________________
રાય કહે રાખો મુઝ છાને, પેઠા મંજુષને ખાને રે. ગ. તાળુ દીયે સતી તુર્ય વખારે, કૂચી ધરણી મઝાર રે. ગ. ૨૩ ઉગ્યો સૂર્ય હુઓ પરભાત, શેઠની સહુ કરે વાત રે, ગ. મૂઓ અપુત્રિઓ ઇક વ્યવહારી, વાત કરે દરબારી રે. ગ. ૨૪ તાસ સિરિ દરબાર મગાવે, રાણી રાય શોધાવે રે, ગ. રાય પ્રધાન ન કોઇ દીઠા, અરિ-ભયથી શું નાઠા રે. ગ. ૨૫ ચાર મિલી ગયા છે કુણ કામ, વાત એ સકલ વિરામ રે, ગ. રાણી કહે સેવકને તામ, આણો સિરિ મુઝ ધામ રે. ગ. ૨૬ સેવક શેઠ તણે ઘર જાય, કહે લચ્છી કુણ હાય રે, ગ. કહે સતી એ મંજુષ-મઝારે, મૂકી છે ભરતારે રે. ગ. ૨૭ ઠામ અવર ન લહુ હું કોય, તામ ઉપાડે સોય રે, ગ. સેવક કષ્ટ કરી જઈ વહેલી, અંતે ઉરમાં મહેલી રે. ગ. ૨૮ રાણી જાણી અતિ ઘણો ભાર, ચિંતે હૃદય મઝાર રે, ગ. નૃપ આવ્યા પહેલું કંઇક છાનુ, કાઢી લીલ એક ખાનું રે. ગ. ૨૯ તાળું પ્રથમ ઉઘાડયું જામ, પુરોહિત પ્રગટયા તામ રે, ગ. લહી આશ્ચર્ય કહે નૃપ-ધરણી, એહ કિસી તુમ કરણી રે. ગ. ૩૦ હસત વદન પુરોહિત ભાસે, આગળ કેતુક ઘાસે રે, ગ. બીજુ તાળ ઉઘાડી જો જો, પછે મુઝ દુષણ દેજો રે. ગ. ૩૧ અનુક્રમે તે ચારે નીકળિયા, પરસ્પર દૃષ્ટ મળિયા રે, ગ. નીચું જોઈ રહયા તિરિવાર, જો જો મદન-વિકાર રે, ગ. ૩૨ વિશ્લથ વસન બ્રિીડા લહી નાઠા, નિજ મંદિર જઈ પેઠા રે, ગ. ચિંતે પુરોહિત બેસી ધામ, નારી તણું જુઓ કામ રે. ગ. ૩૩
વાહલા વિસસીએ નહી, એ હુિં એણે સંસાર, ઇક વૈરીને વિષહર અને વિરકિત નાર. ૧ વૈરી રુઠો દાહ દીએ, વિષહર ચાંપ્યો ખાય,
ચિત્ત વિરતી ગોરડી, બાલી વિષ દેઈ જાય. ૨ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)