SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠાશ આવે છે અને લાભ પણ ઘણા થાય છે. તે કારણે કરીને હે શ્રોતાજનો! ગુણવંતી સુરસુંદરીના ચરિત્રને આગળ કહું છું. તે તમે સૌ એકાગ્ર મનવાળા થઇને સાંભળો. જે નર અને નારીઓનાં હૈયામાં ધર્મ વસેલો હોય, કંઇક શાસ્ત્રને ભણેલા હોય, ઉત્સુકતાવાળા હોય, આવી કથા સાંભળીને પ્રાયઃ વૈરાગ્યને પામનારા હોય, તે આગળ આ રસિક કથાને હું કહું તો તેમના દિલને આનંદ ઉપજાવ. જગતમાં જયારે અબળા સબળા બને છે ત્યારે શીલને માટે પ્રબળ પરાક્રમ દાખવે છે અને શીલના રક્ષણ માટે પ્રાણની આહૂતિ પણ આપવા તૈયાર થાય છે તે નારીઓના નામનો ઉજજવળ ઇતિહાસ સર્જાય છે. વળી પંચપરમેષ્ઠીના ધ્યાનથી, તે ઉપર અતૂટ શ્રદ્ધાથી સતીઓના દુઃખ દૌર્ભાગ્ય દૂર થાય છે. અને સુખનો સૂરજ ઉગે ચરિત્ર નાયિકા મહાસતી સુરસુંદરીને પણ શ્રી નવપદના ધ્યાન પસાથે દુઃખ દૂર થશે ને સુખ આ વી મળશે. હવે સતી વિમાનમાં સ્વસ્થતા જાળવીને બેઠી છે. બંને વચ્ચે મૌન છવાયું છે. મૌનને તોડતાં સતી ખેચરરા ને પૂછે છે, ભાઇ. આપનો પરિચય.... નિર્મળ- પવિત્ર અને ઉજજવલ હૃદયવાળો, ખેચર પોતાની ઓળખ આપે છે. તે બહેન! મનમ થી દુઃખને દૂર કરી દે. ને હું જે કહું તે તું સાંભળ. ઢાળ- પહેલી (સુમતિનાથ ગુણશું મિલીજી એ દેશી) ખે ચરપતિ કહે સાંભળો જી માહરી વાત વિશેષ; ઉત્તર શ્રેણિનો રાજીયોજી, મણિશંખ નામે નરેશ. મનમોહન બહેની સાંભળોજી, મુજ શુભ વાત, આંકણી. ૧ તસ પટરાણી ગુણવતીજી, લવણિમ લીલાધામ, શીલ ગુણે કરી રાજતીજી, હેમચૂલા તસ નામ. મ. ૨ રતજટી તસ પુરાણું જી, દેઇ પિતા મુઝ રાજ; અસાર સંસાર જાણી કરીજી, કીધું આતમ કાજ મ. ૩ દ્વીપ નંદીસરે સંયમીજી, દુકકર તપ દહે દેહ; સમતા સમીરે ટાળતાજી, મિથ્યા સંચિત ખેહ. મ. ૪ જૈ નાલય બાવન છે ,વંદતા દુઃખ વિસરાલા; શાશ્વત જિન પડિમા કહિજી, ચઉઠીસય અડ્યાલ. મ.૫ તિહાં જઉ મેં જિન પૂજિયાજી, વલી વાંધા મુનિરાજ; હર્ષોત્કર્ષ થયો ઘણોજી, જિમ લહયું ત્રિભુવન રાજ. મ. ૬ મહાસતી. શ્રી સુરસુંદરીનો રાસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy