SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્યા. અપુત્રિયો શ્રેષ્ઠી મૃત્યુ પામ્યો. રાજનો નિયમ હતો. અપુત્રિયાનું ધન રાજભંડા૨માં આવે. રાજમહાલયમાં રાજાની શોધખોળ થવા લાગી. રાજાના આદેશ વિના શેઠનું ધન લેવા કઇ રીતે જાય? રાણીવાસમાં પણ આ રીતે વાત પહોંચી. રાણી પણ સેવકો થકી તપાસ કરાવે છે. રાજા ન મળતાં, પ્રધાનને બોલાવે છે. પ્રધાન પણ મળતાં નથી. ત્યારબાદ સેનાનીને બોલાવે છે. સેનાનીનો પત્તો નથી. ગયાં કયાં? રાજપરિવારમાં ઉહાપોહ થઇ ગયો. નગ૨માં પણ વાત પ્રસરી ગઇ. રાજા, પ્રધાન, સેનાની કયાં ચાલ્યા ગયા હશે? કોઇ દુશ્મનના સમાચાર આવ્યા હશે? શું તેના ભયથી નાસી ગયા હશે? છેવટે રાણી રાજસેવકને બોલાવવા માટે મોકલે છે. પુરોહિત પણ ઘરે નથી. રાણી વિચારે છે કે આ ચારેય ભેગા થઇને કયાં ગયા હશે? એવું શું કામ આવી ગયુ હશે? રાજ્યને સુનું મૂકીને ચાલ્યા ગયાં? ખેર! રાણીએ આ કામ સંભાળી લીધું. રાજસેવકો બોલાવ્યા. અને નગરમાં શ્રીદત શ્રેષ્ઠીને ત્યાં જવા માટે કહ્યું. શેઠની હવેલીમાં લક્ષ્મી દ્રવ્ય હોય તે લઇ આવો. અને મારા આવાસમાં મૂકો. રાણીની આજ્ઞાથી સેવકો શેઠની હવેલીએ પહોંચ્યા. રાણીની આજ્ઞા શેઠાણીને કહી. શેઠે દ્રવ્ય કયાં મુકયું છે? સેવકો પૂછવા લાગ્યા. શેઠાણી કહેવા લાગી મારા તો સ્વામી બધી લક્ષ્મી આ મંજાષામાં મૂકીને પરદેશ ગયા છે. બીજા સ્થાને તો તેમણે કયાંયે ધન રાખ્યું નથી. અને કમરો ખોલીને મોટી મંજાષા બતાવી. સેવકો મહાકષ્ટ હવેલી માંથી બહાર લઇ આવ્યા. ત્યાંથી ઉચકીને રાણીના મહેલે મંજાષાને મૂકી. મંજાષા ઘણી વજનવાળી હતી. બિચારા સેવકો પણ તેને ઊંચકીને લઇ આવતાં ઘણા થાકી ગયા. રાણીએ જોયું કે મંજાષામાં ઘણું દ્રવ્ય હશે અને દરદાગીના, હીરામોતી, માણેક આદિ ઝવેરાત પણ હશે. તેથી વિચાર કરવા લાગી કે રાજા આવતાં પહેલાં મંજુષા ખોલીને એક ખાનું ખોલીને દ્રવ્યને કાઢી લઉં, જેથી રાજાને ખબર ન પડે. હું છાનું કાઢી લઉં.એ રીતે વિચારી રાણી એ પ્રથમ તાળું ખોલ્યું. તો તેમાંથી પુરોહિત નીકળ્યો. રાણી એ તો દ્રવ્ય ઝવેરાતને માટે ખાનું ખોલ્યું. અને આ શું? આશ્ચર્યમાં પડી. રાણી પૂછવા લાગી, હે પુરોહિત! આ શી રીતે બન્યું? તમે પટારામાં કયાથી? ત્યારે હસતો હસતો પુરોહિત કહેવા લાગ્યો, મને જોઇને આશ્ચર્ય પામ્યા? હજી તો આગળ નવા નવા કંઇક કૈાતુક જુઓ. બીજુ તાળું ખોલો! પછી મારા દોષને જોજો. પુરોહિતના કહેવાથી રાણી એ અનુક્રમે બાકીના ત્રણેય તાળાં ખોલ્યાં. ચારેય પ્રગટ થયા. એકબીજાની સામે જોવા લાગ્યા. આશ્ચર્યની સીમા ન રહી. સહુને પોતાના કાર્યની ખબર હતી. બિચારા શરમે ચારેયએ નીચે જોયું. એક બીજા ન બોલે કે પૂછી શકતાં ન હતાં. હે ભવ્યજીવો! મદનના વિકારને જો જો. રાણી આગળ ચારેય શરમિંદા બની ગયા. ક્ષોભ પામતા પોતાના વસ્ત્ર સંભાળતા શરમા માર્યા નારીવાસથી ચારેય નીકળી ગયા. અને પોતાના આવાસે ચાલ્યા ગયા. પોતને સ્થાને જઇ ને સૈા વિચારમાં પડી ગયા છે. પુરોહિત પોતાના ઘરમાં બેસી વિચારે છે,નારીનું કેવું કામ છે! હું એને ઓળખી ન શકયો. વહાલાનો વિશ્વાસ પણ કયારેક ઠગારો નીવડે છે. આ સંસારમાં ત્રણ વસ્તુ વહાલી હોવા છતાં તેના ઉપર વિશ્વાસ ન રાખવો. વૈરી,વિષધર અને વિરકત નારી. દુશ્મન દુભાય તો અગ્નિ દાહ દે છે, સર્પને જો છંછેડયો તો પ્રાણ લઇ લે. વિરકત નારી પણ જો રૂઠી તો ઝેર આપવામાં અટકતી નથી. માટે વહાલા વહાલા કરતા વહાલા કયારે વૈરી બની જાય છે તે ખબર પડતી નથી. વળી પણ આ જગતમાં વિશ્વાસ ન કરવા જેવી કેટલીક વસ્તુ રહેલી છે. જેવી કે શૃંગી નામનું વિષ(ઝેર), અગ્નિ, પાણી, રાજા, તલવાર, વેશ્યા સ્ત્રી અને સોની. આ સાત ઉપર વિશ્વાસ ન કરવો. આ સાતનું ભરણપોષણ કરો. ઘણું ન સાચવો છતાં એ કયારેય પોતાના થતાં નથી. શ્રીપતિ રાજા પણ શ્રીમતીએ કરેલા કાર્ય ઉપર વિચાર કરતો થઇ ગયો. બીજે દિવસે સતી શ્રીમતીને રાજદરબારે બોલાવે છે. સતીનો આદર સત્કાર કરીને તેને અલંકાર આદિ પહેરાવે છે. બહુમાન કરે છે. શીલ રતનને સાચવવા કરેલાં મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૧૯૦
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy