SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ કવિરાજ શ્રી પૂ. વીરજ્યજી મહારાજે ત્રણ ખંડ નિવેંબે પૂરા કર્યા હવે ચોથો ખંડ શરુ કરે છે. મંગલાચરણ આદિ મળે કર્યું હવે છેલ્લા ખંડમાં મંગલ સ્વરુપ સૌનું સ્મરણ કરે છે. હે સરસ્વતી મૈયા! હું તમને નમું છું તમે કેવા છો! શ્રેષ્ઠ પુસ્તક હાથમાં ઘારણ કર્યુ છે. સરસ વાણીને વરસાવતી સૌને વચનનો વિલાસ એટલે વાણીના રસાલાથી યુક્ત વચનોને વરસાવ્યાં છે. અત્યાર સુધી મને મારી જીભે વરસીને રસ પૂર્વક વચનને વહેડાવ્યાં છે. મૈયા જગતમાં જીવોને વાણીનો વિલાસ અનાદિ કાળથી કરાવ્યો છે. હવે આગળ તેવી રીતે વરસજો. હવે ગૌતમ ગુરુની સ્તુતિ કરે છે. હે ગુરુભગવંત આપની પાસે તો અનેક પ્રકારની લબ્ધિઓ ભરેલી છે. તો આપનું સ્મરણ કરતાં મને વચન રુપ લબ્ધિ જરુર આપશો. વઢિયાર દેશમાં વસતા હે શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ! હે પુરૂષાદાનિ પાર્શ્વનાથ પ્રભુ આપે સર્પને નવકાર મંત્ર સુણાવી દેવલોકનો વાસી ધરણેન્દ્ર બનાવ્યો. નવકારમાં રહેલા પંચપરમેષ્ઠીના ગુણો ઘણા રહેલા છે. હે પ્રભુ એ ગુણોની વાતો આ એક મુખથી કહી શકાય તેમ નથી. જેમ કે રત્નાકર સાગરમાં ઘણું પાણી છે? તો શું મારી ગાગરમાં સમાય? ન જ સમાય. સઘળા સુખની ખાણ સમાન આ ત્રીજો ખંડ, દેવ ગુરુ કૃપાએ કરી પૂર્ણ થયો છે. હવે એ જ કૃપાએ કરી ચોથા ખંડને આરંભ કરું છું. હે સુજ્ઞ જનો! તમે સૌએ ત્રીજા ખંડ સુધી આ મહાસતીને સાંભળી, હવે આગળ આ કથાને કહું છું તે સાંભળજો. જે કથા સાંભળતાં મન સંતોષ પામે છે, દેહ ઉલ્લસિત થાય વળી જે એક તાન બનીને સાંભળે તેને આત્મબોધ પણ થયા વિના રહેતો નથી આ કૃત કથા સાંભળવાની ઇચ્છા ન થાય તો શું થાય? જેમ બહેરા આગળ ગીત ગાવાથી શો ફાયદો? ભેંસ આગળ ભાગવત વાંચવાથી શો ફાયદો? તેવી રીતે આ કથા સાંભળવા છતાં કંઈ લાભ થતો નથી. વિમલશે નામ પ્રમાણે ગુણને કેળવ્યા છે. નામ ઉજ્જવલ થી ઉજ્જવલ એવા કુમારનો યશ ચારે કોર વિસ્તાર પામ્યા. ન્યાયપૂર્વક જીવનપંથે ચાલતાં સૌનો પ્રિય બની ગયો છે તેની આજ્ઞા સૌ પ્રેમથી સ્વીકારીને ઉલ્લાસપૂર્વક કામ કરે છે. વળી સૌનાં દિલને જીતી લીઘા છે. તેની આશા ભરી મીટમાં અમરકુમારને વહાણો જોવાની ઝંખના હતી. સાગર સામે જોતાં ઝરુખામાં ઊભો છે. વળી પાછો ભૂતકાળમાં ચાલ્યો જાય છે. યક્ષદ્વીપ પછી સાર્થવાહના વહાણોમાં ઝપાપાત યાદ આવતાં કમકમાટી આવી જાય છે. વેશ્યાગૃહ, ભીલ લૂંટારા. યાદ આવતાં અંધારા આવી ગયા. ભારડ પક્ષી વિદ્યાધરનું વિમાન સ્મૃતિપટમાં આવતાં કુમારની આંખો સજલ બની. તેનું સ્ત્રી હૃદય રડી ઉછ્યું. સ્વામીવિયોગી સ્ત્રીનું હૃદય સ્વામીને કેવું ઝંખતું હોય તેની બીજાને શું ખબર પડે? આટલી સુખ સાહયબી મળવા છતાં પણ કુમારના રુપમાં મહા સતી દુઃખી થઈ રહી છે. અમરને યાદ કરી રહી છે. ભીની આંખે સાગર દેવને પ્રાર્થના કરી રહી છે. એ સાગરદેવ! મારા અમરને મને પાછા સોંપી દો. સ્વામીના વિયોગમાં ઝૂરતી સતીના બદલે કુમાર બનેલા વિમલયશને મુનિભગવંતના વચનો યાદ આવ્યા. અતૂટ શ્રદ્ધા હૃદયે હતી. તેથી સ્વસ્થ થતાં વાર ન લાગી અને તરત મહેલેથી નીચે ઉતરીને જકાતનાકા ઉપર પહોંચી ગયો. અનુચરો બોલાવ્યાં અને નગરના ચારે બાજુના જેટલા દ્વારો હતા તે દ્વારે દ્વારે માણસો મૂકવાની વાત કરી હતી. વાત બધી જ સમજાવી શિખામણ આપી કે જે કોઇ વહાણ માર્ગો પરદેશી વ્યાપારી આપણાં બંદરે ઉતરે તે તે વ્યાપારીનો અહેવાલ મને આપવાનો મને સમાચાર આપવાના, પછી જ તેની પાસેથી દાણ લેવાનું સીધું દાણ-કર લઈને વિદાય ન કરવો. આ કડક સૂચનાનો અમલ બરાબર કરજો. કોઈ પણ વેપારીને મને સમાચાર આપ્યા વિના જવા ન દેવો અમર જરુર વહાણો લઈને આવશે જ. તેની રાહ જોતા કુમારનાં કેટલાય દિવસો પસાર થઈ ગયા. પણ હજુ તેનાં અંતરાય કર્મ અશુભ કર્મ પૂરું થતું નથી. ત્યાં સુધી અમર આવે કયાંથી ઘર્મને આરાધતો નવકારમંત્ર ગણતો સુખમાં દિવસો પસાર કરે છે. એ અરસામાં બેનાતટ નગરમાં મોટો ઉત્પાત મચી ગયો છે તે સાંભળો. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy