SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પર દુગ્ધ પીએ જિમ જગ હંસા, જલને શ્રવે અપાર; તિમ અવગુણથી ગુણ લીએ, તે નર ઉત્તમ સાર. કું...૯ માન તજે પગ દેખીને, મોર તથા નર જાન; ગુણ ઢંકી નિજ અવગુણ ગ્રહે, મૂકી મન અભિમાન. કું..૧૦ વનમાં ચરતો નાસતો, ફરી જુએ જિમ હણ; તિમ નર પાપ કરતડા ફરી વિચારે મર્ણ. કુ...૧૧ મીન પ૨ે ચંચલ નરા, પોતા તણે વલિ કામ; આળસુ મંદ તણી પરે, બેસી રહે નહિ ઠામ. કુ...૧૨ માળી મધ્યરોપે સહી, ચંપાનું વન ખંડ; ફરતા ધંતૂર પરમુખા, થોહર ને એંડ કું...૧૩ ઇણે દૃષ્ટાંતે નર વલિ, હૃદયે ધરિય વિવેક; મિત્ર કુમિત્ર ભૂંડા ભલા, સકલને ન કરે એક. કું... ૧૪ કોલ તણી પ૨ે સણગીઓ, સંકટ પડે પલાય; ક્ષણમાં ઉભો અહિં વલિ, ક્ષણમાં જોયણ જાય. કુ...૧૫ કોકિલ પરે મધુરું વદે, સકલ સભાને સુહાય; વિણ દીધે જસ તેહના, દીધે કીર્તિ ન માય. કું...૧૬ ભાંગા કટકા લોહના, જિમ સાંધે લોહાર; ભાંગ્યા મન જે મેલવે, લક્ષણ એહ અપાર. કું... ૧૭ એ ગુણ બત્રીસ જે કહ્યા, ધરજો હૃદય મોઝાર; તો સુખ સંપદ પામશો, વૃદ્ધ ચાણકય વિચાર. કું...૧૮ વલિ પરદેશે ચાલતાં, રહેજો જાગતાં ચાર; સંકટ કષ્ટ પડે જિહાં તિહાં ગણજો નવકાર. કુ...૧૯ પશ્ચિમ યામે જાગજો, વ્યાદિ ઉપયોગ; તો સુખ ઇહ પર લોકમાં, શ્રાદ્ધવિધિ સંયોગ કું... ૨૦ કર્મણે ધન સંપડે, ધર્માંણે ૫૨લોય; જિહાં સૂતાં રવિ ઉગમે તિહાં નર આયુ ન જોય. કું...૨૧ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy