________________
જતા હો તો ત્યાં પણ આવવા તૈયાર છું. વેપાર માટે મારા સ્વામી ત્યાં ગયા છે. સાથે ઘણો મોટો પરિવાર છે. મારા નસીબ થકી મારા પતિનો મેળાપ ત્યાં થઇ જશે.
સતીની વાતનો સ્વીકાર કરીને, પુત્રીપણે માનીને, સતીના રુપમાં અંજાએલો હરામી શેઠ પોતાના વહાણમાં બેસાડીને લઇ ચાલ્યો. સુંદરીએ યક્ષરાજની રજા પહેલેથી લઇ લીધી હતી કે દિવસના કયારેક વહાણ આવી જશે તો ચાલી જઇશ. યક્ષરાજે પણ રજા આપી. બેટા! તારું હિત થાય ને તારું શીલ સચવાય તેમ હોય તો તું તારે વહાણમાં ચાલી જજે.
હવે વહાણમાં બેઠેલા દરિયા માર્ગે જતાં કંઇક કેટલા દિવસો જવા લાગ્યા. વહાણમાં રહેલો વાણિયો-વેપારી હવે તક મળી છે, સતીને પોતાની કરવાની. વહાણમાં રહેલી હવે કયાં જવાની છે? આ પ્રમાણે વિચારતો શેઠ રુપમાં પાગલ બન્યો છે. કામવાસના તેના શરીરે વ્યાપી છે. આ સુંદરી પોતાના તરફ ઢળે એવા ઉપાય કરવા લાગ્યો. અરીસામાં પોતાના રુપને જોતાં ... સુંદરી પાસે જવા માટે પોતાના રુપને વધુ શણગારવા લાગ્યો. કામદેવને વશ પડેલો દાસ સતીને આપેલા વચનને ભૂલી ચાલ્યો. નયનોને નચાવતો સતી સામે આવે છે. રુપ પાછળ પાગલ બનેલો શેઠ પોાતનું ભાન ભૂલ્યો. સુંદરીને મેળવવાની ચિંતામાં, હૈયે શાંતિ જરાયે નથી. મહાસતી સુરસુંદરીના અનુપમ રુપ દેખીને વ્યભિચારી શેઠ હૈયામાં હસી રહ્યો છે. સુવર્ણ : અર્થ ત્રણ થાય છે. સુવર્ણ- સારા અક્ષર તેને જોઇ કવિ આનંદ પામે. સુવર્ણ. સુ- વર્ણ સુસારુ રુપ તેને જોઇને વ્યભિચારી હર્ષ પામે છે. સુવર્ણ- સોનુ. તેને જોઇને ચોર હર્ષ પામે છે. શેઠ તો પોતાનો સુંદર દેહપોતાનું રુપ જોઇને વધુ આનંદ પામ્યો છે. મનમાં થાય છે કે મારા વહાણમાં રહેલી આ સ્ત્રી મને જોઇને જરુર વશ થઇ જશે. પણ કામાંધ શેઠને કયાંથી ખબર હોય કે આ સુંદરી તો મહાસતી છે.
ઢાળ સાતમી
(દેખી કામિની દોય કે કામે વ્યાપિયો રે હે કામે. એ દેશી)
દેખી સુંદરી શેઠ કે કામે વ્યાપિયો રે- કે કામે વ્યાપિયો રે, બોલનો કરીય અબોલ, નિટોલ તે પાપિયો રે. -કે નિ. કુંજર - કર્ણને પીપલ પર્ણ તણી પરે, રે- કે. ૫. જિમ વસુધેશનું માન, શેઠનું ચિત્ત ફરે રે- કે. શે. ૧ અન્ન ન ભાવે અહર્નિશ, નિદ્રા નવિ લહે રે- કે. નિ. જગમાંહિ નર આઠ તે, નિદ્રા નવિ ગ્રહે રે- કે.- નિ. બહુલ કુટુંબને સ્વજનને વિ-મુકતહ વ્યાધિયો રે- કે. મુ. વિદ્યાર્થી ધન લોભ, સરોષી દાધિયો રે. કે- સ. ૨ રમણી વિયોગી નારી, પરાણી રસ થકે, રે- કે- પ. વાયસ પૂર્ણ તડાક, તજી કુંભોદકે રેઘો ન પેખે ઉલૂક, રજનીએ વાયસા, રે- કેકામાંધ નવિ દેખે, વાસર ને નિશા રે- કે-વા. ૩
કે-ત.
૭૮
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)