________________
.
સાનિધ્ય કરજો. માતજી દેજો વચન વિલાસ; પ્રથમ ઉદ્યમ મે માંડીયો, જેમ હુએ અધિક ઉલ્લાસ. ૮ સુરસુંદરી શીયલે સતી, સતીયોમાં સુપ્રકાશ; તાસ રાસ રચતાં થકાં, મુજ મુખ કરજો વાસ. ૯ બુદ્ધિ મંદ છે માહરે, પણ તુમ ભક્તિ સમેત; કોકિલ જે મધુ-૨વ કરે, આમ્ર સમંજરી હેત. ૧૦ ૧-સર્વગુણની ખાણ, ૨-અપ્રિય
ભાવાર્થ :
ગ્રંથકાર શ્રી વીરવિજયજી મહારાજ મંગલાચરણ કરવા માટે ત્રેવીસમા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રાર્થના કરતા કહે છે કે... જગતમાં સઘળા ગુણોનો ભંડાર, મનોવાંછિત આપનાર, સુખ સામગ્રી આપનાર, હંમેશાં જેમનું નામ સ્મરણ કરવા યોગ્ય તથા સૂર્ય કરતા તેજસ્વી જેમનું નામ શંખેશ્વર છે એવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ જય પામો. જય પામો.
હે સરસ્વતી માતા! શ્રી નવકાર મહામંત્ર ઉપર અવિહડ શ્રદ્ધા તેમજ શીલરક્ષણના સંબંધવાળો રાસ રચવા હું તૈયાર થયો છું. તો, હે માતા! મને સહાય કરો. મા! આપ કેવા છો? ઇચ્છિત મનોરથ પૂરનાર છો. અસત્ય ને અપ્રિય વચનને દૂર કરનાર છો. કાશ્મીર પ્રદેશમાં વસવાવાળા છો. વળી કવિશ્રી સરસ્વતી માતાનુ જુદા જુદા નામથી સ્તવના કરે છે. હે ભારતી! હે સરસ્વતી! હે શારદા દેવી! હે હંસગામીની! હે વિષામાતા! હે વાઘેશ્વરી! હે કુમારિકા! હે પવિત્ર દેવી! હે બ્રહ્મસુતા! હે ત્રિપુરા દેવી! હે વિશ્વવિખ્યાતા! હે ગૌરી! આવા અનેક નામોથી આપ ઓળખાવ છો.
વળી આપ, તો કવિજનોની, પંડિતોની માતા છો. આપ મારી પણ માતા છો. તો કૃપા કરીને મા૨ી જીભે વાસ કરજો. આપનું સ્મરણ જે ભવ્ય જીવો કરે છે તેની બુદ્ધિ નિર્મળ બને છે. તેથી હું પણ આપને નમસ્કાર કરુ છું. જે નમસ્કાર, અમારા માટે ગુણસુખના ધામરુપ છે. હે ત્રિભુવનમાતા! હે શારદા મૈયા! જગત ઉપર આપનો ઉપકાર મહાન છે. તમારી કૃપાથી આપની વાણીથી શ્રુતધર્મને સમજી આઠ કર્મની જંજીરને તોડી અનંતા જીવો શિવસુંદરીના સ્વામી બન્યા છે. માટે આપનો ઉપકાર ભૂલાય તેમ નથી.
હે માત! મને આપના સાન્નિધ્યમાં રાખો અને મને વચનરસ આપો. કારણ, મહાસતી સુરસુંદરીના ગુણગાવા હું તૈયાર થયો છું. હુ જાણુ છું મારી અલ્પ મતિ છે. છતાં મેં ભગીરથ પ્રયત્ન આદર્યો છે. બે હાથ વડે સમુદ્ર તરી ન શકાય. છતાં સાહસ કર્યુ છે સમુદ્ર તરવા. તેજ રીતે મહાસતીના ગુણ ઘણા છે તેને હું આ ગ્રંથમાં ગાઇને ગુણગ્રાહી બનવા ઉજમાળ બન્યો છું. મારી જીલ્લાઅે આપનો વાસ હોય પછી મારે કંઇ જોવાનું રહેતું નથી. જરુર, મારો આ પ્રયાસ જગતના જીવોને આનંદ અને ઉલ્લાસને વધારનારો બનશે. તમારી ભક્તિયુક્ત મારી મંદબુદ્ધિ, આંબાડાળે કોયલ મંજરી દેખીને કલ૨વ કરે, તેમ ખીલશે.
શ્રોતાજનો! કવિ એ અહીં આધ્યાત્મિક ભાવમંગલ કર્યુ છે. બાહ્યમંગલમાં કુંભ ઘડો મૂકો. ગોળ ધાણાં ખાઇ શરુઆત કરો. જ્યારે મેં તો પ્રથમ પંચ પરમેષ્ઠિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું સ્મરણરુપ મંગલ કર્યુ. તે મંગલ કર્યા પછી સરસ્વતીની સ્તુતિ કરી. હવે ગુરુવરની સ્તવના રુપ મંગલ કરે છે. ભવરણમાં ભટકતા એવા પ્રાણીને ગુરુભવગંતો ભોમિયા સમાન છે. દઝાડતી અને બળતી એવી મરુભૂમિમાં ગુરુભગવંત તરુવર સમાન છે. ઉપકારી ગુરુવર્યોની સ્તવના કરે છે.
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૨