________________
કરી છે અને સાથે પાકશાસ્ત્ર રસવતી રસોઇમાં પણ પ્રવીણતા દાખવી છે. પોતાના મહેલમાં કળાને ીલવવા લાગી. દરરોજ અવનવી વાનગીઓ બનાવીને માતાપિતાને જમાડે છે. આ કળામાં વિશેષ વિશેષ પ્રવિણતા મેળવે છે.
આ બાળાની કળા જોઇને ચંદ્રમા પોતે આ કળાનો અભ્યાસ કરવા આકાશમંડળમાં રાતદિવસ ભમ્યા કરે છે.
ગુણવાન સંતાનની ચિંતા હંમેશા માતાપિતાને રહેતી જ હોય છે. બાલ્યકાળ પૂરો થઇ ગયો. યુવાવસ્થાને પ્રાપ્ત થયેલી કુંવરીની ચિંતા રાજાને વધારે ચિંતાતુર કરે છે. કારણ કે ભાવિની ચિંતા જ સતાવે દીકરીને માટે વરની જ મોટી ચિંતા હોય છે. એકદા રાજા આ ચિંતાને લઇને રાણીના મહેલે ગયો અને રાણીને કહે છે.
ઢાળ સાતમી
(સ્વામી તુમે કાંઇ કામણ કીધું... એ દેશી)
એક દિવસ રાજા પરભાત, રાણી પ્રત્યે કહે તેહિ જ વાત; કામિની, મનમોહન પ્યારી, વિશ્વમાં જન મોહન મારી, સાંભળો રંગીલી - એ આંકણી. એ કુમરી સુરસુંદરી બાલ, શિખી વિનય વિવેક વિશાલ...કા...૧ જાણે શાસ્ત્ર વિનોદ વિચાર, ચાતુરતાદિક ગુણ નહિ પાર; યૌવનવય પૂરણ લહી સાર, જગમાં રુપ તણો ભંડાર...કા...૨ દેખી કુમરી જીવ દયાલ, કવિ ઉપમા દેવે તત્કાલ; પંચબાણ તણી રાજધાની, જાણે સ્વર્ગ થકી સા આણી...કા...૩ અધર વિદ્રુમ હસિત સિત ફુલ, કુચફલ કઠિન કલશ બહુમૂલ; શ્લાધ્યવદન શોભે ગુણ થોકે, અંબરથી 'દ્વિજરાજ વિલોકે...કા...૪ શુકલપક્ષે, અભ્યસે સુવિષાદ, પુનિમને દિન કરતો વાદ, વાદ કરતા લઘુતા પાવે, દિન દિન ખિણપણું તિણે થાવે...કા...પ કર્ણે દોય સમુજજલ પહલકે, ઇન્દુ હરિ સમ કુંડલ ઝલકે; કંઠે બિરાજે નવસરહાર, તે જાણી જે હરિ પરિવાર...કા...૬ સારંગ અક્ષ ઇષુ સા મૂકે, પંથ વહંતા નરને રોકે; નેત્ર વિલોકી ત્રપાએ વિનકો, ચંદ્રવિમાન વિચે મૃગ પેઠો...કા...૭ નાશા મૌકિતક વાળી સુહાય, વેણિ ટિતટશું લપટાય; સુંદર પેખી કટિતટીલંક, વનમાં હિર ગયો આણી શંક...કા...૮ પાણિ ચરણ જિમ પંકજ નાલ, લાજી વસ્યા જલમાં સુકુમાલ; ચરણ થકી ચિઠુંઅંગુલ ચરણો, ઉંચો પહિરો રાતા વરણો..કા...૯
૩૬
મહાસતી થ્રી સુરસુંદરીનો રાસ)