________________
ઇમ નિસુણી કુમરી તણાં, વિનયતણાં સુવચન્ત; પિતાજી જક્ષ કહે સુણ નંદના, તું જગમાં ધન ધન્ન. સુબેટી. નવ. ૭ પુત્રી કરી તસ માનતો, ઉપવન ચાર દેખાવે; સનેહી. પ્રાણવૃત્તિ ફલથી કરે, ઇણિપરે કાલ ગમાવે. સનેહી. નવ. ૮ શીલ સદા નિજ સાચવે, જાપ જપે નવકાર; સનેહી. નવ. નિર્ભયથી સુખમાં રહે, જક્ષ કરે નિત સાર. સનેહી. નવ. ૯ એહવે એક વ્યવહારિયો, પ્રવહણ બેસી જાય, સનેહી. તે પણ તખિણ ઉતરી, જલ ભરવાને આય. સનેહી નં. ૧૦ બેઠી નિર્ભય સુંદરી, ત્રિદશપતિ વધૂ-રુપ; સનેહી તે દેખી ચિત્ત ચિંતવે, વ્યવહારી રહી કૂપ. સનેહી. નવ. ૧૧ દ્વીપ અધિષ્ઠાયક અ છે, એહિજ દેવી માત, સનેહી. કરજોડી ઉભો રહ્યો. પ્રથમ કરી પ્રણિપાત. સનેહી. નવ. ૧૨ સતીય કહે હું માનુષી, નહિં દેવી સુણ શેઠ; સનેહી. પૂર્વ ચરિત્ર પ્રકાશતી, તે આગળ ધુર ઠેઠ. સનેહી. નવ. ૧૩ વ્યવહારી કહે સાંભળો, મુજ સાથે તું ચાલ; સનેહી. કહે સુંદરી આવું તદા, જો એક વયણ સંભાલ. સનેહી. નવ. ૧૪ પુત્રી કરીને જો ગણો, અથવા બહેન સમાન. સનેહી એહ વચન ચૂકો નહિ, તો તુમ સાથે પ્રયાણ. સનેહી નવ. ૧૫ કંત વિહુણા નર જિકે, તે મુઝ જનક ને વીર; સનેહી. બીજા ખંડ તણી કહી, છઠ્ઠી ઢાળ રસીલ. સનેહી. નવ. ૧૬ ૧-ઇન્દ્રાણી જેવુ રૂપ.
ભાવાર્થ :
સુરસુંદરી સમગ્ર સંસારને ભૂલી ગઇ છે. ભયંકર રાત્રિએ ચારે તરફ ઘેરો ઘાલ્યો છે. સુરસુંદરી તો પરમાત્માનો ધ્યાનમાં મગ્ન બની છે. એ અવસરે યક્ષદ્વીપનો અધિષ્ઠાયક યક્ષ જે મહાપાપી છે તે માણસની ગંધ આવતા, હણવા માટે જ્યાં સુંદરી રહી છે તે તરફ દોડી આવે છે. શું થાય છે? તે સાંભળો!
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૭૪