SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અવળે માર્ગે ગયેલ પુત્ર શિવકુમારને પિતાની વાત સાંભળવી ગમતી નથી. પણ કુળની ખાનદાની હોવાથી તેનામાં રહેલો દાક્ષિણ્ય ગુણ-તે ગુણથી પિતાનું વચન સ્વીકારી લીધું. પિતાને હા પાડી. હું નવકારમંત્રને સંકટ આવે જરુર ગણીશ. વચનનો સ્વીકાર થતાં યશોભદ્ર સમાધિને સાધતાં દેવલોકે પહોંચ્યા. શિવકુમારને પિતાનું બંધન ખટકતું હતુ. તે બંધન પણ હવે દૂર થયું. સંપૂર્ણપણે સ્વતંત્રતા મળતાં સાતે વ્યસનમાં પૂરબહારમાં ડુબી ગયો. આ ભયંકર વ્યસનને કારણે થોડા કાળમાં પિતાની સમગ્ર લક્ષ્મી ગુમાવી દીધી. ધનવાન શિવકુમાર હવે નિર્ધન બન્યો. સમાજમાં, મિત્રમંડળમાં હવે ક્યાંયે તેનું માન ન રહ્યું. વ્યસન માટેના પૈસા તો ઠીક, પણ એક ટંક ઉદરપૂર્તિના પણ ફાંફા પડવા લાગ્યા. માન ન રહ્યું. મહત્ત્વ પણ તેનું ઘટી ગયું. આવી હાલતે તો શિવકુમારનો ગર્વ જે કંઇ હતો તે પણ ઓગળી ગયો. રસ્તા પરનો રઝળતો શિવકુમારની કરુણ હાલત થઇ ગઇ. પૈસા માટે ફાંફા મારે છે પણ કોઇ ન પૈસા આપે, ન કોઇ પોતાને આંગણે ઊભો રાખે. એવામાં એકદા શિવકુમાર નગરીની શેરીએ ભટકી રહ્યો છે ત્યાં કોઇ એક ધુતારો સન્યાસી મળ્યો. સન્યાસીની આગળ પોતાની કરુણ કહાની કહી સંભળાવી. ધૂર્ત સન્યાસી કહે, સાંભળ! જો તારે ધન મેળવવું હોય તો મારી વાતને કાન દઇને સાંભળ! હું કહું તે પ્રમાણે કરે તો તું જેવો પહેલા ધનવાન હતો તેવો તને, કુબેર જેવો ધનવાન બનાવી દઉં. શિવકુમારને અત્યારે ધનની જરુર હતી. તે પછી આગળ પાછળનું કંઇ જ ન વિચારે. ત્રિદંડિક ; સન્યાસીની સાથે વાતથી બંધાઇને જ્યાં લઇ જાય ત્યાં તેની પાછળ ચાલ્યો. બંને જણા નગરી છોડીને સ્મશાન હતું ત્યાં આવ્યા. ધૂર્ત ત્રિદંડિકે શિવની પાસે એક મૃતક મંગાવ્યું. તું ગમે ત્યાં જઇને પણ એક મૃતક (શબને) લઇ આવ. ધનની આશાએ શિવકુમાર ઘણું રખડ્યો. ત્યારે એક મૃતક મળી ગયું. ખભે નાંખીને શબને લઇને સ્મશાને ધૂર્ત સન્યાસી જ્યાં રહેતો હતો, ત્યાં આવ્યો. મહિનાના વદ પખવાડિયાની અંધારી ચૌદશ છે. સ્મશાનમાં ધૂર્તે એક મોટું કુંડાળું બનાવ્યું. મૃતકના હાથમાં તલવાર મુકી. શિવકુમારને આ મૃતકના પગના તળીયા ઘસવા બેસાડ્યો. સૂતેલા મૃતકના હાથમાં તલવાર બરાબર ગોઠવીને પછી સન્યાસી માંડલાની બહાર થોડે દૂર જઇ જા૫ ક૨વા બેસી ગયો. ધનના લોભે લોભાયેલા શિવકુમાર આ ધૂર્તની કપટક્રિયા જાણી ગયો. હે ભગવાન! ખરેખર! આ સન્યાસીના પંજામાં સપડાઇ ગયો છું. ધૂર્ત જાપ ક૨શે ને આ મૃતકના હાથમાં રહેલી તલવાર મને હણી નાખશે. ખરેખર! હું સંકટમાં આવી ગયો છું. મારો બચવાનો કોઇ કિનારો દેખાતો નથી. એવો ફસાઇ ગયો છું જેને લઇને અહીંથી ભાગી છૂટાય તેમ પણ નથી. આ પ્રમાણે ચિંતામાં શિવ પડી ગયો. બચવા માટે હવે શું કરુ? કોઇ ઉપાય સુઝતો નથી. આવા અવસરે પિતાની અંતિમ અવસ્થાએ પિતાએ આપેલી હિતશિક્ષા સાંભરી આવી. પિતાના વચનો યાદ આવ્યા. ‘સંકટમાં આવી પડે ત્યારે નવકાર મંત્રને ગણજે’ મૃતક પાસે બેઠેલો શિવકુમાર સાવધાન થઇને મન-વચન-કાયાની એકાગ્રતાએ શ્રી નવકારમહામંત્રને ગણવા લાગ્યો. દુઃખમાં જ ધર્મ યાદ આવે. ભગવાન સાંભરે. તે વિના ભગવાન પ્રાયઃ બહુ ઓછા યાદ આવે. · હવે આ બાજુ મંત્રને ભણતા ધૂર્ત સન્યાસીનો મેલીવિદ્યાના મંત્રનો જાપ ચાલુછે. જે જાપના પ્રભાવે થોડી જ વારમાં મૃતક સળવળવા લાગ્યું. તેનામાં ચેતના પ્રગટી. પળ બેપળ ન થઇ ત્યાં તો આ મતક સહસા ઉઠવા લાગ્યું. પણ ત્રિદંડિકના મંત્રબળે હાથમાં રહેલી તલવાર બરાબર પકડીને જ્યાં ઉઠવા જાય છે ત્યાં પાછી નીચે પડી જાય છે. એક વાર નહિ બે વાર નહિ ત્રણ ત્રણવાર આ મૃતક ઉઠવા જાય ને ત્રીજીવાર પણ જમીન ઉપર ઢળી પડ્યું. ધૂર્તની મેલી વિદ્યાના મંત્રના બળે મૃતક ઉભા થઇને તલવાર વડે શિવકુમારને હણવા જાય છે પણ હણવાને માટે પોતે ઉભો જ રહી શકતો ન મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૨૫
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy