________________
છે
શાસનસમ્રાટના આજ્ઞાવર્તી પ્રશાંતમૂર્તિ પ.પૂ.પાદ્ સૂર્યપ્રભાશ્રીજી મ.સા.નો સમાગમ થયો. હૈયામાં રહેલી સંયમની ભાવનાને પ્રગટ કરી. મમતાળુ માતાનું મોહબંધન છૂટી ગયું. માતા સ્વર્ગવાસી બન્યા.
મોટીબેનની નિશ્રામાં રહેતા પુષ્પાબેનનો રસ્તો સરળ બની ગયો. વડીલ બંધુઓ-બેનોની અનુમતિ મેળવી લીધી. બદામી મોહનલાલે પણ રજા આપી. બદામી કુટુંબની પ્યારી પુષ્પામાસી સંયમ માટે ઉજમાળ બન્યા. મોટીબેન મોતનબેન તથા બનેવી મોહનલાલ બદામીએ ઠાઠમાઠથી મહામહોત્સવપૂર્વક સંયમના માર્ગે મોકલ્યા. એ દિન હતો સંવત ૨૦૨૮, મહા સુદ ૧૧ - ૨૬મી જાન્યુઆરી બુધવાર. પરમ તારક પ.પૂ. કમળપ્રભાશ્રીજી મ.સા. શિષ્મા પરમવિદુષી પ.પૂ.સૂર્યપ્રભાશ્રીજી મ.સા.ના ચરણે પોતાનું જીવન સમર્પિત કર્યું. સંસાર વેશ છોડી ચંદનબાળાનો વેશ પહેરતાં પુષ્પાબેન મટી પ.પૂ.પ્રાશીલાશ્રીજી મ.સા.ના નામથી પ્રસિદ્ધી પામ્યા.
અપ્રમત્તભાવે ચારિત્રના સોપાન એક પછી એક, ઉત્સાહ આનંદપૂર્વક સર કરવા લાગ્યા. ઉપસર્ગો અને પિરષોએ ઘેરો ઘાલ્યો. છતાં પણ મુખડા ઉપરનો ભાવ પલટાતો નહિ. પ્રસન્નતાપૂર્વક અશુભકર્મોને વિદારતા હતા.
સહનશીલતા કેવી? સિદ્ધગીરીની નિશ્રામાં ગિરિરાજની નવ્વાણુ કરતા માસી મ.સા.ને મરણાંત ઉપસર્ગ આવી ગયો. દર્શન કરવા જઈ રહેલા માસી મ.સા. એક તરફ ગાયનો ધક્કો લાગ્યો. રોડ પર પડેલા પૂ.માસી મ.સા. હજુ ઉભા થાય ન થાય. ત્યાં તો પાછળથી ઘોડાગાડી આવીને ઘોડાનો પગ, માસી મ.સા.ના માથા ઉપર આવી ગયો. પગની ખરી માથાના મધ્યભાગમાં ઉંડી વાગી ગઈ. લોહીનો ફૂવારો છૂટ્યો. સાથે રહેલા પૂ. જતકલ્પાશ્રી મ.સા. તરત જ ડૉ. બકરાણી પાસે લઈ ગયા. બીજી તરફ તેમના ગુરૂજીને સમાચાર મોકલ્યા. સંધ્યાકાળ થઈ જવા આવી હતી. ડૉ. આ ઇજા જોતાં ગભરાયા. તાળવામાં ઉંડો ઘા. શું કરવું? નીડરપણે માસી મ.સા. કહેવા લાગ્યા, “ડૉ. સાહેબ મુંઝાવો નહિ, તમને યોગ્ય લાગે તે રીતે કરો. મને બધું જ સહન થશે.” દર્દીનો જવાબ સાંભળી આશ્ચર્ય પામેલા ડૉ. ટાંકા લેવા માંડ્યા. હસતા મુખે પીડાને સહન કરતાં કહેવા લાગ્યા, “ઉપકારી ઘોડો, મારા કર્મ ખપાવવાનો અનેરો અવસર મને આપ્યો'. આવી અપૂર્વ સમતા સાથે સહનશીલતા હતી.
અશાતાવેદનીયનો ઉદય જબ્બર હતો. શારીરિક તકલીફો તો અવારનવાર આવી જતી. છતાં પોતાની આરાધનામાં ઉની આંચ આવવા દીધી નથી. ક્યારેય પ્રમાદને પોતાની પાસે આવવા દીધો નથી. સમુદાયના એક સાચા અર્થમાં કહુ તો વૈદ્યરાજ અથવા ડૉક્ટર હતા. નાના માટો સાધ્વી મ.સા. ના કોઇપણ દર્દ આવતાં પ્રથમ તેમની જ સલાહ લેવાતી. અને પોતે પણ સારવાર કરવામાં કમીના રાખતા નહિ. બાળ - તપસ્વી – ગ્લાન - વૃદ્ધની વૈયાવચ્ચમાં તેમનો નંબર પહેલો ગણાતો.
૧૭ .