________________
ગુરૂ વિરહ ગીત
(રાગ : અમી ભરેલી નજરો રાખો.) અમી ભરેલા નયનોમાંથી વરસતી, અમૃતધારા રે. ગુરૂના મુખથી સદા વહેતા, વચનો પ્યારા પ્યારા રે. ૧ છક્કાયના રક્ષક - છ ત્યાગી સાથે, જીતા ઉજ્જવળ કાવ્ય તરંગ રે, ગુરૂ-ગુરૂબહેનોનો વિયોગ થાતા, પડ્યો છે રંગમાં ભંગ રે... ૨ વિહાર કરતાં માતર આવતાં, ગોઝારી બે ટ્રક આવી રે, સૂર્યપ્રભા ગુરૂ પ્રજ્ઞશીલાને, કમોતે લઈ ચાલી રે... ૩ આવું અદ્ભુત ક્યાંય ન દીઠું, ગૂરૂ-શિષ્યા બે સાથે રે, સંસાર છોડી પરલોકે પણ, અખંડ જોડી શોભે રે..૪ પચાસ વર્ષના સંયમી ગુરૂજી, કંઈક જીવોને તાર્યા રે, દેવી-કમલને સુનુ મૂકીને, ગુરૂજી સ્વર્ગે સિધાવ્યા રે..૫ સૂરત શહેરના લાડીલા પુષ્પાબેને, ગુરૂ ચરણે જીવન સોંપ્યું રે, પચ્ચીસ વર્ષથી સંયમ પાળી, ગૂરૂ સાથે જીવન પૂર્ણ કીધું રે...૬
અંશી ત્યાગી આત્માઓને, હતી સૂર્યની છત્ર છાયા રે, શિષ્યા-પ્રશિષ્યાને રડતાં મૂકીને, ગુરૂ-ગુરૂબહેન થયા ન્યારા રે. ૭ ૨૦પરની ચાલે ચૈત્ર વદી સાતમે રે, વિનય-સૌમ્ય-જીત-રાજ સંગે, ઉજવળ-દીપ્તિ-રનધર્માને અંગે, રેખા-રક્ષી-ભાનુને
મનમેં વિયોગ વેદના સાલે રે. ૮ (રચયિતા : ભાનુબેન સુરેન્દ્રભાઈ કાપડિયા, વડાચૌટા, સુરત.
પૂજ્યશ્રીની ગુણાનુવાદ સભામાં ગવાયેલું ગીત)
૨૪