________________
તૃતીય -ખંડ
(દોહરા)
ચઉમુખજા વિમલાનના, શિષ્ટમતિ શુભવાસ; શારદ સાર દયા કરી, દેજો વચન વિલાસ. ૧ શંખેશ્વર મુઝ વાલણે, સાલિબ સુગુણ ગરિષ્ઠ; તાસ પસાયે મુજ હવે, મંગલ લલિત વિશિષ્ઠ. ૨ બીજો ખંડ અખંડ રસ, પૂર્ણ થયો શુભ ચિત્ત; ત્રીજો ખંડ કહુ હવે, સુણજો ભવી સુવિનીત. ૩ કવિયણ નિજ દાખે કલા, શ્રોતા ચિત નિરખત; અંબર શશી સરતી કલા, વનજ વને વિહસંત. ૪ કવિયણ ભુંચસમા જિકે, શ્રોતા ઉખર ખેત; દગ્ધ બીજ વક્તા વચન, તિહાં શ્યો ફલ સંકેત. ૫ ધિરે બધિર મળ્યા જિસા, ન લહે તત્વ સંકેત; તિમ કવિ શ્રોતા બિહુ સમા, તિહાં નહિ ધર્મકો હેત. ૬ શ્રોતા મુર્ખ ચતુર કવિ, ચાર મુરખ દૃષ્ટાંત; ધર્મ લાભ મુનિવર થકી, નિસુણી કલહ કરત. ૭ સભ્ય નરા ચઉદશ વિધા, હંસ મહિષ શુક શૈલ; કર્ક મશક મૃત ચાલણી, કુંભ સ-છિદ્ર ને વ્યાલ. ૮ ઇંદુ પશુ માર સમ, જલના ઓઘ સમાન; તિણે કારણ શ્રોતા સુણો, ચઉદ અવર ગુણવાન. ૯ સુગુણ કવિ શ્રોતા ચતુર, કરતાં શાસ્ત્ર વિવાદ; પયમાંહિ સાકર ભલી, પીતાં સખરા સ્વાદ. ૧૦ તે માટે ચિત્ત સજજ કરી, સુણજો આગળ વાત; સુરસુંદરી ગુણવંતીના, સકલ કહું અવદાત. ૧૧ ધાર્મિક પંડિત કૈાતુકી, વૈરાગી નરનાર, ઇસી કથા આગલ કહ્યું, તસ ચિત્ત રંજણહાર. ૧૨ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
(૧૨૧