________________
જીહો કંદોઇ મુખ સાંભલી, જીહો ખાજાં તસ્કર ધામ; જીહો બાલ ગોપાલાદિક ભણી, જીહો દીધાં ભક્ષણ કામ. ૨. ૨૫ જીહો માંગે દામ તદા કહે, જીહો વિણ પરઠે શ્યા રે દામ, જીહો ખાંજા મુખથી કહી કરી, જીહો કિમ હવે હુએ હરામ. ૨૬
હો કંદોઇ કેડે પડયો, જીહો તસ્કર નાઠો રે જાય, જીહો ઘાંચીને સૌધે ગયો, જીહો હો તિહુંન જણ પૂંઠે ઘા. ૨. ૨૭ જીહો તસ ઘરમાં પેઠો જિસે, જીહો દીઠું તેલ મહંત; જીહો સ્તોક તેલ વિક્રય ગ્રહી, જીહો મસ્તક માંહી ઠવંત. ૨. ૨૮ જીહો ઢોળ્યું તેલ તિણે સમે, જીહો રમતાં તસ સુતે રોક, જીહો ધૂરત તદા કપટે કરી, જીહો મૂકે મોહટી પોક. ૨. ૨૯ જીહો ઘાંચણ આવી ઉતાવળી, જીહો પૂછે રુદન કરો કેમ; જીહો કહે તુજ પુત્રે ઢોળિયું, જીહો તેલ માહરું કેમ. ૨. ૩૦ જીહો સા કહે બીજું તુજ દઉં, જીહો છાનો રહે ગુણધામ; જીહો તવ કહે એ તૈલજ વિના, જીહો બીજાનું નહિ કામ. ૨. ૩૧ જીહો કરતો રુદન ન ઓસરે, જીહો તવ સા કરીય વિચાર; જીહો તેલ ઢળ્યું દારિદ્ર ગયું, જીહો ઇમ બોલી સા નાર. ૨. ૩૨ જીહો ધૂરત કહે તૈલ જ ઢળે, જીહો જાય દાલિદ્ર ખલું નાર, જીહો શા કહે નિશ્ચય તુઝ ગયું, જીહો દાલિદ્ર અવધાર. ૨. ૩૩ જીહો ઇમ નિસુણી વિસ્મિત મુખે, જીહો ધૂરત ઉઠયો કલિ-ગેહ; જીહો તેલ સકલ ભાજન ભર્યા, જીહો ઢોલી નાંખ્યો તેહ. ૨. ૩૪ જીહો ઘાંચણને ઇણિપરે કહે, જીહો બાઇ જુઓ દૃગન્યસ્ત; જીહો તુઝ સુત પતિ શત પેઢીનું, જીહો કાઢયું દારિદ્ર સમસ્ત. ૨. ૩૫ જીહો હા હા કરતી આકુલી, જીહો ઘાંચણ ફૂટે રે પેટ; જીહો પૂરત તણો પાલવ ગ્રહી, જીહો સા કહે ચલ નૃપ નેટ. ૨. ૩૬ જીહો રત કહે શ્વસ્તન દિને, જીહો જઇશું ભૂપતિ પાસ; જીહો ઝઘડો સયલ મટાવશું, જીહો લહશો જિમ ઉલ્લાસ.૨. ૩૭ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
(૨૧૫)