________________
છે. એવા સુખોમાં રહેલો તું પરદેશમાં, આવતા સુખદુઃખને કેમ સહન કરીશ? તેં કયારેય તડકો છાંયડો જોયો નથી. જવાની હઠ લીધી છે તેથી ના કંહી શકતા નથી. સર્વ સમયે સાવધાન રહેજો. બીજી પણ વાત સાંભળ. જગતના પ્રાણીઓની પાસે કઇને કઇ ગુણ તો હોય છે. જુદા જુદા પ્રાણીઓ પાસેથી ૩૨ ગુણો મેળવવા જેવા છે. જે હું કહું તે તું સાંભળ! અને હૃદયને વિષે ધારણ કરજે. આવા ગુણોથી શત્રુ પણ મિત્ર થઇને રહે છે. જે કા૨ણે પરદેશમાં કયારેક કોઇ શત્રુ થઇને આવે તો આ ગુણોથી કરીને તેનું દિલ જીતાઇ જવાથી તમારી સેવા ક૨શે. આ ગુણો વ્યવહારિક નિપુણતાના છે. આત્મદૃષ્ટિપૂર્વક આ ગુણોને કેળવી શકાય છે. બત્રીસ ગુણોમાં કેટલાક ગુણો તો પશુઓના વિશે રહેલા છે.
'
સિંહનો એક ગુણ (૧), બગલાનો એક ગુણ (૧), ચરણાયુધ (કુકડાના) ચાર (૪), વાયસ-કાગડાના પાંચ ગુણ (૫), કુતરાના છ ગુણ (૬), ગધેડાના ત્રણ ગુણ (૩), પ્રધાનના ચાર ગુણો (૪), એમ મળીને (૨૪) થાય. વળી હંસ, મો૨, હરણ, માછલુ, માળી, શિયાળ, કોયલ, અને લુહાર આમ આઠનો, દરેકની પાસેથી એક એક ગુણ, એમ ૮ ગુણો મળી કુલ ૩૨ ગુણો થાય.
ઢાળ- બીજી
(સુપાસ સોહામણા રે- એ દેશી)
માય કહે, નંદન પ્રતે, ગુણ બત્રીસ ઉદાર, કુમરજી સાંભળો- એ આંકણી. જિમ કાંતારે એકલો, ગુણ સાહસિક હરિ સાર... કું. ૧ ઇન્દ્રિય ગોપવીને રહે, જિમ બગલો એક ધ્યાન; તિમ નર દેશ-કાલ લહી, કાર્ય કરે એકતાન. કું...૨ મુહૂરત બ્રાહ્મીએ ઉઠીએ, યુદ્ધ કરે રિપુ યોગ; બાંધવ વર્ગ સહિત જમે, બલ જેતો કરે ભોગ. કુ...૩ ઇણપરે ચરણાયુધ તણાં ચાર ગુણ કહેવાય; વાયસના હવે સાંભળો, પંચ ગુણ ગ્રહવાય. કું...૪ મૈથુન ગુપ્ત કરે સહી, કાલે સૌધ કરાય; અપ્રમાદી ગુણ જાણીએ, ધીઠો નવિ ખેતરાય. કું...પ નિંદ્રા સ્ટોક ને જાગતો, શૂર ને સ્વામી ભક્ત; ભૂખ્યા ન ઉઠે સંતોષી, શ્વાનતણા ખટ્ ઉકત, કું...૬ દુ:શ્રાંતોપિ વહત ભાર, શીતોણ નવિ દેહ; સંતોષે સતતં ચરે, રાસભના ત્રણ એહ. કું...૭ મેધા ચાર સચિવની, પરપંચી વાચાલ; સર્વ ભણી સંતોષતો, પર મન લહે તત્કાલ. કુ...૮ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
૫૧