SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ મારી વાતને ઠુકરાવી દીધી છે. છતાં પણ નિર્લજજ સમજતો નથી. અને વળી પાછો પ્રીતીયુકત સુંદર વચનોને બોલતો કામકાજ અંગેની પૃચ્છાને કરતો દરરોજ આવવા લાગ્યો. વળી એક વખત પુરોહિત લજજા મૂકીને શ્રીમતીને કહે છે. હે સુંદરી! મારી સન્મુખ તો જો. હું કોણ છુ. તા૨ા કંતનો મિત્ર તારો દાસ છું. તારા ગુણો જોઇને મારું મન તને ઝંખી રહ્યું છે. શ્રી દત્તનો અંગત કહેવાઉં. તો મારી સામે જો. વૃક્ષને વળગેલી વેલડીને વૃદ્ધિ માટે પાણી સિંચવું પડે છે. નહિતો તે વેલડી સુકાય જાય છે. તેમ તું પણ કંત વિનાની કરમાઇ ગઇ છે. હું તને નવપલ્લિત કરવા આવ્યો છું. મારી સાથે મન મૂકીને ક્રીડા કર. તારો પતિ પરદેશ ગયો છે. અત્યારે હું તારો પતિ છુ. પતિ કયારે આવશે તે ખબર નથી. તો હે પ્રિયે! તું શા માટે દુઃખને પામે છે? જે પ્રેમથી તને બોલાવે છે તેનો સ્વીકાર કરી લે. હું તને સ્નેહથી નવરાવીશ. મારી સંગતે આવ. મને પ્રેમથી બોલાવ. આમ અકાળે મુરઝાઇ ન જઇશ. કામાંધ પુરોહિતના વચનો એ શ્રીમતીને અકળાવી દીધી. શ્રીમતીને તે વેળાએ ઘણો જ ગુસ્સો આવ્યો. પણ અહિંયા કળથી કામ લેવું પડશે. ગુસ્સો મનમાં સમાવી લીધો. પુરોહિતને મીઠા વચનોથી કહે છે- હે ઉત્તમ ન૨! તમે આ શું બોલો છો? મનુસ્ય જીવનમાં શીલ એતો રતની ખાણ છે. જે પ્રાણીઓ શીલરતને ધારણ કરે છે. તે જગતમાં ઉત્તમતાને પામે છે. શીલનું રક્ષણ કરનાર જગતમાં પૂજાય છે. મરણાંતે પણ સતી અન્યને ન ઝંખે. મરણને જરુર પસંદ ક૨શે. પણ શીલનું જતન ક૨શે. તમે સજજન થઇને શું બોલો છો? સજજન પુરુષો લોકવિરુદ્ધ આચરણ ન કરે. વળી શાસ્ત્રમાં પણ કહ્યું છે કે હિંસા કરનાર, વચનથી જૂઠું બોલનાર, પરધનનું હરણ કરનાર, અને પરસ્ત્રીમાં રકત-(૨મના૨) પ્રાણીઓ નરકમાં ચાલ્યા જાય છે. હે પુરોહિત! મારા સ્વામી તમને બંધુ-મિત્ર સમજીને, અંગત સ્વજન માનીને વિશ્વાસથી તમને હાટ હવેલી પત્ની આદિનું રક્ષણ સોંપી ગયા છે. તમને આ જવાબદારી સોંપી, પછી તમારો મિત્ર નિશ્ચિતપણે પરદેશ ગયો છે. હે શ્રેષ્ઠી મિત્ર! રક્ષણ કરવું તે તમારો ધર્મ છે. રક્ષણને બહાને તમે આ શું કરો છો? મિત્રદ્રોહી ન બનો. વળી ખેતરના રક્ષણ માટે કરેલી વાડ, ખેતરમાં થયેલા પાકનું ભક્ષણ કરે. અર્થાત વાડ જો ચીભડાં ગળે. તો તે ચીભડાં બચવા માટે બુમરાણ કરે કોણ સાંભળે! માટે તમે વિચારો. આ ભયંકર અકાર્યથી અટકી જાવ. વળી હે પુરોહિત! નીતીશાસ્ત્રમાં કહ્યું છે કે રાજાની રાણી, વિધાગુરુની પત્ની, શેડની સ્ત્રી, તેમજ જન્મ આપનારી પોતાની માતા, અને પાંચમી મિત્રની પત્ની, એ માતા કહેવાય છે. આ પાંચેય સ્ત્રીને માતા સમાન ગણવાની કહી છે. તો તે વચન થકી હું, પણ તમારી માતા સરખી છું. માટે મારી સામે કુદૃષ્ટિથી ન જો. શ્રીમતી સતીને વાત સાંભળીને પુરોહિત કહે છે- હે દેવી! ઘણું કહેવાથી શો ફાયદો? વિપરીત બોલવાથી શો ફાયદો? તારી હવેલીમાં તારા મારા સિવાય બીજું કોઇ નથી. મારી વાત માની જા. અહીં કોઇ જોનાર નથી. આપણે મનમાની માંજ ઉડાવીએ. આવા અવસર ક્યારેય ફરી નહીં મળે. હે માનુની! બધી વાત છોડી મારી સાથે કલ્લોલ કર. મળેલી જિંદગી ને સફળ કર. કર્ણદગ્ધવચન સાંભળી શ્રીમતી વિચારી રહી છે. કામાતુર બનેલો અત્યારે કંઇ સાંભળવાનો નથી. સંકટમાં મૂકાઇ છું. ક્ષણમાત્ર ૫૨માત્માને યાદ કરી ઉપાય વિચારે છે. નરાધમથી બચવા સતી વિચાર કરે છે, ક્ષણ બેક્ષણ વિચારતાં ઉપાય મળી ગયો. પુરોહિતને કહ્યું,-ઠીક! તમારી વાત મેં સાંભળી. આજે રાત્રિના પ્રથમ પ્રહરે તમે આવજો. સતીની વાત સાંભળી મનમાં હરખાયો. ત્યાર પછી સંકેત અનુસાર આવવાનું કહીને નરાધમ પુરોહિત પોતાના ધરે પહોંચ્યો. હવે શ્રીમતી પોત તૈયાર થઇને રાજયના સેનાધિપતિ ચંદ્રધવલ પાસે પહોંચી ગઇ. જારપુરુષ પુરોહિતથી બચવા અને પોતાના શીલના રક્ષણ માટે સેનાપતિની મદદ લેવા માટે ગઇ. સેનાપતિને મળીને બનેલી બીના- બધીજ સેનાનીને મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૧૭૯
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy