________________
૧૧ બોધિદુર્લભ ભાવનાઃ- ધર્મની સર્વ સામગ્રી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થઇ. ધર્મ પામવા છતાં સંસારના રાગે બોધિબીજ રુપ મુખ્ય ફળ મેળવવામાં હારી ગયો. જેમ કોઈ યક્ષ પ્રસન્ન થઈને મુર્ખને ચિંતામણી રત્ન આપ્યો. પણ તેના સ્વરૂપનું અજ્ઞાતપણું હોવાથી તે ગમારે કાગડો ઉડાડવા રતને ફેંકી દીધો. તે જ રીતે મનુષ્યભવમાં આ ધર્મરુપ રત મળવા છતાં હારી ગયો છે.
૧૨ ધર્મ ભાવનાઃ- આપણે હિતકર ધર્મને જીવનમાં ધારવો જોઇએ. મિથ્યાત્વરુપી શલ્યને દૂર કરવું જોઇએ ક્રોધમાન-માયાનો ત્યાગ કરવો જોઇએ. લોભ એ કુમતિ આપવામાં મલ્લ સમાન છે, તેનો ત્યાગ કરવો જોઈએ. સાત વ્યસનોનું સેવન કરતાં જીવને પાપો બંધાય છે અને દુર્ગતિમાં ચાલ્યા જાય છે. માટે જ્ઞાની ભગવંતો કહે છે કે હે જીવ! તું કર્મ બાંધતી વખતે વિચાર કર. સાવધાન રહે. નહિ તો તે અશુભ કર્મ ઉદયમાં આવશે ત્યારે સંતાપ કરવા વડે કરીને શું? આ ધર્મ ભાવનાનું સ્વરુપ છે.
આ વિશ્વમાં કર્મને પરવશ બનેલા જીવો સુખ અને દુઃખને ભોગવે છે. માટે કર્મની આ જંજાળનો ત્યાગ કરો તો સિદ્ધિરૂપી સ્ત્રીના તમે શ્રેષ્ઠ સ્વામીપણાને પ્રાપ્ત કરશો.
પુષ્પરાવર્ત મેઘ ગંભીર હોય છે. જિનેશ્વર ભગવાનની વાણી મેઘની જેમ ગંભીર છે. આવી દેશનાને આપી. આ રીતે ચોથા ખંડમાં ચૌદમી ઢાળ શ્રી શુભવિજયજી મ.સા.ના શિષ્ય વીરવિજયજી મહારાજ સાહેબે પૂર્ણ કહી છે.
ચતુર્થ ખડે ચૌદમી ઢાળ સમાપ્ત
(દોહરા)
ઇત્યાદિક ગુરુ દેશના, ગુરુમુખથી સુણી લો ક; હરખ્યા ધર્મ રસિક જના, જિમ પ્રહ સમયે કોક. ૧ સમકિત બહુ જીવે કહ્યું, દેશવિરતિ કઈ ભાવ; કેઈક સર્વવિરતિ લહે, ભવજલ તરવા નાવ. ૨ ધર્મ-તણો અવસર લહી, કરશે જેહ વિલંબ તે પસ્તાવો પામશે, પાકી ચાંચ અંબ. ૩ ઈણિપણે નિસુણી દેશના, જે કહી મુનિ ગુણવંત; લહી આશ્ચર્ય નરે સરૂ, ઈણિ પરે પ્રશ્ન કરત. ૪ મુઝ કુમારી સુરસુંદરી, યે કરમે? ભગવંત;
સુખ દુઃખ કંત વિયોગડો, પામી કહો વિરતંત. ૫ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)