SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ રહેલી શ્રીમતીને સમાચાર પહોંચાડી દીધા. પુરોહિત આવી ગયા છે. પુરોહિતને લઇને દાસી હરખાતી જયાં શ્રીમતી છે ત્યાં લઇ ગઇ. શ્ર મતીએ પણ તેનો સત્કાર કર્યો. બેસવા માટે આસન આગળ મૂકયું. આસન પર બેસતો પુરોહિત શ્રીમતીને લાખ દ્રયની થેલી હાથમાં આપતાં આપતાં શ્રીમતીની સન્મુખ જોઇ રહયો છે. સતી તેની સામે જોતી નથી. ઔપચારિક વાતો કરી દ્રવ્ય દાસીને આપતા કહી રહી છે કે આવેલા મહેમાનને લઇ જાવો. અને સુગંધીદાર તેલનું તેમને મજજન કરો. આસન પર બેસાડીને મજજન કરજો. સારી રીતે મજજન કરી સ્નાન કરાવો. ત્યારબાદ સર્વપ્રકારના ભોજનની વ્યવસ્થા કરાવો. મહેમાનનો થાક ઉતારી ષટુરસ ભોજન જમાડો. પછી ધીમે રહીને દાસીના કાનમાં કહ્યું કે જેમ તેમ કરીને એક પ્રહર રાત્રિ પૂરી કરી નાંખો. સ્વામિનીના કહ્યા મુજબ દાસી પણ તેવા પ્રકારના સમયને પસાર કરતી હતી. પુરોહિતના મહેમાનગીરીમાં દાસી ઉણપ લાવતી નથી. તેમ જ શ્રીમતી પણ અવરનવર પુરોહિત આગળ આવે છે અને જાય છે. વચમાં વચમાં દાસીને સૂચનાઓ કરતી જાય છે. મજજન કરાવ્યા બાદ સ્નાન કરાવ્યું. ત્યાર પછી આસન પર બેસાડ્યો. હવે મહેમાનને જમાડે છે. ત્યાં તો મસાલાથી ભરપુર દૂધનો કટોરો આવ્યો. દુધપાન પછી થોડીવારમાં ભોજન કરવા માટે બાજોઠ ઢાંળ્યો. થાળ ગોઠવાયો. વિવિધ પ્રકારના ભોજન તૈયાર હતા. મિષ્ટાન-મીઠાઇ ભાણામાં દાસી મૃકવા લાગી. આગ્રહ કરીને દાસી જમાડી રહી છે. સતી કૃત્રિમ સ્નેહ લાવીને કહે છે હે પુરોહિત! હવે તંબોલ લ્યો. એમ કહી નાગરવેલનું પાન હાથમાં આપે છે. તંબોલ માટે કહે છે પહેલાં તો વળી પાનનું મુખ જોયા વિના સોપારીનું જે ભક્ષણ કરે છે તે માણસ સાત જન્મ સુધી પ્રાયઃ દરિદ્ર અને નિર્ધન થાય છે. વળી નાગરવેલના પાનનો અગ્રભાગ અને નસને ચૂંટયા વિના જે ભક્ષણ કરે છે તે મોટું દૂષણ કહેવાય છે અને અનુક્રમે તે દરિદ્ર રૂપ થાય. પત્રના અગ્રભાગે બ્રહ્માનો વાસ છે. સરસ્વતીનો વાસ પાનના મુળમાં છે. પાનની વચલી નસમાં પાર્વતી વસે છે. તે કારણે કરીને આ ત્રણને વર્જીને પછી પાનનો ઉપયોગ કરવો. એવી લૈકિકધર્મમાં વાયકા છે. વળી આગળ કહે છે... હવે પાન ઉપર ચૂનો લેવાની રીત કહે છે. અંગૂઠા પાસે રહેલી તર્જની આંગળી એ ચૂનો ન લેવો. પાનની પૂંઠે ચૂનો ન લગાડવો. આ પ્રમાણે કરે તો સુરાપાન કર્યું છે. તેના સરીખું ગણાય છે. તો કેવી રીતે લેવો? ચૂનો અંગૂઠાએ લેવો. અંગૂઠાથી પાનને બરાબર મધ્યભાગે ચોપડવો. તેવા પ્રકારના તંબોલનું જે ભક્ષણ કરે છે તેને સુખ થાય છે. તેને અમૃતપાન સરખું કહેવાય. આ સૂચન અનુસાર દાસીએ પાન તૈયાર કર્યું. એ પાનનું ભક્ષણ પુરોહિત કરે છે. કહે છે વિવેકીજનો આવા પ્રકારના તૈયાર કરેલા પાનમાં મઘમઘતા મસાલા નાંખીને સ્વાદિસ્ટ પાનને આરોગે છે. તેવા પ્રકારના તાંબુલને બનાવતી શ્રીમતી કહે છે કે જે આવા તંબોલનું ભક્ષણ કરે છે તેને તેના સ્વાદની અને રંગની ખબર પડે છે. શ્રીમતી તથા દાસી આદિ ભેગા થઇને પુરોહિતને વિવિધ પ્રકારના ભોજન કરાવતી વળી તંબોલ આદિને આપતાં મીઠી મીઠી વાતો કરતાં ઘણો વખત પસાર કરી દીધો. ત્યારબાદ દાસી પુરોહિતને લઇને બીજા કમરામાં રહેલા પલંગ પર બેસાડયો. આ રીતે એક પ્રહર પુરો થઇ ગયો. ત્યાં તો બારણે ટકોરા પડયા. સંકેત અનુસારે બીજા પ્રહરે સેનાની પધારી ગયા. ને કંઠીના દરવાજા ખખડાવ્યા. ઇશારો કરીને કહે દરવાજો ઉઘાડ. પુરોહિતને ફાળ પડી કે અત્યારે કોણ આવ્યું હશે. તેથી પૂછવા લાગ્યો. અત્યારે કોણ આવ્યું? શ્રીમતી કહે- મને શી ખબર કોણ આવ્યું? તપાસ કરવા મોકલું. શ્રીમતીએ દાસીને દરવાજે મોકલી . દાસીને ખબર હતી. દરવાજે જઇને પાછી આવીને કહેવા લાગી-સેનાની આવ્યા છે. પુરોહિત સાંભળી ગભરાઇ ગયો. ખરેખરો મુંઝાઇ ગયો. ચોરની જેમ કંપતા કહેવા લાગ્યો. રે દાસી! હમણાં દ્વાર ન ઉઘાડીશ. પહેલાં મને અહીંયા ગમેત્યાં સંતાડી દે. પછી દ્વાર ઉઘાડજે. શ્રીમતી મને જલ્દી સંતાડી દે. રખેને સેનાની મને (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૧ણી
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy