________________
જોઇ જાય. દાસી તો હસવા લાગી. પુરોહિતના દીન વચનો સાંભળી શ્રીમતી કહેવા લાગી- તમને અહીં કોણે બોલાવ્યા હતા? તે તમે આવ્યા. જંગલમાં રખડતાં રોઝની પેરે અહીં આવી ભરાયા છો. પુરોહિતની અવગણના કરતી સતી વળી કહે છે કે મારે ત્યાં સંતાવા જેવી કોઇ જગ્યા નથી. કયાં તમને સંતાડું? પુરોહિત કહે- શ્રીમતી ગમેતેમ કર. પણ મને જલ્દી સંતાડી દે. પછી દરવાજો ખોલજે. શ્રીમતી કહે - ઠીક! મારા ઘરમાં પુરાણો પટારો છે ત્યાં તમને સંતાડી દઉં. ત્યાં સંતાઇ જાવ. એમ કહીને તરત જ દાસીને ઇશારો કર્યો. વળી પટારો જયાં રાખ્યો હતો તે કમરો ખોલીને પટારામાં પુરોહિતને પૂર્યા. તરત સતીએ ચાર ખાનાવાળા પટારાના પહેલાં ખાનામાં પુરોહિતને પૂરીને તાળું દઇ દીધું.
ત્યારબાદ હસતી દાસીએ દરવાજો ખોલ્યો. આનંદભેર સેનાનીને હવેલીના મધ્ય ખંડમાં લઇ આવી. સેનાની પણ પોતાની સાથે સામગ્રી લઇને આવ્યા છે. પૂર્વે... પુરોહિતની જે રીતે આગતા સ્વાગતા કરી હતી તે રીતે સેનાની પણ દાસી ભકિત કરવા ત્તત્પર થઇ. સેનાની પોતાની સાથે દ્રવ્ય આદિ લાવ્યા હતા તે સર્વ વસ્તુ શ્રીમતીના હાથમાં આપતાં સતીની સામે એક સરખી દૃષ્ટિથી જોયા કરે છે. સતીએ પણ ઇશારાથી દાસીને કહી દીધું છે કે પુરોહિતની પાછળ એક પ્રહર પુરો કર્યો તેમ આ શેતાનની પાછળ પણ તે જ રીતે બીજો પ્રહર પૂરો કરવાનો છે. આદર સત્કારતેલનું માલિશ-સ્નાન-ત્યારબાદ ષટ્સ ભોજન અલકમલકની વાતો કરતાં તાંબૂલ આદિ આપીને દાસી તેને પલંગ ઉપર બેસાડે છે. એટલામાં તે બીજો પ્રહર પુરો થયો. હજુ તો સેનાની પલંગ ઉપર બેસવા જાય ત્યાં બેઠો ન બેઠો ને બારણે ટકોરા પડયા. કોઇ આવ્યું છે, જાણી સેનાની ગભરાયો. હે દેવી! અત્યારે કોણ આવ્યું? શ્રીમતી કહે કે મંત્રીશ્વર આવ્યા છે. સેનાનીને તો મંત્રીનું નામ પડતાં ગુસ્સો આવ્યો. ખરી પળ હવે મારી આવી ત્યાં વચમાં કયાં આવી ગયો? રંગમાં ભંગ પડયો. શ્રીમતીને પૂછ્યું “અત્યારે તમારે ત્યાં કેમ! તેને ઘરબાર બૈરી છોકરા પરિવાર બધું જ છે. છતાં તમારે ત્યા કયાં કારણે આવ્યો? સતી કહે :-મને શી ખબર? અત્યારે મારે ત્યાં કેમ આવ્યો હશે? અહીં આવે એટલે ખબર પડે. સેનાની કહેવા લાગ્યો. હે સુંદરી! બધી વાત પછી. દરવાજો પછી ખોલજે. પહેલાં મને સંતાડી દે. શ્રીમતી કહે- કાં સંતાડું? મારે ત્યાં સંતાડવા જેવી જગ્યા નથી. સેનાની કહે- હે દેવી! ગમેતેમ કર. મને સંતાડયા પછી દ્વાર ઉઘાડજે. શ્રીમતી કહે- બીજુ તો કોઇ સ્થાન નથી, જૂનો પટારો છે. તેમાં સંતાઇ જાવ. દાસીને ઇશારો કરતાં મંજુષાવાળો કમો ખોલ્યો. ને મંજુષાનું બીજુ ખાનું જેવું ખોલ્યું કે સેનાની જલ્દી જલ્દી પટારાના ખાનામાં ભરાઇ ગયો. એક ખાનામાં પુરોહિત બીજા ખાનામા સેનાપતિ સંતાઇ ગયો. દાસીએ ખાનાને તાળુ દઇ દીધું. ત્યારબાદ દાસીએ દરવાજો ખોલ્યો. ત્રીજો પ્રહર ચાલુ થઇ ગયો હતો. હવે શ્રીમતીને ત્યાં મંત્રીશ્વરની પધરામણી થઇ. દાસી આદર સત્કાર કરતી મહેલના મધ્યભાગમાં લઇ આવી. કેવી ભીતી! કાળા કામ કરવા નીકળેલા સમાજના રાજયના અગ્રેસરો પોતાને કેટલો ડર? રખેને મને કોઇ જોઇ જશે તો! આબરુનું લીલામ. રાજયની નોકરી ચાલી જાય. છતાં કામાંધ બીજું કંઇજ વિચારતા જ નથી. મંત્રીશ્વર પણ આ લાઇનના. મંત્રીમુદ્રાને ધારણ કરનારની આંતરિક વૃત્તિ કેવી!
સતી પોતાના મંદિરે આવેલા મંત્રીશ્વરની સેવાભકિત દાસી દ્વારા ઘણી કરે છે. પુરોહિત-પછી સેનાની-તે પછી રાજયનો મહાબુદ્ધિ નિધાન મંત્રીશ્વર? તે મંત્રી પણ શ્રીમતીને રીઝવવા અને મનની મેલી મુરાદો પૂરી કરવા માટે અવનવા ભેટણાં લઇને આવ્યા છે. આસન બેસવા આપ્યું. આસન પર બેસતાં મંત્રીની નિગાહતો સતી ઉપર ચોંટી છે. પણ પોતની ચારેકોર દાસીઓ સેવા કરી રહી છે. સાથે લાવેલા ભેટણાં શ્રીમતીને આપવા માટે તૈયાર થયેલો મંત્રી શ્રીમતીના ઇશારા થકી દાસીઓ ગ્રહણ કરે છે. મંત્રીને તો શ્રીમતીના હાથમાં આપવું હતું ને તે રીતે તેના હાથને પકડવો હતો. પણ આ તો શ્રીમતી સતી નારી હતી. હર પળે સાવધ રહેતી હતી. આપેલી વસ્તુને ગ્રહણ કરીને દાસીઓ એ તેલ મજજન કર્યું. સ્નાન માટે લઇ ગઇ. શ્રીમતી વચ્ચે આંટો લગાવી જાય છે. મંત્રી તો જાણે શ્રીમતીને મેળવવામાં વિહ્વળ
(૧૮૮
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)