________________
નથી. વળી રાજસભામાં ચોરને પકડવા માટે પડહ વગડાવે છે. બીડું કોણ પકડ઼ે? હવે તો ચોરથી સૈા ડરવા લાગ્યા છે.
આ અવસરે કોઇ એક પરદેશી સોદાગર નગરમાં આવ્યો છે. ચોરની વાત સાંભળીને સભામાં આવ્યો છે. અજનબી વાતો ચોરની સાંભળીને આગંતુક આ પરદેશીએ ચોરને પકડવા સાહસ કર્યુ. બીડુ પોતે છળ્યુ. નગરની બહાર પરિવાર રસાલા સાથે ઉતર્યો હતો. બીડું લઇને પોતાના સ્થાને ગયો. વળી સભામાં તે વખતે નગ૨ની કામપતાકા નામે ગણિકા, તે પણ ત્યાં હાજર હતી. તેણે પણ બીડું છછ્યું. ગણિકા બીડું લઇને પોતાના આવાસે આવી.
મહાચાલાક ચોરે બાતમી મેળવી લીધી કે પરદેશી સોદાગર અને વેશ્યા, એ પ્રમાણે બે જણા મને પકડવા તૈયાર થયા છે. ચોર શેઠનો વેશ લઇને કામપતાકા ગણિકાને ત્યાં પહોંચ્યો. વેશ્યા ગ્રાહક સારો આવ્યો છે જાણી, આદર સત્કાર કર્યો. બેસવા માટે આસન આપ્યું. દાસીઓ પણ તેની સેવામાં હાજર છે.
ઢાળ-ચોથી
( કરપી ભૂંડો સંસારમાં રે.-એ દેશી.)
વેશ્યાએ આદર બહુ દીયો રે, શુભ આપ્યું આસન ઠામ, ચતુરા ચંપક ચાલતી રે, શુભ અંગ અનંગનું ધામ. વેશ્યા. ૧ કનક-કલશ-સમ થણ જુઅલ છે રે, પાય નૂપુર-ઝંકાર, મૈાતિક વાળી નાકે શોભતી રે, કંઠે નવસર હાર. વેશ્યા. ૨ નયન-કટાક્ષે નર વેધતી રે, બોલે હસત વદન્ન, વિનય વિવેક ચતુરાનના રે, બોલે ઇષ્ટ વચશ.. વે. ૩ ચોર કહે સુણ કામિની રે, સોદાગર પરિવાર, સહિત નયર બાહિર આવીયો રે, કહેતો આણું તુઝ દ્વાર. વે. ૪ સા કહે સુખથી મુઝ ઘર લાવીએ રે, સોદાગર જઇ શેઠ; વિત્ત કમાણી મુઝ બોહલી રે, કામ કહ્યું ભલું કેડ. વે. પ તતખિણ ચોર ઉઠી કરી રે, ગયો સોદાગર પાસ; તે પણ દે બહુ માનતા રે, જાણી સોદાગર ખાસ. વે. ૬ ચોર કહે સુણો શેઠજી રે, તમો વિદેશી લોક; અમે સોદાગર પુરવાસિયા રે, ચાલો તમે અમ 'ઓક. વે. ૭ ઇમ કહી અશ્વાદિક સહ લાવિયો રે, વેશ્યાને ઘર પાસ; આસણ બેસણ વિધિ સાચવે રે, પામ્યા હૃદય ઉલ્લાસ. વે. ૮ ચોર-સોદાગર રુપ કરી ગયો રે, કામ પતાકા પાસ, વેશ્યા પણ ચિત્તમાં હરખિત હુઇ રે, જાણી સોદાગર ખાસ. વે. ૯ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
૨૩૧