________________
તેને ખાવા પીવા માટે બધું લાવ છે, મીલસ્ત્રીઓ સતીના પગની માવજત કરવા લાગ્યા. ભોજન ખપે તેવું નહોતું. તેથી સુરે ફક્ત દૂધ જ લીધું. પાણી લીધું. ત્યાર પછી ભીલોએ કહ્યું હે માતાજી! આપનું મન જ્યાં જવા ચાહતું ત્યાં આપ પધારો. ભીલોની રજા લઇ સુરસુંદરીએ ત્યાંથી કોઇ ગામ તરફ પહોંચાય એ રીતે ભીલોએ બતાવેલી કેડીએ હવે સતી આગળ ચાલવા લાગી.
ભીલ પરિવાર એકલી જતી સ્ત્રીને દૂર સુધી મુકી આવ્યા. સૌ બોલી રહ્યા કે શીયળવંતી આ સ્ત્રી મોટી દેવી છે. સૌ દૂરથી, ચાલી જતી સતીને હાથ જોડીને પગે લાગી રહ્યા હતા. પલ્લીમાંથી ચાલી નીકળેલી મહાસતી સુરસુંદરીએ ભયંકર મોટા જંગલમાં પ્રવેશ કર્યો. ભંયકર અને ભીષણ જંગલમાં સાચો માર્ગ ભૂલી. આડા રસ્તે ચડી ગઇ. ત્યાં તો ભયંકર પશુઓ આમતેમ દોડી રહ્યા છે. દૂર દૂર સિંહની ત્રાડ સંભળાય છે. વળી ક્યાંક ક્યાંક અજગર ફંફાડા મારતા દેખાય છે. સતી બધાથી ડરતી ડરતી અને નવકારને ગણતી આગળ વધી રહી છે. તેને હવે ભૂખ અને તરસ પણ લાગી છે. સતીને ખબર નહોતી કે કપરા દિવસો પોતાને આવશે. તેની જરા પણ કલ્પના નહોતી. ક્યાંક જળાશય મળી જાય એ આશાએ દોડે છે. ઉતાવળી ચાલે છે. આંખે તો અંધારા આવે છે. નસીબ જોગે સતીએ આમતેમ જોતાં સ્વચ્છ પાણીથી ભરપુર સરોવર જોયું. તેમાં કલહંસ વિહરી રહ્યા હતા. બાજુમાં મોટું ઉપવન હતું. સરોવર જોતાં થોડી શાંતિ થઇ. કિનારે ભૂખ પણ લાગી હતી. બાજુમાં રહેલા ઉપવનના વૃક્ષો ઉપરથી ફળોતોડીને ખાધાં. સંધ્યા ઢળવા આવી હતી. રાતવાસો અહીંજ કરવાનું વિચારીને સતી એક વૃક્ષનીચે જમીન સાફ કરી આસન લગાવી ને બેઠી. એક પ્રહર સુધી નવકારમંત્રનું આરાધન કર્યું. સરોવર કિનારો હતો. જંગલના પુષ્પોની મહેંક હતી. મંદ મંદ વાયુ વાઇ રહ્યો હતો. આરાધન પુરું થતાં સતી હાથનું ઓશીકું કરીને સૂઇ ગઇ. દુઃખીયારા માણસને ઊંધએ આશીર્વાદ રૂપ હોય છે.
નવી ઉપાધિ સતી ઘસઘસાટ ઊંધી ગઈ હતી. તેણે અવસરે એક મહાકાય પક્ષી આવ્યું. જેને જગત ભારડ પક્ષી તરીકે ઓળખે છે. પંખીઓમાં તે રિદાર છે. આ પક્ષીને એક પેટ, બે માથા, કાન અને આંખ ચાર ચાર હોય છે. વળી પગ ત્રણ, જ્યારે જીવ બે હોય છે અને ભાષા મનુસ્યની હોય. આકાશથી ઉતરી, સરોવરના પાણીમાં ઘણી મસ્તી માણી. જળચર જીવો ફફડી ઉઠ્યા. તે પછી કિનારે આવી ચારે બાજુ નજર ફેરવી જુવે છે. બે જીવ હોય તેથી બંને એક મનવાળા હોય છે. જ્યાં સુધી એક મન વાળા હોય ત્યાં સુધી તેનું જીવન ટકે છે. મન જુદા થતાં તેઓ મૃત્યુ પામે છે. આવા પક્ષીઓ ક્યારેક જોવા મળે છે. વળી ક્યારેય તે પ્રમાદને કરતા નથી. કિનારે આવી આ પક્ષીને આમ તેમ જોતાં સૂતેલી સુંદરી જોવામાં આવી. તેને થયું કે કોઇ માણસનો મૃતદેહ પડેલો છે એટલે તરત જ ફૂલને ઉપાડે તેમ તેણે સુરસુંદરીને પોતાના ચાંચમાં ઉપાડી લીધી. પાંખ ફફડાવી આકાશમાં ઉડવા લાગ્યું. સુર તો ભરનિંદરમાં હતી. અચાનક પોતે અદ્ધર ઊંચકાઇ, તેથી જાગી ગઈ. જોયું આ શુ હું ક્યાં જાઉં છું? મને અહીં કોણે ઉપાડી? અરે! હું કોઈ પક્ષીના પંજામાં સપડાઈ છું. હવે છૂટવું મુશ્કેલ છે. તેનાથી કારમી ચીસ નંખાઈ ગઈ. તે ચીસ સાંભળી ભાખંડ પક્ષીના કાન ચમક્યા. તે જીવતા માણસનો ક્યારેય શિકાર ન કરે. મળેલો શિકાર જીવતો છે જાણી તરત જ પક્ષીએ ચાંચ પહોળી કરી દીધીને સુરસુંદરીને છોડી દીધી. ઊંચે આકાશમાંથી સુરસુંદરી બરફનું ચોસલું ધરતી ઉપર ધસી આવેને! તેમ ગુલાંટને ગોથાં ખાતી ખાતી નીચે આવવા લાગી. ક્યાં પડશે? સાગર ઉપર કે પહાડ ઉપર નગરમાં કે જંગલમાં? હે ભવ્યજીવો! તમે વિચારો સતીનો દેહ ક્યાં પડશે? કર્મ સબળ બળવાન છે. ગબડતો સતીનો દેહ નસીબયોગે કોઇ વિદ્યાધર વિમાન લઇને જતા હતા. તેના જોવામાં સતી આવી ને તરત વિદ્યાબળે પોતાના વિમાનમાં ઝીલી લીધી. ઊંચે આકાશેથી પડતી સુંદરી વિદ્યાધરના વિમાનમાં પડી. બેભાન અવસ્થામાં છે. વિદ્યારે પોતાની મંત્ર શકિતએ વિમાનને અટકાવ્યું. ભાનમાં લાવવા માટે હવે વિદ્યાધર શું કરે છે? (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)