SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી થઇ મોશે પહોંચી ગયા. જે છેલ્લા બાળ મુનિ હતા તેના માટે બંધક મુનિએ મના કરી. મને પહેલા પીળી નાંખ પછી બાળ મુનિને પીળજે. પાલક મંત્રી માને ખરો? બાળ મુનિને ઉંચક્યા અને ઘાણીએ નાંખ્યા. તેઓ પણ કેવળ પામી મોક્ષે ગયા. પણ બંધક મુનિ છેલ્લે મનને કાબૂમાં ન રાખી શક્યા. ક્રોધે ભરાયા અને નિયાણું કર્યું કે મારા ચારિત્ર બળે હવે પછીના ભવે આ રાજા અને પાલકને મારનારો થાઉં. ને બંધક મુનિએ ઘાણીએ પીલાયા અને અગ્નિકુમાર દેવ તરીકે ઉત્પન્ન થયા. ક્રોધના આવેશમાં પાલક મંત્રીએ કેવા ભયંકર કુકૃત્યો કર્યા અને છેવટે મરીને સાતમી નરકે પહોંચ્યો. ક્રોધના ફળે બંધક મુનિ કે જેઓએ ૫૦૦ શિષ્યોને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવી અને પોતે પણ આ માટે સક્ષમ હોવા છતાં છેલ્લી ઘડીએ ક્રોધ આવતાં નીયાણું કર્યું અને મોક્ષ માર્ગથી વિચલીત થયા. તેજ રીતે પલક મહામંત્રીએ ક્રોધના ભયંકર ફળ સાતમી નારકીએ ઉત્પન્ન થઈ ભોગવ્યા. પોતનપુરના રાજર્ષિ શ્રી પ્રસન્નચંદ્ર મુનીશ્વર ઉત્કૃષ્ટ પણે સંયમને પાળતા હતા. એકાદ રાજગૃહી નગરની બહાર ધ્યાનમાં ઊભા હતા. બે હાથ ઊંચા અને એકાગ અદ્ધર, આંખ બંધ કરી અપૂરવ ધ્યાનમગ્ન હતા. શ્રેણિક રાજાના દુર્મુખ અનુચરના શબ્દો કાને પડતાં. -- “અહિં ધ્યાન ધર્યું છે. રાજનગરી ભયમાં - પરિવાર બધો ચિંતામાં છે. આવો ધર્મ કોને કહ્યો? આ વચનો સાંભળતા મુનિ ક્રોધે ભરાયા. ભાન ભૂલ્યા. ધ્યાનમાંને ધ્યાનમાં રણસંગ્રામ ચાલુ થયો. ક્યાં સુધી? સાતમી નારકીના કર્મદલિક બંધાયા. (આ દલિકમાં રસ નાખ્યો ન હતો) ને એ માનસિક યુદ્ધ કર્યું. કોઇ શસ્ત્ર ન રહેતા, માથાનો મુગટ લેવા હાથ ઉપાડ્યો માથે મુંડન ભાન થયું હા! હું ક્યાં? પાછા વળ્યા. પળમાં પાછા શુક્લધ્યાન કરીને ક્રોધથી બંધાયેલા નરકના દલિકને એપવીને, કેવલજ્ઞાન-દર્શન મેળવ્યું. આવી ક્ષમતા? ક્રોધ જતાં આવે. ક્રોધ હોય ત્યાં ક્ષમા ન હોય. ક્ષમા હોય ત્યાં ક્રોધ ક્યારેય રહેતો નથી. હે શ્રેણિક! સાંભળ! આ રીતે વીરનિણંદે કહ્યું છે. વળી પરશુરામે ક્ષત્રિય વિનાની પૃથ્વી કરી. તેની સામે બ્રહ્મદત્ત ચક્રવર્તિએ ક્રોધને વશ થઈને ૨૧ વખત બ્રાહ્મણ વિહોણી પૃથ્વી કરી. ચક્રવર્તિપણાને પામેલા બ્રહ્મદત્ત અને સુભૂમિ ક્રોધના વશ થકી સાતમી નરકને પામ્યા. - કૂમકકુમાર વૈશાલી નગરીમાં શેરીએ શેરીએ પુણ્યવિહોણો કુમક હાથમાં શકોરું લઇને ફરી રહ્યો છે. આખો દિવસ રખડવા છતાં ઉદરપૂર્તિ પણ (ભીખ) મળતી નથી. એકદા વસંતોત્સવની ઉજવણીમાં નગરજનો નગરની બહાર વનમાં ગયા છે. નગરી આખી ખાલી છે. ઠુમક પણ પોતાનું શકોરું લઈને ભીખ માંગવા નગરજનોની પાછળ વનમાં ગયો. વનોત્સવમાં નગરલોકો મન મૂકીને ક્રિડા આનંદ મનમાની મોજ માણી રહ્યા છે. દુમકની સામે જોવાની કોઈને ફુરસદ નથી. ભૂખથી પીડાયેલો દુમક લોકો પાસે ખાવાનું માંગે છે. પણ પૂર્વના પાપના ઉદયે સૌ તેને ધુત્કારે છે. પણ ચપટી ખાવાનું કોઈ આપતું નથી, કંટાળેલો ઠુમક ગુસ્સે થયો. વનની બાજુમાં નાના પર્વત ઉપર જઇને બેઠો. વિચારે છે કે મને કોઈ ખાવા આપતું નથી. પણ અહિંયા કેવી મિજબાની ઉડાવે છે. લોકો પાસે છે ઘણું પણ મને કોઈ આપતું નથી. તો આ બધાને એકી સાથે આ પર્વત ઉપરથી આ મોટી શિલા ગબડાવીને મારી નાંખુ, ખાવાનું ન મળતાં આર્તધ્યાનમાં પડેલો કુમક ગુસ્સામાં “સૌને મારી નાંખુ' આ પ્રમાણે રૌદ્ર ધ્યાનમાં ચાલ્યો ગયો. કેટલા દિવસનો ભૂખો હોવાથી તે તદન અશક્ત છે છતાં ઘણું બળ એકઠું કરીને પર્વત ઉપરની શીલા ગબડાવવા મહેનત કરી. પણ શિલા ગબડે તે પહેલા તે ગબડ્યોને તે જ શિલા ને તે આવી ગયો અને તેનું કરૂણ મોત થયું. આમ રૌદ્ર ધ્યાનને પરિણામે તે નરકમાં પહોંચી ગયો. પરાક્રમથી યુક્ત ત્રણખંડના અધિપતિ કૃષ્ણમહારાજા જેના બંધુ છે, તેના નાનાભાઈ સુકોમળ શરીર વાળા ગજસુકુમાર પ્રેતવને જઇ શુભધ્યાન ધરતા હતા. કાયોત્સર્ગમાં રહેલા મુનિની ઉપર સોમિલ સસરાએ પૂર્વકૃત વેરને સંભારતા ક્રોધથી ધમધમતા માટીની પાધ માથે બાંધી, ખેરના ધગધગતા અંગારા ભર્યા. ક્રોધને શરમ ન આવી. આવો ભયંકર ઉપસર્ગ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy