સ્તબ્ધ બની ગઇ. જવાબ ન આપતાં મૌનપણે સતીની વાતનો સ્વીકાર કરીને ઊભી છે ને મનમાં વિચાર્યું કે બળથી કાર્ય પાર નહિ પડે. કળથી કામ લેવું પડશે. એમ ચિંતીને ત્યાંથી ચાલી ગઇ. જો સામી વ્યકિતને જીતવી હોય તો પ્રેમ પાથરવો પડે. પ્રેમથી જીતી શકાય. તો ધાર્યું કામ પાર પાડી શકાય. કપટ કળાથી શત્રુ હણી શકાય છે. હાથી જેવો હાથી પણ ક્રમે કરીને વશ કરાય છે. વળી પર્વતને પણ ઓગાળવો હોય તો પાણીના સતત મારથી ઓગાળી શકાય છે, પડી નંખાય છે. એ જ રીતે આ સ્ત્રીને (સુરસુંદરીને] પણ વશમાં લેવા કળથી કામ લેવું પડશે.
ઢાળ દસમી
(પૂર હોએ અતિ ઉજલું રે... એ દેશી) સુરસુંદરી હવે ચિંતવે રે, કીધાં કર્મ અઘોર; કિણ આગળ કહું વાતડી રે, કરમે પામી કઠોરે રે. ભવિયાં! કર્મતણી ગતિ જોય, કરમે સુખદુઃખ હોય રે, ભ. કરમ સમો નહિ કોય રે ભવિયાં...
એ... આંકણી. ૧ કરમે વેચાણી ઇહાં રે, વેશ્યા દુર્જન સંગ; ખલ પાસે રહતાં થકા રે, શીયલ તણો હોય ભંગ રે. ભ. ૨ એ કાદશ સંયોગથી રે, પામે જગત વિનાશ; કુમંત્રીથી નરપતિ રે, મુનિવર લોભ નિવાસ રે. ભ. ૩ પુત્ર વખાણે ઉનમતિ રે, વિદ્યા વિણ દ્વિજ જાત; કુનંદનથી કુલ નહિ રે, દ્વેષે મૈત્રી - પ્રપાત રે. ભ ૪ લાજ નહિ મદિરાશ્રયે રે, નિધણિયાતો ખેત, કંત વિહુણી કંતયા રે, વિત્ત પ્રમાદ નિકેત રે ભ. ૫ દુર્જન ખલ સેવા થકી રે, વિણસે શીલ મહંત રે; છિદ્ર સહિતના સંગથી રે, ઝલ્લરી દુઃખ લહંત રે. ભ. ૬
(महासती श्री सुरसुंधरीको सस)