________________
રસ્તામાં વિચાર કરતો જઈ રહ્યો છે, બીજા ઋષિ ભગવંતને વિનંતી કરુ ને હા પાડે તો મારી ભાવના પૂરી થાય. તરત વિશ્વામિત્ર ઋષિ યાદ આવ્યા. તરત વિશ્વામિત્ર ઋષિના આશ્રમે ગયો.પ્રણામ કરીને ચરણ પાસે બેઠો. ઋષિ પૂછે છેમહાભાગ! કેમ આવવું થયું? પુરુષ કહે- હે મુનિભગવંત! મારે યજ્ઞ કરાવવાની ભાવના છે અને તે માટે હું આપની પાસે આવ્યો છું. વસિઋષિને યજ્ઞની વાત કરી.મને ના પાડી. તેથી આપની પાસે આવ્યો છું. શત્રુભાવને કારણે વિશ્વામિત્ર વસિષ્ઠનો પતિત પાસે યજ્ઞ ન કરાય તે વચનનો છેદ કરવા પતિતને યજ્ઞ માટે હા પાડી. આવતીકાલે યજ્ઞ કરાવીશ. વિશ્વામિત્ર મુનિએ યજ્ઞની હા પાડતાં, તેમના કહેવા મુજબ બીજાપણ કેટલાયે ઋષિમુનિઓને આ યજ્ઞમાં આવવા માટે આમંત્રણ અપાયા. સમયસર સૌ ઋષિ મહાત્માઓ આવી ગયા. વિશ્વામિત્રએ વસિષ્ઠને આમંત્રણ ન આપ્યું. તેથી વસિષ્ઠ વિના સઘળા ઋષિઓ હાજર થયા. સૌની હાજરીમાં યજ્ઞ નિર્વિધ્ધ થઈ ગયો. ત્યારબાદ વિશ્વામિત્ર યજ્ઞ કરાવનાર પુરુષને કહે છે - યજ્ઞના પુણ્ય થકી તારા એ દેહથી તું પોતે સ્વર્ગમાં જા. વિશ્વમિત્રની કૃપાથી પુરુષ સ્વર્ગમાં ગયો.
સ્વર્ગમાં પહોચ્યો અને ઇન્દ્રની સભામાં પણ ગયો. ત્યાં ઇન્દ્ર કહ્યું કે તું કયાંથી આવ્યો? પુરુષ કહે - વિશ્વામિત્ર ઋષિ પાસે યજ્ઞ કરાવ્યો. અને એમની કૃપાથી આપને ત્યાં આવ્યો છું. ઇન્દ્ર કહે - તું તો અછૂત છે. તારી પાને યજ્ઞ કરવાય નહિ. ઇન્દ્ર સભામાંથી કાઢી મૂકયો. ત્યાંથી નીકળી તે પુરુષ વળી પાછા વિશ્વામિત્ર ઋષિ પાસે આવ્યો. પુરુષની પાસેથી વાત સાંભળી, છતાં વળી પાછો તે પુરુષને ઋષિએ સ્વર્ગમાં ઇન્દ્ર પાસે મોકલ્યો. ના કહેવા છતાં બીજીવાર મનુષ્યનાદેહે આવેલો જોઇને ઇન્દ્ર મહારાજ ઘણા કોપાયમાન થયા. આ પતિત ભય પામી ત્યાંથી ભાગી છૂટયો.વળી ઋષિ પણ પતિતને પાછો આવેલો જોઇને ઇન્દ્રદેવની ઉપર વૈર ઉત્પન્ન થયું. સૃષ્ટિનું નવું સર્જન કરવા માટે, આળસ ખંખેરી ઉગ્ર તપ કરવા લાગ્યો. તપબળથી ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થતાં ઇન્દ્ર વિચારવા લાગ્યો છે. અહો! આ ઋષિએ તપ આકરો આરંભ્યો છે. તેમની શકિત અપરંપાર ભેગી કરી છે. હજુ પણ જો તપમાં આગળ વધશે તો મારું સ્થાન ઋષિ મેળવી લેશે. એટલી ઊંચી તપની પરાકાષ્ટાએ પહોંચવાની તૈયારી છે. મારું સ્થાન ન જાય એવો ઉપાય અજમાવવો પડશે. તપશકિતથી પાછો પાડવો પડશે. પડી જાય તો મારું સ્થાન છે તેમ જ રહેશે. એવું વિચારીને કંદર્પની પીડામાં નાખુંતો જ શકિત ઓછી થાય. તરત જ મેનકાદેવીને બોલાવી તેને સકલ વાત સમજાવીને કહ્યું “પૃથ્વીતળ પર રહેલા વિશ્વામિત્ર ઋષિરાયને તપથી વિચલિત કરો.” તપશકિત જે છે તે સધળી શકિતનું હરણ કરી લ્યો. હે .વી! આ કામ જલ્દી જઇને કરી આવો. ઇન્દ્ર મહારાજની વાત સાંભળી મેનકા સ્વર્ગથી સડસડાટ પૃથ્વી તળને વિષે આવી. વિશ્વામિત્ર ઋષિ જે જંગલમાં રહયા છે ત્યાં આવી ઉપાય અજમાવવા લાગી.
ત્યાં જઈને બધું જુએ છે. બુદ્ધિશાળી મેનકા ઉપાય શોધી રહી છે કે આ ઋષિને શી રીતે વિચલિત કરવા? ઉપાય મળી જતાં આનંદ પામતી મેનકાએ આ જંગલમાં સાક્ષાત્ વસંતઋતુ બનાવી દીધી. છ ઋતુની વનસ્પતિ ખીલી છે અને નવપલ્લવિત થઇને હસી રહી હતી. તે જોઇને માણસનું દિલ પણ ઘણુંજ આનંદિત અને ઉલ્લસિત બન્યું. દૈવી શકિતથી આ બધું સર્જન કરે છે. વળી વૃક્ષની ડાળીએ ડાળીએ પંચવર્ણના પુષ્પ ખીલી રહયા હતાં. તે પુષ્પોની સુગંધી પરિમલ, પવનથી ચારેય દિશાએ ફેલાય રહી છે. ભમરાઓ પુષ્પો ઉપર બેસી ગુંજારવ કરે છે. વળી મંદ મંદ શીતલ પવન વાઇ રહ્યો છે. કોઇક વનચર પશુઓ આમતેમ દોડી રહયા છે. ને જાતજાતના અવાજો કરે છે. મોર-ઢેલના યુગલો આમતેમ વનમાં ભમે છે. એના પોપટના જોડકાં ઇચ્છા મુજબ ઘુમી રહ્યા છે. સૌ પોતપોતાના સુખમાં મગ્ન હતાં. તે અવસરે આંબા વૃક્ષે મંજરીઓ આવી ગઈ છે. ખીલેલી મંજરીને જોતાં કોળી કોયલ પણ ટહુકાર મીઠો કરી રહી છે. મુખમાં મંજરી લઇને આનંદ પામે છે. આવા પ્રકારની વસંતઋતુ ખીલવીને જંગલને જાણે એક દૈવી સુંદર ઉપવન સમું બનાવી દીધું.
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)