________________
ને દુકાન માંથી નાઠો. કંદોઈ પણ પોતાના પૈસા લેવાના છે તેથી ધૂર્તની પાછળ દોડ્યો. પોતાની પાછળ જાન આવી રહી છે, જાણીને બજારમાં બધાની નજર ચૂકથી ધૂર્ત ઘાંચીની હવેલીમાં પેસી ગયો. કંદોઈ પણ ચોરની પાછળ દોડતી સ્ત્રીઓ સાથે દોડવા લાગ્યો. આ સરઘસ નગરના રાજમાર્ગે વધતું વધતું શેરીની ગલી સુધી આવી ગયું. ત્યાં તો ધૂર્ત ઘાંચીના ઘરમાં તેલ જોયું. તેલ ઘણું મોંઘું હતું. તેથી થોડું વેચાતું લઈ પોતાના માથામાં નાંખ્યું. બાકીનું તેલ ચોકમાં રમતાં રમતાં ઘાંચીના છોકરા પાસે ઢોળી દીધું. અને ધૂર્ત મોટી પોક મૂકી રડવા લાગ્યો. રડવાનો અવાજ સાંભળી રસોડામાંથી ઘાંચણ ઉતાવળી ઉતાવળી દોડી આવી, પૂછવા લાગી- ભાઈ કેમ રડો છો? ધૂર્ત ચોર કહે મેં તારી પાસેથી મોંધું તેલ લીધું તે તારા દીકરાએ મારું મોંધું તેલ ઢોળી નાંખ્યું. આ પ્રમાણે કહીને ધૂર્ત કહે- મને તો તેલ એ જ જોઈએ. બીજું નહિ. મારું. ઢોળાઈ ગયું તે જ તેલ જોઈએ. એમ કહીને વળી ઘૂર્ત રડવા લાગ્યો. હાંફળી ફાંફળી ઘાંચણ ચોરને છાનો રાખવા માટે પ્રયા કરે છે તો ચોર વધારે મોટે થી રડે છે. ત્યારે ઘાંચણ વિચારી રહી છે, શું કરવું? વળી વિચાર આવતાં બોલી, હે પરદેશી! તું રડીશ નહિ. તેલ ઢોળવાથી જિંદગીનું દારિદ્રપણું ટળી ગયું. તેલ ઢોળ્યાની ચિંતા તું ન કરીશ. ધૂર્ત કહે- હું હૈ! સ્ત્રી! તેલ ઢોળાવાથી દરિદ્રતા ચાલી જાય છે? ઘાંચણ કહે- હા! ભાઈ! હા! નિશ્ચયથી દરિદ્ર અવસ્થા ચાલી જાય છે. તેલ ઢોળાઈ ગયું તો તારી દરિદ્રતા ચાલી ગઈ. ઘાંચણના મુખથી આ સાંભળતાં વિસ્મય પામેલો ધૂર્ત ત્યાંથી ઊઠીને ઘરમાં ગયો. ઘાંચણના ઘરમાં ભરેલા બધાંજ વાસણોને ઊંધા પાડી દઇને સઘળું તેલ ઢોળી નાંખ્યું. બાઈ તો બિચારી બોલતી રહી. ધૂર્ત તો જાત જોતામાં તેલ ઢોળી નાંખ્યું. પછી ઘાંચણને કહેવા લાગ્યો, રે બાઈ! મારી વાત સાંભળ, અને આ જો. મેં તારા પતિ અને પુત્રની સો સો પેઢીનું દરિદ્ર કાઢી નાંખ્યું છે. સઘળું દરિદ્ર ટાળી નાખ્યું છે. માટે ચિંતા ન કરતી. પોર્તાનું બધું જ તેલ ઢોળી નાંખેલું જોઇને ઘાંચણ હા! હા! કરતી આકુલ વ્યાકુલ બની પેટ માથું કૂટવા લાગી. ધૂર્તને પકડી બતાવવા લાગી, હરામખોર! આ શું કર્યુ? મને કેટલું બધું નુકસાન થયું. ચાલ રાજા પાસે લઈ જાવું. એમ કહીને એની બાંહયનો છેડો પકડ્યો. ધૂર્ત કહેવા લાગ્યો- બાઈ! આજે તો રાજાની પાસે આવું નહિ. હું આવતીકાલે રાજસભામાં રાજા પાસે આવીશ. તું ત્યાં આવજે. મારા નામનો ઝગડો પતાવીશું. તેવામાં ભરવાડણો, ડોશીમા અને કંદોઈ પણ આ બાઈના ઘર પાસે ભેગાં થઈ ગયાં. કલહ વધી ગયો. પૂર્વે બધાને કહ્યું કે તમે સૈ રાજદરબારે આવજો. ત્યાં ન્યાય
મેળવીશું.. .
ઘાંચીના ઘરે આ મેળો. બધાં જ ઘાંચીના ઘરે રાત રહ્યાં. આ ધૂતારો ચોર પણ રાત રોકાયો. મેં બિચારાં ધૂર્તના કારણે દુઃખી થતાં સૂઈ ગયાં છે. એક પ્રહર રાત પૂરી થઈ હશે ત્યાં તો માયાથી કપટી એવો ધૂર્ત ઉઠયો. ઘરમાં ઉઠીને જોયું. સૈ બિચારા ઘસઘસાટ ઉંઘતા હતા. તે રાત્રિને વિશે ધૂર્ત ગત રીતે ઘરમાંથી નીકળી ગયો. સીધો મંત્રીશ્વરના બારણે પહોંચ્યો. ટકોરા દીધા. તરત પ્રધાનના માણસે દરવાજો ખોલ્યો. ધૂર્ત પ્રધાન સામે આવીને પ્રણામ કરીને બેઠો.
આ પ્રમાણે ચોથા ખંડને વિષે વિશાળ વાર્તાલાપ કરતી પ્રથમ ઢાળ પૂર્ણતા પામે છે. કવિરાજ કહે છે કે હે શ્રોતાજનો! ગુણગ્રાહી બનજો જેથી તમારે ત્યાં હંમેશા મંગળની માળા પ્રાપ્ત થાય.
ચતુર્થ ખડે પ્રથમ ઢાળ સમાપ્ત
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)