________________
જાગી. અને પોતાના આશ્રમમાં તે સ્ત્રી સાથે સ્વૈચ્છિક સુખો ભોગવવા લાગ્યા. તપથી પડયા. ઋષિ ને વિધવાનો સંસાર ચાલ્યો. સંસાર ભં ગવતાં વિધવા સ્ત્રીએ એક પુત્રીને જન્મ આપ્યો. ઋષિરાયે પોતાની કન્યાનું નામ છાયા રાખ્યું. સારા સંસ્કારનું ચિંતન કરતાં ઋષિએ પુત્રીને સકળ કળા સારી રીતે શીખવાડી. ૬૪ કળામાં પ્રવીણ બનાવી.
એકદા છાયાના માતાપિતા - ઋષિરાય અને તેમના પત્ની નિરાંતે એક સ્થાન ઉપર બેઠાં છે. અલકમલકની વાતોથી વિરામ પામેલા વિચારે છે. આપણે હવે ચારે તીરથની યાત્રા કરીએ, જેથી કરીને પુણ્યને એકઠું કરીએ તો વળી પાછા ભવાંતરમાં સાથ રહે. છાયાની મા કહે :-હે નાથ! તમારી વાત સાચી છે. પણ આપણી દીકરીને કયાં રાખવી? ઋષિ કહે - દીકરીને વિશ્વાસુ હોય તેને સોંપીએ, જેથી કરીને દીકરીનો અને દીકરીના હૈાવનનો વિનાશ ન થાય. અને પાછળથી પસ્તાવું પણ ન પડે. તે કારણ થી માતાપિતાએ છાયાને પોતાના વિશ્વાસુ યમરાજાને સોંપી. અને બંને જણા પાપને ધોવા પુણ્ય કરવા અર્થે જગતના તીરથની યાત્રા કરવા નીકળ્યા.
ઢાળ આઠમી
(ત્રીજે ભવ વીસ સ્થાનક તપ કરી. -એ દેશી.)
દેખી સરુપ તિહાં 'રવિપુત્ર, નારીપણે આદરો, જાર પુરુષના ભયથી છાયા,ઉદરમાંહી યમ ધરતો રે. પ્રાણી મદન વિંડબન જો જો એ આંકણી. ૧ સ્નાન કરે ગંગામાં જયા ઠરે, તસ નઇ તીર હવંત, વાયુ દેવ સા-વાત લહીને, મિત્ર અગ્નિને કહંત રે. પ્રા. ૨ તો અગ્નિ ખપ માંડયો ઘણેરો, છાયાનું શું એક મન્ન, અગનિ છાયા વિષયસુખ પ્રેમે, વિલસે યમથી પ્રચ્છન્ન. પ્રા. ૩ યમની ભીતથકી અગનિને, રકત-વિષય સા નાર, ગુપ્તપણે વિષયસુખ સેવી, રાખે ઉદર મઝાર રે. પ્રા. ૪ વળી ઉદરમાં યમ રાખે તેહને, સુખ વિલસે નિજ ધામ, સુર તેત્રીસ કોડી રહે ભૂખ્યા, અનલનો જાણે ન ઠામ રે. પ્રા. પ વિણ અગનિ કહો કિમ અન્ન પાકે, ભૂખ કહો કિમ વામે, ઇમ સુરલોક કોલાહલ દેખી, ઇન્દ્ર સમાચાર પામે રે. પ્રા. ૬ મઘવા વાયુ મિત્રને પૂછે, વાત સકલ તિણે ભાખી, વજ્ર વદે કરો પ્રગટ શિખિને, લોક સકલ દુઃખ દાખી રે. પ્રા. ૭ પવને નિજ ઘર તેડયા, ભોજન કરવા સુરગણ જાણ, સકલને એક એક આસન માંડયાં, યમને આસન ત્રણ્ય રે. પ્રા. ૮ (મહાસતી થ્રી સુરસુંદરીનો રાસ
-
(૧૬૭)