________________
વિદ્યાની પ્રાપ્તિ ભાવાર્થ :
રતજટીની પ્રથમ પટ્ટાણી સુરસુંદરીની ભકિત કરે છે. મેવા મીઠાઇ પકવાન વગેરે ભાવપૂર્વક મનગમતાં પીરસી પ્રેમપૂર્વક જમાડી રહી છે. અતિ આગ્રહ કરી કરીને જમાડે છે. બેન! હવે તમે તો સાસરે જવાના. અમને આવો સેવાનો લાભ કયારે મળશે? જો બેની ! સાંભળ! જમતી નણંદીને ભાભી કહે છે કે હવે તમે જવાના છો, તો અમારી યાદીમાં તમારા ભાઇ પાસેથી વિદ્યાની માંગણી કરજો. ભાઇ પાસે બધી વિદ્યાનો ભંડાર છે. માંગશો તે આપશે.પણ તેમાં મારી યાદીમાં ૫ બદલવાની “રૂપપરાર્તિની” વિદ્યા લેજો.
આ વિદ્યા તમારા સુખને માટે થશે. જીવનમાં ઘણી ઉપયોગી નીવડશે. આ વિદ્યા તમારા ભાઈ તમને જરુર પ્રેમપૂર્વક ભણાવશે. વળી તમે પણ વિદ્યાને સારી રીતે ગ્રહણ કરી શકશો. ત્યારબાદ બીજે દિવસે બીજી નારી નણંદીની ભકિત કરવા લાગી. પહેલી નારીની જેમ જ ભકિત કરી રહી છે. રતનટી પણ દરરોજ પ્રેરણા કરવા લાગ્યો. પ્રેમપૂર્વક-શ્રેષ્ઠ ભકિત-પ્રયુકિતપૂર્વક ભકિત કરતી થકી કહી રહી છે. હે નણંદીબ! હવે તમે તો અમને મૂકીને જવાના. સાસરીયા મળી જશે. અમને ભૂલી જશો. પણ અમે તો તમને ભૂલવાના નથી. અમારા સૌના સંભારણારુપે તમારા ભાઇ પાસે, “અદશ્ય કરણી” વિદ્યા મેળવજો. આ વિદ્યા તમારા માટે ઘણી સુખદાયી છે. જીવનમાં ઘણી ઉપયોગી થઇ રહેશે. માટે જરુર આ વિદ્યા મેળવજો.
હવે ત્રીજી નારી ત્રીજા દિવસે નણંદની ભકિત કરવા લાગી. પહેલી, બીજીની જેમ મેવા મીઠાઇ જમાડીને પછી નિરાંતે બેઠા છે. નણંદીની સાથે અલકમલકની અવનવી વાતો ચાલી રહી છે. મમતા થકી બેનડીને, મનમાન્યા ભોજન કરાવ્યાનો સંતોષ માનતી ભાભી કહે છે બેની ! તમે જવાના? તમારો વિયોગ સહન નહિ થાય. અત્યાર સુધી તો કેવી મમતાથી અમારી સાથે રહ્યાં છો! અમારા સ્નેહ સંભારણા રુપે તમારા ભાઈ પાસેથી “પર વિદ્યા છેદિની.” વિદ્યાને પ્રાપ્ત કરજો. આ વિદ્યા સઘળી વિદ્યામાં શિરોમણી છે.
ત્યારબાદ ચોથે દિવસે ચોથી નારી સુરસુંદરીની મનમાની ભકિત કરી રહી છે. અંતરંગ ભકિત વસી છે. અનુરાગ ને પ્રીતિથી ભોજન કરાવી રહી છે. ભોજન કરતી નણંદીને મીઠો ઠપકો આપી રહી છે. સાસરે જવાના છો. સાસરિયા મળશે. નવલો નાવલિયો મળશે. કેમ બરાબરને? ત્યારે આ ભાઈ કે ભાભી કોઈ યાદ આવશે નહિ. સાસરીના સુખમાં પિયેરનું પાંદડું પણ યાદ ન આવે. આવા નગુણા ન થતાં. તમારા ભાઈ તમને મૂકવા આવશે. અમારા સૌના સંભારણામાં ભાઇ પાસેથી “કુંજર શત બલ વિદ્યા મેળવી લેજો. કુંજર શત બલ એટલે સો હાથી જેટલું બળ પ્રાપ્ત કરવાની વિદ્યા, જે વિદ્યા વડે કરીને દુશ્મનના સમુહને જીતી શકાય.
આ પ્રમાણે ચારે ભાભીની સેવા ભકિતને પામતી હતી. વળી ચાર ભાભીના ચાર બોલ જે વિદ્યા શીખવાના તેને પણ મનમાં અવધારણ કરે છે. એવામાં ખેચરરાય સુરસુંદરીને કહે છે, હે બેન! તારામાં રહેલા ગુણોની શી વાત કરું! ગુણના સમૂહરુપ તું તો મીઠી સહકાર(કેરી) સરખી છું. અને અમે સૌ પોપટ સરખા છીએ. મીઠી કેરીથી લચી પડેલા આંબાને પંખીઓ જોતાં ને તે કેરીને ખાતાં મહાસુખને પામે છે. અમે પણ તને જોતાં મહાસુખને પામતા હતા. પણ બેન! તે તો જવાની વાત કરી. પરદેશીની પ્રીતિ શી કરવી? છતાં મારે ત્યાં અત્યાર સુધી તું જે રહી, તેથી મને તથા તારી ભાભીઓને ઘણો આનંદ હતો. હવે તારા જવાથી, તારો વિયોગ અમથી નહિ સહેવાય. તારા વિયોગે અમે સૌ દુઃખી થઇ જઇશું. તારા વિયોગથી થતું દુઃખ, તે વર્ણન કઈ રીતે કરું. સુણ બેનડી! અત્યાર સુધી મેં તો તારી કંઈ ભકિત કરી નથી. તું
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)