SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ સેવકોની વાત સાંભળી અમરકુમારના હાંજા ગગડી ઉઠયા. ધ્રાસકો પડયો. ચોરી કરી નથી. છતાં ચોરીનો આરોપ આવ્યો છે. બિચારાને કયાં ખબર છે કે મને આ લોકો સતાવે છે. તે તેમના શેઠના કહેવાથી. ચોર ચોર શબ્દોને સહન ન કરી શકતો અમર મૂર્છિત થઇ ગયો. સેવકે શીતળ વાયુ અને પાણી સિંચનથી ભાનમાં લાવ્યો અમર વિચારી રહયો છે. મારા પૂર્વભવના પાપો ઉદયમાં આવ્યા છે. અમરને ઊભા થવાની પણ તાકાત રહી નથી. સેવકો ઊંચકી ને વિમલયશ પાસે લઇ આવે છે. તે જ અવસરે વિમલયશ પોતાના શયનખંડમાં મોઢું ધોઇ સ્વસ્થ ઇ જકાતખાતાએ આવ્યો. વિમલયશ હૈયું કઠણ કરીને આવ્યો હતો. સામે અમરકુમાર બેઠો છે. વિમલયશને અમરકુમારની સામે જોતાં આંખે અંધારા આવવા લાગ્યા. અમરકુમારના વદન સામે જોઇ ન શકયો. વદન કરમાયેલું હતું. નયનોમાંથી તેજસ્વિતા કયાં? વિમલયશ વિચારી રહયા છે. સ્વામીની અવદશા કેવી! નવયૈાવનની લાલી કયાં છૂપાઇ ગઇ? પુણ્યશાળી શ્રેષ્ઠીપુત્રનો સુંદર દેહ કેવાં કરમાયેલો જણાય છે. અમરના વિચારમાં ખોવાયેલા વિમલયશને સેવકે જાગૃત કર્યો. સ્વામી! આપની આજ્ઞા અનુસાર ચંપાનગરીના વેપારી અમરકુમારને લઇ આવ્યા છીએ.હે સાહેબ! નહીં આવવાની તો ના પાડતા હતા. વિચારના વમળમાં અટવાયેલો વિમલયશ સ્વસ્થ થઇ ગયો. બોલ્યો- હા! હા! લઇ આવ્યા વેપારીને! ઠીક! આગળ ન બોલી શકો. અમરકુમાર હાથ જોડીને માંડવીને કહે છે- હે સાહેબ! હું તો અત્યારે ઘણો દુઃખી છો. મારા જેવા દુઃખી માણસને શા માટે વધુ દુ:ખી કરો. મારે વતન જવાની ઉતાવળ છે. મહેરબાની કરીને મને જીવતો મૂકો. તમારે જોઇએ તેટલું ધન વહાણમાંથી લઇ લ્યો. બિચારા અમરને શી ખબર! મારી સુરનું મિલન મધુરું હોવા છતાં અધૂરું છે. પોતે સુરસુંદરીને ઓળખી શકયો નથી. વતનની વાટે જવા માટે વિમલયશને કરગરીને વિનંતી કરી રહયો છે, ત્યારે વિમલયશ અત્યારે કઠોર બની ગયો છે. હૈયું કોમળ છે. હવે સ્વામીને જવા દે ખરી. મુખ સુધી કોળિયો આવ્યો તો કં.ઇ જ ન જવા દે. વિમલયશે જવા માટે રજા ન આપી. અમર વળી પાછો બેભાન થઇને ત્યાં ઢળી પડયો. વિમલે પોતાના ઓરડામાં સેવક પાસે અમરને સુવડવ્યો. તેની સેવામાં લાગી ગયો. વળી અમર ભાનમાં આવ્યો. અમરે જવાની રજા માંગી. વિમલયશ કહે- તમારા વહાણની ચકાસણી કર્યા વિના અન્યાયની જકાત અમારે લેવાય નહિં અને ત્યાં સુધી ત તારાથી જવાય પણ નહિ. શેઠ! તમને અહીં શું દુઃખ છે? તમે અમારા કેદી નથી. અમારા મહેમાન છો. હું તમને દુ:ખી હિ કરું. ત્યારપછી અમરકુમારની સેવામાં દાસીઓને મૂકી દીધી. પોતે બહાર ચાલ્યો ગયો. સાંજ પડવા આવી. અમરને જવાની રજા ન મળી. r રાત પડી. વિમલયશે અમરકુમારની સૂવાની વ્યવસ્થા પોતાના કમરામાં કરાવી. બંનેને ઉંઘ આવતી નથી. વિમલયશની રાત વિમાસણને વિચારોમાં વીતે છે. જયારે અમરકુમારની વાત રડવામાં વીતે છે. સવાર થતાં પ્રાતઃકાર્ય પતાવીને અમરકુમાર વિમલયશને મળવા માટે આવ્યો. કહે છેઃ- હે સાહેબ! મારી પ્રાર્થના સ્વીકારો! વિમલે પૂછ્યું- કહો શું કામ છે? અમરકુમારે કહ્યું :- મારા જેવા મનના દુઃખીને શા માટે રીબાવો છો? વિમલ કહેઃ- હું આપને દુ:ખ આપતો હોય તેવું મને લાગતું નથી. અમર કહે :- આપ તો મોટા માણસ છો. મારા હૃદયમાં પળે પળે અત્યારે તો સેંકડો તીર ભોંકાય છે. મારે કોઇપણ ભોગે મારા વતનમાં જલ્દી પહોંચવું છે. મને કયાંય ચેન પડતું નથી. આપ કૃપા કરીને મને | મુકત કરો. આમ અધવચ્ચે શા માટે આફત ઊભી કરો છો? આપ કહો તે જકાત ચૂકવવા તૈયાર છું. શેઠ જરા દયા કરો. વિમળે કહ્યુંઃ- દયા! પુરુષોના હૃદયમાં દયા નથી હોતી. દયાનું સ્થાન સ્ત્રીના હૃદયમાં હોય છે. અમે આ રીતે દયા કરવા બેસીએ તો જકાતખાતાને દેવાળું જ કાઢવું પડે. અહીં તમને કોઇ વાતનું દુઃખ છે? અમર કહે :- જે દુ:ખ હોય તે મારો આત્મા જાણે છે ને સમજે છે. શું મારા માટે મુકિતના કોઇ બીજો માર્ગ નથી? વિમલયશના હૈયામાં કુતુહલ જાગ્યું -હસીને કહ્યું ‘‘મિત્ર; મુકિત માટે તમે ખુબ જ અધીરા બન્યા છો. મને લાગે છે(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૨૬૪)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy