________________
૬
ઢાળ - બીજી
(એક દિન પુંડરીક ગણધરુ રે લાલ. - એ દેશી)
જંબુદ્વીપ સોહામણો રે લો, વર્તુલાકારે વખાણ રે, નગીનો. ત્રણ લાખ અધિકી કહી રે લો, પરિધિનો પરિમાણ રે. નગીનો. ઋદ્ધિ સમૃદ્ધિ ગુણે રુઅડો રે લો. એ આંકણી. ૧ તિલક તણી પરે દીપતો રે લો, 'ભ્રમણીને ભાલ રે, ન. અંગ અનોપમ દેશ છે રે લો, સુંદર ભરત વિચાલ રે. ન. ઋ. ૨ તિણે દેશે ચંપા ઇસે રે લો, નામે નય૨ી પ્રધાન રે, ન. સુખીયા લોક વસે સહુ રે લો, દીએ સુપાત્રે દાન રે. ન. ઋ. ૩ દાનશાલા બહુલી તિહાં રે લો, નિરધનને આધાર રે ન. સારિકા વિણ નવિ કહે રે લો, વચન થકી કોઈ માર રે. ન. ઋ. ૪ નારી કબરી બન્ધન વિના રે લો, જાણે ન બંધ પ્રચંડ રે, ન. દંડ વહે ચૈત્ય ઉપરે રે લો. રાય ન જાણે દંડ રે. ન. ઋ. પ
-
નાયક નારી નદી વહે રે લો. નિપુણ નર નાપિત રે, ન. *નર્મા નાગ નરેસરુ રે લો. નારી વહે નેઉર નીત રે. ન. ઋ. ૬ ન્યાય નાલ નાલિયર બહુ રે લો, નાતિ નઠર ઇમ એહ રે, ન. સહજે દીસે જિહાં ઘમાં રે લો, નગર કહીજે તેહ રે. ન. ઋ. ૭ તે નયરીનો રાજીયો રે લો, રિપુમર્દન નૃપ જોય રે, ન. અવની વ્યે અસિને બલે રે લો, પ્રબળ પ્રતાપી સોય રે, ન. ઋ. ૮ પટરાણી રતિસુંદરી રે લો. રુપે ૧॰શચી કુણ માત્ર રે, ન. વ્રતધારી શુદ્ધ શ્રાવિકા રે લો, પ્રતિવ્રતા પુણ્ય પાત્ર રે. ન. ઋ. ૯ રાય અને રતિસુંદરી રે લો, ભોગવે સુખ સુવિચિત્તરે, ન. માંસ-નખ ૧૧જલ-ઝષ પરે રે લો, કામિની પ્રીતમ પ્રીત રે. ન. ઋ. ૧૦ દોય સુત ઉપરે સુતા રે લો, ગરભે ઉપની જામ રે, ન. માસ ત્રીજાને આસરે રે લો, દોહદ ઉપના તામ રે. છબીલી! જીવ ઉત્તમ ઇમ જાણીયે રે લો. એ આંકણી ૧૧
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ