SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ કુમર કહે મુજને દેઇ, આશિષ સુખમાં રહેજો; માતાજી સાંભળો. માય કહે કુશલા રહો, દરસણ વહેલું દેજો. કું...૨૨ બીજા ખંડ તણી કહી, બીજી ઢાળ રસાલ; વીર-પણે પરદેશમાં, મા કહે રહેજો બાલ. કું...૨૩ ભાવાર્થ: માતા ધનવતી અમર-સુરસુંદરીને ગુણોની વાતો કરી રહી છે. કોની પાસે કયો ગુણ છે તે કહું છું તો સાંભળ! સિંહનો- સાહસિક ગુણ ગણાવ્યો છે. તે ગુણથી સિંહ જંગલમાં નિર્ભયપણે એકલો રહે છે. સાહસિકતાના ગુણને ગ્રહણ કરજો. બગલોઃ પોતાની ઇન્દ્રિયોને ગોપવી એક ધ્યાનમાં સ્થિર રહેવા રુપ ગુણ બગલામાંથી લેવાનો છે. કોઇ પણ કાર્યમાં એકલીનતારુપ ગુણ જણાવ્યો છે. કુકડોઃ ચાર ગુણો (૧) બ્રહ્મ મુહૂર્તો એટલે ચાર ઘડી- (એક કલાક ને ૩૬ મિનિટ) બાકી રહે રાત ત્યારે ઉઠવું. (૨) દુશ્મનનો યોગ થતાં લડી લેવું. (૩) કુટુંબની સાથે બેસીને જમવું (૪) બળના પ્રમાણમાં ભોગ કરવો. કાગડો : પાંચ ગુણો, (૧) મૈથુન ગુપ્ત રીતે કરવું (૨) અવસરે રહેવા માટેનું મકાન-સ્થાન તૈયાર કરી લેવું. (૩) પ્રમાદ ન કરવો. (૪) ધૃષ્ટ બનવું. (૫) કોઇથી છેતરાવું નહિ. કુતરો : છ ગુણો (૧) નિદ્રાની અલ્પતા (૨) જાગૃતિ (૩) શૌર્ય (૪) સ્વામીભકિત (૫) ભૂખ્યા ઉઠવું નહિ એટલે આહારમાં શરમ ન રાખવી. (૬) સંતોષ. ગધેડો : ત્રણ ગુણો (૧) ખૂબ થાકેલો હોવા છતાં ભાર વહન કરે. (૨) ટાઢ-તડકો શરીરને લાગે તે ગણે નહિ. (૩) સંતોષથી હંમેશા ચરે. પ્રધાનઃ - બુદ્ધિના ચાર ગુણો પ્રધાન પાસે હોય છે તે લેવા જોઇએ. (૧) પ્રપંચ (૨) વાચાળતા (૩) સર્વને સંતોષવા (૪) બીજાના મનને તાત્કાલિક પારખી લેવો. હંસઃ એક ગુણ - પાણીવાળા દૂધમાંથી દુધ પીએ છે પાણી છોડી દે છે તેમ અવગુણમાંથી પણ જે ગુણ હોય તે જ લેવારુપ ગુણ હંસમાંથી લેવા જેવો છે. મો૨ઃ એક ગુણ- મનોહર પીંછાને ધરનારો મોર પોતાના પગને જોઇ માન તજે છે. તેમ માણસે પણ અભિમાન મૂકી ગુણો ઢાંકી અવગુણ શોધી કાઢીને દૂર કરવા. હરણઃ - એક ગુણઃ હરણ વનમાં ચરતાં કે નાસતાં પાછળ વળી જોયા કરે છે તેમ માણસે પણ પાપ કરતાં ફરી ફરી મરણનો વિચાર કરવો. માછલુંઃ એક ગુણ આળસું નહિ બનતા ચપળ બનવાનો ગુણ. માળીઃ એક ગુણ માળી જેમ ચંપક, ગુલાબ વગેરે છોડવાઓને વચ્ચે રોપીને તેની આજુબાજુ ધંતુરા- થોર અને એરંડા વિગેરેને રોપે છે તેમ માણસે પણ વિવેકી બનીને સુમિત્ર, કુમિત્ર તથા ભલા-ભૂંડા વિગેરેને એક સરખા નહિ ગણતાં યોગ્યતા મુજબ વર્તાવ કરવો. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૫૩
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy