________________
વસ્યું હશે. શાસનપ્રેમી કેવો રાજા! જેના રગેરગમાં શાસન ૨મે છે. આત્માનું કલ્યાણ કરવાની ખેવના કેવી! મારા ગુરુજીની વધામણી આપનાર મારાથી પણ વધારે સુખી થાય એજ શાસન હૈયે વસ્યાના ભાવો દેખાઇ જાય છે.
હવે રાજા ગુરુ ભગવંતને વાંદવા તેમજ દેશના સાંભળવા જવાની તૈયારી કરે છે. મદોન્મત હાથી, તોખારવ કરતાં ઘોડા અને ૨થ તેમજ સુભટો- બીજા ૫૨ પરિવાર સહિત ચતુરંગી સેના સહિત મુનિભગવંતને વંદન કરવા ઉત્સાહ પૂર્વક ચાલ્યો. ઉદ્યાનમાં આવતાં દૂરથી ગુરુભગવંતને જોતાં રાજચિહ્ન-ખડગ, છત્ર, ચામર, મુગટ અને પગમાં પહેરેલી મોજડીનો ત્યાગ કરીને પંચાંગ પ્રણામ કર્યા. અમરકુમાર પોતાના માતાપિતા, બંને સ્ત્રીઓ અને બીજા પણ પરિવાર સહિત ગુરુને વાંદવા ઉદ્યાનમાં આવ્યો. નગરવાસીઓ પણ સા યથોચિત શણગાર સજીને ગુરુને વાંદવા આવી રહ્યાં છે. આવનાર સૈા મુનિભગવંતને પ્રદક્ષિણા લઇ વંદન કરી સૈા પોત પોતાના ઉચિત સ્થાને દેશના સાંભળવા ઉત્સુક થઇને બેઠાં. રસ્તામાં મળતાં યાચકોને રાજા તથા અમરકુમાર આદિ શ્રેષ્ઠી તેમજ પુ૨વાસીઓ ગુરુવધામણીએ અઢળક દાન આપતાં આપતાં આવ્યા છે. મુનિમંડળના પાયે વંદન ક૨ીને બેસે છે.
પ્રતિભા સંપન્ન પ્રશાંત, મહાન જ્ઞાની, જ્ઞાનધર ગુરુભગવંતજી ચંદ્રરુપી મુખને જોવાને માટે ચકોરરુપી ભવ્યજીવો તલસી રહ્યા છે. પર્ષદા સૈા ગુરુની વાણી સાંભળવા ઉત્સુક બની છે. મુનિ ભગવંત પણ પરમાત્માએ બતાવેલ ધર્મ કહે છે. મુનિભગવંતનો સ્વભાવ છે કે જિજ્ઞાસુઓની જિજ્ઞાસા સંતોષવી. કયારેય વિકથા-નિંદા કરે નહિ. મુનિભગવંત હવે દેશના આપે છે.
ઢાળ ચૌદમી
(નવમી નિર્જર ભાવના ચિત્ત ચેતો રે - એ દેશી) જિનવાણી સુણી, પ્રતિ
રે.
પ્રાણી બુઝો એ સંસાર અસાર, જીવ પ્રતિ બુઝો રે . તેહમાં ધર્મ તે સાર છે. પ્ર. ઘર્મ તણો આધાર જીવ. ૧ નરભવ શ્રુત સણવો સહી પ્ર. સહણા બલ ધર્મ; જી. પરમ અંગ ચઉ દુલ્લહા પ્ર. પામી લહો શિવ-શર્મ, જી. ૨ દશ દૃષ્ટાંતે દુલ્લહો, પ્ર ચુલ્લગ પાસગ ધશ; ઘૂત રતન સુપનતણો પ્ર. ચક્ર ક્રૂરમ સુવચન્ન, જી. ૩ યુગ પરમાણું તણી પંરે પ્ર. નરભવ દુલર્ભ પાય; જી. ઘુણાક્ષર ન્યાયે લહ્યો પ્ર. સરિત ઉપલને ન્યાય, જી. ૪ શ્રુત સુણવો ભક્તિ કરી પ્ર. સુગુરુ તણો લહી યોગ; તેર કાઠીયા આંતરે પ્ર. આલસ મોહને સોગ, જી. ૫ અવજ્ઞા કરે શાસ્ત્રની પ્ર. માની ક્રોઘ પમાય; જી. કૃપણ ભય અશાણતા પ્ર. વ્યાક્ષેપ ચિત્ત કહાય, જી. ૬ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
૨૯૧