________________
મહાપુણ્યશાળી છે, વળી સૌભાગ્યવતી છે. માનસરોવરમાંથી હંસ ઉડી જાય તો માન સરોવરની શોભા ચાલી જાય. તેવી જ રીતે અમારા પરિવાર રુપ માન સરોવરમાં તુ હંસ સરખી હતી. તારા જવાથી અમારી શી શોભા! વળી હંસ જયાં જાય ત્યાં તેને માન સરોવર મળી જશે. હંસને સરોવરની ખોટ નથી. પણ જે સરોવરમાંથી હંસ ઉડી જાય તે સરોવરને મોટી ખોટ પડી જાય છે. તેવી રીતે તારા જવાથી અમારે અહીં મોટી ખોટ રહેવાની છે. વળી ભ્રમરોને ઘણા પુષ્પો હોય છે. જયાં જશો ત્યાં તમારા પુણ્યવડે પુણ્યરુપ ઘણી સંપદાને પ્રાપ્ત કરશો. તમે જવાની ઇચ્છા દર્શાવી પણ અમે તમને કેમ કહીએ કે બેન તમે જાઓ. રજા કેમ આપી શકાય! એ કહેતાં તો અમારી જીભના સો ટુકડા થઈ જાય છે. કઈ જીભે તમને કહીએ કે બેન જાઓ. સંસારમાં ગુણવંતને કોણ ન ઝંખે? ગુણવંતની જગતમાં સૌ કોઈ ઇચ્છા કરે છે. અમે તમને ઝંખીએ છે. અને તમે તમારા સંતને ઝંખો છો. તો શું તમને રખાય! માટે તૈયારી કરો. હું આપને બેનાતટ નગરે મૂકી જઇશ. હે ભગિની! જે જોઇએ તે માંગી લ્યો. માંગશો તે આપીશ.
Rય
s\wp.
GOD..
બેનાતટના ઉપવને, વિદ્યાધર મૂકી જતો બેનને. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૧૫)