________________
અબલા પ્રબલ પરાક્રમી, સબલ શીયલ સુસહાય; સુખ પ્રગટયો દુઃખ મીટ ગયો, પ્રબલ પરમેષ્ઠી-પસાય. ૧૩ વિમલ હૃદય ખેચરપતિ, કહે સુણ બેની વાત; દુઃખ મ આણીશ કિંપિ તું, નિસુણો મુઝ અવદાત. ૧૪
ભાવાર્થ :
શ્રી મહાસતી સુરસુંદરીના ચરિત્રને આગળ કહેવા માટે કવિરાજ શ્રી મંગલરુપ શ્રી સરસ્વતી દેવીની ઉપાસના કરતાં કહે છે. હે બ્રહ્મા પુત્રી! હે પવિત્ર મુખવાળી! હે સરસ્વતી માતા! આપ મારા પર પ્રસન્ન થાઓ.મને સદ્બુદ્ધિ આપજો. મારી જીભ પર આવી ને વસજો, જેથી આ રાસમાં જે વચનો મુકાય તે વચનો સૈાને આનંદ કરનારા થાય . વળી મારા ઉપર દયા કરીને, મારું સારું કરજો. મને વચનવિનોદ એવો આપો જે વાણી વડે કરીને સતીને અન્યાય ન થાય.અને શ્રોતાના રસને જાળવી શકું.
વળી પરમાત્માની પણ સ્તવના કરે છે. હે શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ!હે વહાલા જિનેશ્વર દેવ! હે સાહિબા! આપની પાસે સારા ગુણોનો ભંડાર છે. મારા ઉપર મહેરબાની કરો! આપનું નામ જ મંગલ સ્વરુપ, આપનું ગુણ કીર્તન પણ મંગલ સ્વરુપ છે. આપની મહેરબાનીથી જ આ મારો પુરુષાર્થ પૂર્ણતાને પામશે. આપના પુણ્ય પ્રભાવે મહાસતીના ચરિત્રને સુંદર પદોના લાલિત્ય વડે ફરીને બીજો ખંડ પૂર્ણ કર્યો. વળી મારા પરમ ઉપકારી, ગુરુદેવની કૃપાએ, તેમની શુભનિશ્રાએ રહી તેમની સહાયથી ગ્રંથની શરુઆત કરીને અહીં સુધી પહોચ્યો. હવે આપ સૈા એ જ રીતે મારી ઉપર કૃપા વરસાવતાં રહો. જે કારણે કરીને ત્રીજો ખંડ શરુ કરે છે. કવિરાજ ગ્રંથના મધ્યમાં પણ મંગલ કરીને હવે આગળ વધે છે. હે ભવ્ય જીવો! તમે સૈા વિનીત છો. વિનયથી સાંભળો.
કવિજનો પોતાની કળાને શ્રોતા આગળ દર્શાવે છે. જે કળાએ કરીને શ્રોતાના ચિત્ત પ્રસન્ન થાય છે. જે-આકાશમાં રહેલો ચંદ્ર પોતાની કળાને દિન પ્રતિદિન વધારતો, વનમાં રહેલા ચંદ્રમુખી કમળોને ખીલાવે છે. તેમ કવિરજની કળાએ કરીને શ્રોતારુપ કમળો ખીલે છે.
જો વકતા ભૂંચ-ભુંડ સરખા હોય તો શ્રોતા ઉખળ ભૂમિના ખેતર સરખા હોય છે. તેમાં ફળની પ્રાપ્તિ નથી.
વળી વકતાનું વચન દાઝી ગયેલા બીજ સરખું હોય તો ત્યાં પણ ફળની પ્રાપ્તિ નથી.
વળી બહેરાંને બહેરાં મળે તો તત્ત્વ પામી શકતાં નથી. તેમ વકતા અને શ્રોતા બંને અજ્ઞાન હોય ત્યાં પણ સારું ફળ નિપજે નહિ. અર્થાત્ ધર્મની વાત સમજાવી શકે નહિ. અને શ્રોતા સમજી શકે નહિ. જો વકતા ચતુર હોય ને શ્રોતા મૂરખ હોય તો પણ ત્યાં ફળની પ્રાપ્તિ કંઇ જ ન થાય. તે ઉપર શાસ્ત્રમાં ચાર મુર્ખાની કથા બતાવી છે. ચારેય મુખ ની નજીકથી મુનિ ગોચરી માટે નીકળ્યા. ચારેય મુર્ખાઓએ નમસ્કાર કર્યા. મુનિ ભગવંતે ધર્મલાભ આપ્યો. તે ણીને ચારેયે અંદરોઅંદર કજીયો કર્યો. એક કહે મને ધર્મલાભ આપ્યો, બીજો કહે મને આપ્યો. આમ કજીયો ક૨વા લાગ્યા.
કવિરાજ કહે સભામાં બેઠેલા શ્રોતાઓ ચૌદ પ્રકારે હોય છે. તે આ પ્રમાણે
૧. હંસ જેવા : હંસ દૂધ પાણી ભેગા હોય તો યે દૂધ પીએ છે અને પાણી ત્યજે છે. તેમ સાર લેનારા શ્રોતાઓ. ૨. મહિષ : પાડા જેવા : પાડો જેમ આખા તળાવને ડહાળેળે તેમ બોધ નહિ લેનારા અને કેવલ સભાને ડહોળનારા.
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
(૧૨૨)